Last Update : 07-April-2012, Saturday
 
જાદુઇ વાંસળી
 

હિમાલયની અલમોડા ઘાટીમાં એ નાનકડું ગામ હતું. ગામમાં એક વૃદ્ધ સ્ત્રી અને તેનો વીસેક વર્ષનો દીકરો ભોળો રહેતા હતા. ભોળો ખરેખર ભોળો અને ઇમાનદાર હતો. ગામમાં ઘેટાબકરાં ચારી ગુજરાન ચલાવતો.
એક દિવસની વાત છે. ઘેટાં- બકરાં સાથે તે ઊંડા જંગલમાં નીકળી ગયો. શિયાળાની મોસમ હતી. હૂંફાળો ચમકદાર તડકો વૃક્ષોનાં પાને પાને ચમકતો ધરતી પર વેરાતો હતો. ઘેટાં બકરાંને ચરતાં ચરાવતાં સાંજ ક્યારે પડી ગઇ તેની ભોળાને ખબર ના પડી.
સૂરજ પહાડોની પાછળ છુપાયો, ના છુપાયો ત્યાં જ અંધકાર પોતાનો પ્રભાવ દેખાડવા લાગ્યો. આકાશ કાળાં કાળાં વાદળોથી ઘેરાવા લાગ્યું. વીજળીનાં ચમકારા આંખને આંજી દેતા હતા. હિમભરી તેજ હવા તોફાની બની ઉધમાત મચાવતી જંગલમાં દોડી રહી હતી.
ભોળો ઘડીભર ચંિતામાં પડી ગયો. એના માટે આ રોજનું હતું. પહાડી વિસ્તારોમાં મોસમ ક્યારે પલટો ખાય તેની ખબર ન હતી. પણ આજની મોસમની વાત જ કાંઇક જુદી હતી. ભોળો આશરો શોધવા લાગ્યો. થોડે દૂર જતાં જ તેને ગુફા દેખાઇ. ભોળાએ ઘેટાં-બકરાં સાથે એમાં આશરો લીધો. ગુફામાં અંધારું હતું. ગુફા ઊંડી હતી.
ભોળાને ચંિતા હતી કે તોફાન ક્યારે થંભશે! લાંબુ ચાલશે તો તેનાં ઘેટાં - બકરાં ભૂખે તરસે મરી જશે.
ભોળો હંમેશાં પોતાની સાથે એક ફાનસ રાખતો. ફાનસના અજવાળે ગુફાનાં દૂર ખૂણામાં એક વૃદ્ધને સૂતેલો જોયો. ઘડીક ગભરાયો. હંિમત એકઠી કરી તે ભોળાએ તે વૃદ્ધને પૂછ્‌યું.
‘તમે કોણ છો..?’
‘‘હું કઠિયારો છું. જંગલમાં લાકડાં કાપવા આવ્યો હતો. અચાનક બીમાર પડી જતાં ગુફામાં આશરો લીધો છે. બે દિવસથી ગુફામાં છું. ભૂખ-તરસ ખૂબ લાગ્યા છે. ઊઠવાની શક્તિ નથી.’’
‘‘તમે બે દિવસથી કશું જ ખાઘું નથી..?’ ભોળાએ કઠિયારાને પ્રશ્ન કર્યો.
‘‘ના... બે દિવસથી કાંઇ જ નહીં..’’ કઠિયારાએ કહ્યું.
‘‘ભાથામાં ત્રણ રોટલાં મારી માએ આપ્યાં છે. એમાંથી આ એક રોટલો ખાવ..’’ કઠિયારાને રોટલો આપતાં જણાવ્યું.
કઠિયારો રોટલો ખાઇ, પાણી પી આશીર્વાદ આપતો સૂઇ ગયો.
બહાર, તોફાન જોર પકડતું હતું. ઠંડી તીવ્ર બનતી જતી હતી. તાપણાનાં લાકડાં પણ ન હતાં. બહાર વરસાદને લીધે ભીનાં થયેલાં લાકડાં કામ પણ આવી શકે તેમ ન હતાં. કઠિયારો ઠંડીથી ઘૂ્રજતો દાંત વગાડી રહ્યો હતો. ભોળાને દયા આવતાં પોતાનો કોટ ઉતારી કઠિયારાને ઓઢાડયો. કોટ ટૂંકો પડયો. ભોળાને એક વિચાર થઇ આવ્યો. ઘેટાંના ઊનને કાતરી તેનો કામળો બનાવી આપું, તેને કાયમ કામ લાગશે.
ફાનસના અજવાળે ભોળાએ ઘેટાંના વાળ કાતરી દોરા બનાવી કામળો બનાવ્યો. કઠિયારાના શરીર પર નાંખી તેને જોઇ રહ્યો.
કઠિયારાની સવારે આંખ ખુલી ત્યારે તેના શરીર પર સુંદર કામળો જોઇ કઠિયારો રાજી થયો. તેની આંખમાં પ્રેમના આંસુ વહેવા લાગ્યાં. કઠિયારાને ખબર તો હતી જ કે ભોળાએ જ મારા માટે આખી રાત મહેનત કરી કામળો બનાવ્યો છે.
મોસમ બીજા દિવસે પણ ખરાબ હતી. હિમભરી હવા તેજીથી વહી રહી હતી.
બીજા દિવસે પણ ભોળાએ બીજો રોટલો કઠિયારાને ખાવા આપ્યો. ત્રીજા દિવસે રોટલાના બે ભાગ કરી એક ભાગ તેણે કઠિયારાને આપ્યો. અને બીજો ભાગ તેણે ખાધો. ઘેટી અને બકરીનું દૂધ દોહી કઠિયારાને પાણીની જગ્યાએ આપ્યું ને પોતે પણ પીઘું.
ભોળાને ચંિતા હતી. તેના ઘેટાં- બકરાની. તેમને છેલ્લા બે દિવસથી કશું જ ચરવાનું મળ્યું ન હતું. તેની આંખો ભરાઇ આવી. થાકનો માર્યો ક્યારે સૂઇ ગયો તેની તેને ખબર પણ ના પડી.
રાતનો ત્રીજો પહોર ચાલતો હતો. ગુફામાં ફેલાયેલા તેજ અજવાળાએ ભોળો જાગી ગયો. તેને આશ્ચર્યચકિત થતાં ગુફાની અંદર જમીન ઉપર કૂણૂં કૂણું ઘાસ ઊગી નીકળ્યું હતું તે જોઇ રહ્યો. તેના ઘેટા-બકરાં આરામથી ચરતાં હતાં.
ગુફાની બહાર ઘોર અંધારું હતું. હિમભરી તેજ હવા તોફાની બની ઉધમ મચાવી રહી હતી. ગુફામાં આ નામે કશું જ ન હતું. તેની આંખને ભરોસો પડતો ન હતો. સાચું શું? કઠિયારાની યાદ આવતા તે ચારે કોર જોવા લાગ્યો. તે દેખાતો ન હતો. એટલામાં તેને ગુફાના ખૂણામાંથી અવાજ કાને પડયો.
‘‘દીકરા, ભોળા, હું તારી સામે જ છું...’’
ભોળાએ અવાજ તરફ નજર ફેરવી અને ત્યાં જોયું સોનાના મુગટધારી તેજસ્વી દિવ્યમાન પુરૂષને જોઇ પૂછ્‌યું.
‘‘તમે કોણ છો?’’
‘‘હું વનદેવતા છું. ને તારો વૃદ્ધ કઠિયારો પણ..’’
ભોળો એકીટશે વનદેવતાને જોઇ રહ્યો હતો.
‘‘... તું ભૂખ્યો રહ્યો અને મને રોટલો આપ્યો. તે ઠંડી વેઠી તારો કોટ મને આપ્યો. રાતભર મહેનત કરી કામળો બનાવી ઓઢાડયો. તારા ઉપર હું ખુશ છું. અને તારો ૠણી પણ.’’
‘‘હે વનદેવતા, મેં માત્ર મારી ફરજ નિભાવી હતી. દયા અને પ્રેમ એ જ મહત્વનાં છે.. એક માણસે બીજા માણસને ખપમાં આવવું જોઇએ ને...’’ ભોળો બોલ્યો.
....એટલે સ્તો હું તને એક વાંસળી આપવા માંગુ છું. તે જાદુઇ વાંસળી છે. તેના સૂરોમાં જાદૂઇ અસર છે. વાંસળીને વગાડતાં પહોડામાં તોફાન શમી જશે. રસ્તા ને પહાડોમાં બરફ પીગળવા લાગશે. વરસાદ થંભી જશે. ધરતીમાતા તારાં ઘેટા-બકરાં માટે કૂણું કૂણું ઘાસ ઉગાડી દેશે. વૃક્ષો તારા માટે મીઠાં મીઠાં ફળોથી લચી પડશે. વનદેવતા ભોળાને વાંસળી આપતાં અંતર્ઘ્યાન થઇ ગયાં. ભોળો જોતો રહ્યો.
ગુફા બહાર તોફાન જોર પકડતું હતું. ઘરે જવાની ઉતાવળ હતી. મા શોધતી હશે. ચંિતા કરતી હશે, હજુ સુધી ભોળો કેમ ના આવ્યો?
ભોળો વનદેવતાની આપેલ વાંસળી ફેરવી ફેરવી જોઇ રહ્યો. જાદુઇ વાંસળીથી ખરેખર વનદેવતાએ કહ્યું તેમ બનશે કે કેમ? તે વિચારી વાંસળીને હોઠે મૂકી વગાડવા પ્રયત્ન કર્યો.
વાંસળીના સૂરો રેલાતાં ગુફા બહાર તોફાન શમી ગયું. રસ્તા પરનો બરફ પીગળવા લાગ્યો. ધરતી પર કૂણાં કૂણાં અંકુરો ફૂટવા લાગ્યા. ભોળો ખુશ થતો ગામ તરફ નીકળ્યો.
વનદેવતાએ આપેલ જાદુઇ વાંસળીને લીધે હવે એને જંગલમાં રોકાઇ રહેવું નહિ પડે ઘેટાં-બકરાં ભૂખે નહીં મરે તે વાત માને કહેવા લાગ્યો.
- રશીદ મુનશી

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved