Last Update : 07-April-2012, Saturday
 
દિલ્હીની વાત
 

લશ્કરી બળવા અંગે ૯મીએ રિપોર્ટ
લશ્કરના બળવા અંગે સંવેદનશીલ અહેવાલ અંગે જે રીતે સરકારે સંયમપ્રેરક વર્તન કર્યું છે તે પ્રશંસાને પાત્ર છે. જો કે, સરકારે વિવિધ પક્ષોના સંસદસભ્યો સાથે ચર્ચા કરી હતી અને આ મુદ્દે રાજકારણ રમવાથી કેવા ગંભીર પરિણામો આવી શકે તે પણ સમજાવ્યું હતું. વિવિધ પક્ષોએ સરકારને એમ પણ જણાવ્યું હતું કે, આવા સંવેદનશીલ અહેવાલ આપનાર અખબાર સામે કેવા પ્રકારના પગલાં લેવાના છો તે પણ મહત્ત્વનું છે. સંરક્ષણ મંત્રાલય આ મુદ્દે ૯મી એપ્રિલે સ્ટેન્ડિંગ કમિટીને વિગતવાર રિપોર્ટ મોકલશે.
કહેવાતા બળવામાં લશ્કરે દિલ્હી તરફ કૂચ કરી હતી એ પ્રકારના અખબારના અહેવાલનો ડીટેલ રિપોર્ટ હાઉસ પેનલ ચીફ સતપાલ મહારાજે માગ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અખબાર સામે કોઈ પગલા લેતા પહેલા સંરક્ષણ મંત્રાલય તમામ વિકલ્પોનો વિકચાર કરશે એવો સંકેત પણ સૂત્રોએ આપ્યો હતો.
લશ્કર- સરકાર વચ્ચે વધુ એક ટકરાવ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ ઉભી કરવાના મુદ્દે પણ સરકાર અને લશ્કર વચ્ચે અવિશ્વાસ ઉભો થયો છે. સરકાર અને લશ્કર વચ્ચેનું કો-ઓર્ડિનેશન આ પોસ્ટના કારણે ઉભું થશે એમ સરકાર માને છે લશ્કરના વી. કે. સિંહની ઉંમરના વિવાદ વખતે લશ્કરના વડા અને પ્રતિસ્પર્ધી જૂથ વચ્ચેની ટસલ આવી પોસ્ટ હોત તો ના થાત એમ માનવામાં આવે છે. લશ્કરના સિનિયર અધિકારીઓ સંરક્ષણ ખાતામાં પરિવર્તન ઇચ્છે છે જેમા સંરક્ષણ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દાને નાથવાના પ્રયાસનો પણ સમાવેશ થાય છે. આ ભ્રષ્ટાચારથી કેટલાક અધિકારીઓ, રાજકારણીઓ અને લશ્કરના લોકોને લાભ થાય છે એ પણ બહુ જાણીતી વાત છે.
હમ હારે ક્યું... ? કોંગ્રેસનું પૃથક્કરણ
કેન્દ્રિય પ્રધાન સલમાન ખુરશીદ, જયપ્રકાશ જયસ્વાલ અને બેનીપ્રસાદ વર્માએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચના કડક પગલાનો અનુભવ કર્યો હતો. સલમાન ખુરશીદ અને બેનીપ્રસાદ વર્માએ મુસ્લિમો માટે સબ-ક્વોટાની વાત કરી હતી જ્યારે જયસ્વાલે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ બહુમતી નહી મેળવે તો રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવશે. હાલમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર અંગે કોંગ્રેસનું બ્રેન-સ્ટોર્મિંગ સેશન ચાલી રહ્યું છે. પક્ષમાંના જે ઉમેદવારોએ ૨૦ હજાર વોટ મેળવ્યા હતા તેમને આ પ્રધાનોના નિવેદનોથી નુકસાન થયું હતું. ત્રણ અન્ય જુનિયર પ્રધાનો સામે પણ આંગળી ચીંધાઈ છે. જેમાં જતીનપ્રસાદ પ્રદીપ જૈન અને આરપીએન સિંહનો સમાવેશ થાય છે. તેમજ પક્ષના સાંસદોએ આપેલા અસહકાર અંગે પણ ચર્ચા થઈ હતી. આ સંસદસભ્યોના વિસ્તારમાં આવતી ૩૭ બેઠકોમાંથી કોંગ્રેસ માત્ર ત્રણ બેઠક જીતી શકી હતી.
અણ્ણા ટીમને સ્થાનિક ચૂંટણીમાં રસ નથી
હિસ્સાર લોકસભાની પેટા ચૂંટણીમાં અને ઉત્તરાખંડ તેમજ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાગ લેનાર અણ્ણા હજારેની ટીમે દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાગ નહિ લેવાનો નિર્ણય લીધો છે.
અણ્ણા હજારેની ટીમના સભ્ય સિસોદિયા કહે છે કે, સ્થાનિક ચૂંટણીઓમાં પડવા અમે નથી માગતા કેમ કે અમે રાષ્ટ્રીય મુદ્દે લડત ચલાવી રહ્યા છે. સિસોદિયાના જણાવ્યા અનુસાર કેટલાક ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લેવા અમારો સંપર્ક કર્યો હતો પરંતુ અમે ના પાડી છે એમ સિસોદિયાએ કહ્યું હતું.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved