Last Update : 07-April-2012, Saturday
 

સાહસપ્રેમી રાજન શાહની અનોખી દરિયાઇ સફર
સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું

- નવસારીથી ગોવાની સફરમાં મધરાત્રે ૫૦ કિ.મીની ઝડપની પવન સાથે ૮ ફુટના મોજાથી આખી બોટમાં પાણી-પાણી થઇ ગયું

સામાન્ય રીતે લોકો પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય છે પણ એક સાહસપ્રેમી ગુજરાતી ઉદ્યોગપતિએ પોતાની 'સેઇલ બોટ'નું (શઢવાળી બોટ) સ્વપ્ન સેવ્યું અને માત્ર ચાર વર્ષના ટુંકા ગાળામાં તે સાકાર પણ કર્યું અને દરિયાના ઉછળતા મોજા વચ્ચે પવનના સથવારે સુરતથી ગોવાનો રોમાંચક દરિયાઇ પ્રવાસ પણ ખેડયો.
સ્પીડબોટ, ક્રુઝલાઇનર, યોટ નામ જાણીતા છે પણ સેઇલ બોટ સંભવતઃ ગુજરતના લોકો માટે નવું છે. ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો હોવા છતાં એકમાત્ર સેઇલ બોટ ''ગોલ્ડન કેટ''નું રજીસ્ટ્રેશન થયું છે અનેતે સુરતની ગાર્ડન મિલ્સના પ્રમોટર એવા ૬૧ વર્ષીય ઉદ્યોગપતિ રાજનભાઇ શાહે કરાવ્યું છે. લક્ઝુરીયસ કાર ખરીદીને તેને રોડ પર દોડાવવા જેટલું સહેલું કામ સેઇલ બોટ ચલાવવાનું નથી. રાજનભાઇ કહે છે, ''ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે અને જો સરકાર પ્રોત્સાહન આપે તો સેઇલીંગને વિકસાવી શકાય એમ છે. મે સાઇકલીંગ, ટ્રેકિંગ, માઉન્ટેનીયરીંગ કર્યું છે. વિન્ડ સરફીંગ કર્યું છે. હવે રામાંચક સેઇલીંગનો અનુભવ પણ જોડાતા ખરેખર આનંદની લાગણી થાય છે.
હાલમાં જ સેઇલ બોટ 'ગોલ્ડન કેટ' લઇ ગોવાની રોમાંચક સફર અંગે રાજનભાઇએ કહયું કે, નવસારી પાસે વાસીબોરસીમાં લાંગરેલી ગોલ્ડન કેટ સાથેની મારી સાથે ડો.બિપીન દેસાઇ તેમના પત્ની ગીતાબેન, આનંદભાઇ વૈદ્ય અને ક્રુમેન તરીકે મધુકરભાઇ લઇ મુંબઇ પહોંચી હોલ્ટ કર્યો હતો. મુંબઇથી જોકે, સારો પવન મળતા માત્ર ૪૦ કલાકમાં અમે ગોવા પહોંચી ગયા હતા. જ્યાં તબક્કાર રીતે ફોર્ટ અગવાડા બેયમાં, લલીત હોટલ, લીલા પાસે સેઇલબોટ લાંગરી (એંકર) ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોને પણ આશ્વર્ય થયું હતું. કારણ કે, અહી લોકોને પ્રાઇવેટ હેલીકોપ્ટર કે યોટમાં આવે છે પણ સેઇલબોટ લઇને છેક સુરતથી આવનારા તેઓ પ્રથમ હતાં.
ગોવાની સ્થાનિક મુલાકાત બાદ સુરત પરત થવાનો અનુભવ થોડો અલગ રહયો હતો એમ કહેતા રાજનભાઇએ ઉમેર્યું કે, અમે મધરાતે ૧૨ વાગ્યાના અરસામાં મધદરિયે હતા ત્યો ૨૫ નોટ એટલે કે લગભગ ૫૦ કિ.મીની ઝડપે પવન ફુંકાયો હતો અને આઠ-આઠ ફુટના મોજા ઉછળ્યા હતા. એક તબક્કે તો એવું લાગ્યું કે, અમે ડૂબી જઇશું. બોટમાં પાણી ભરાઇ ગયું હતું. વાયરલેસથી મદદ માંગવા છતા કોઇ મદદ પહોંચી નહી. સદ્ભાગ્યે જેમતેમ કરીને અમે કોંકણના દેવગઢ પોર્ટ નજીક પહોંચી ગયા. પણ એન્જીન ચાલતું નહોતું અને બોટને ટોઇંગ કરીને પોર્ટ સુધી લઇ જવી પડે એમ હતું. અમે બોટની મરામતના પ્રયાસ ચાલુ રાખ્યા. દરમિયાન સવારે ૮ વાગ્યે મરીન પોલીસ આવી અને ગોલ્ડન કેટના પેપર્સ પરમીટ ચકાસીને ટોઇંગ માટે વ્યવસ્થા કરી આપવાની હૈયાધરપત આપી.જોકે, ત્રણ કલાક સુધી કોણ મદદ મળી નહી અને અમે જોતે જ ગોલ્ડન કેટને પોર્ટ સુધી લઇ ગયાં. ત્યારે અમને જાણ થઇ કે સ્થાનિક તંત્ર દ્વારા દરિયામાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઇ હતી. જોકે, અમે તોફાની પવન અને ઘૂંઘવતા દરિયાના મોજાનો થ્રીલ અનુભવી હેમખેમ બહાર આવી ગયા હતા. જો કે આ રોમાંચની મજા એક ગુજરાતી જ લઈ શકે. સાહસિક ગુજરાતીઓમાં પ્રવાસની અનોખી મજાઓ પણ ઉમેરાતી જાય છે.
સેઈલ બોટની વાત કરીએ તો સેઈલ બોટ ત્રણ પ્રકારની આવે છે. મોનોહોલ, કેટામેરન , ટ્રાઈમરામ. રાજન ભાઈની ગોલ્ડન કેટમાં લગભગ ચાર માળ જેટલો ઉંચું માસ્ટ (શઢ ) છે. બૂમ અને ઝીપની મદદથી પવનની ઝડપ અનુસાર શઢ ખોલીને સેઈલીંગ કરવામાં આવે છે.

ભારતમાં કોઇ ટ્રેઇનર નથી, ઇન્ટરનેટ પર વિડીયો જોઇને સેઇલીંગ શીખ્યો
રાજનભાઇ કહે છે કે, સેઇલબોટ પવનથી ચાલે છે એટલે તેના માટે ટ્રેનિંગ જરુરી છે. સાથે દરિયાના નકશા, પાણીની ઉંડાઇ, ભરતીનો સમય, દરિયામાં છુપાયેલા ખડકો કે ડુબેલા વહાણો વગેરેનું પણ ધ્યાન રાખવું પડે છે. પંદર વીસ વર્ષ પહેલા મને સેઇલીંગનો શોખ જાગ્યો હતો. જે લાંબા સમય બાદ પુર્ણ થયો છે. રાજનભાઇ ઉમેરે છે કે, મે ઇંગ્લેન્ડ જઇને સેઇલીંગનો એડવાન્સ કોર્સ કર્યો અને વિદેશ પ્રવાસ વેળા જ્યાં પણ તક મળે સેઇલીંગ કરી લેતો. તેમજ ઇન્ટરનેટ પર વિડીયો ક્લિપીંગ જોઇને સેઇલીંગની લેવલ-૪ સુધીની ટ્રેનીંગ લઇ લીધી. આખા ભારત દેશમાં સેઇલીંગ શીખવનાર એકપણ સંસ્થા નથી. તેમજ બોટને લાંગરવા માટે યોગ્ય જેટી પણ જરુરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved