Last Update : 07-April-2012, Saturday
 
જાપાનના એક વિચિત્ર સંત ઃ કેન્કો = કોણ જાણે !

મધપુડો - હરીશ નાયક

- બીજાની વાત જવા દો, જેઓ પોતાના વિષે પણ કંઈ જ જાણતા ન હતા...

સંતનું નામ કેન્કો.
કેન્કો એટલે ઃ ‘કોણ જાણે ?’
‘મને શી ખબર ? હું શું જાણું’ જેવા અર્થમાં આપણે કહીએ છીએ, એ જ નામ સંતનું ઃ ‘કોણ જાણે - કેન્કો ?’
તેમને કોઈ પૂછતું નહિ. પૂછે કે ઃ ‘આપનું નામ ?’
‘કેન્કો- કોણ જાણે.’
‘આપનો જન્મ ક્યાં થયો હતો ?’
‘કેન્કો.’
‘આપનો અભ્યાસ ક્યાં સુધીનો ?’
‘કેન્કો’
‘આપ આશ્રમ કેમ સ્થાપતા નથી ?’
‘કેન્કો.’
દરેક સવાલનો તેમનો એક જ જવાબ ઃ ‘કેન્કો’
તેમને વાત કરવાની ગમતી જ નહિ. તેઓ ટોળાં ભેગા કરતા નહિ કોઈ પંથ ધર્મ કે મઠની સ્થાપના કરતા નહિ. તે ભલા ને તેમની મઢૂલી ભલી.
મોટે ભાગે તેઓ લખ્યા કરતા, લખ્યા જ કરતા. એક કાગળ તૈયાર થાય કે મઢૂલી પર ચોંટાડી દે. એવી જ રીતે બીજો કાગળ, ત્રીજો કાગળ. તેઓ કોઈ પુસ્તક બહાર પાડતા નહિ. ચોપાનિયા તૈયાર કરતા નહિ ક્યાંય લેખ લખતા નહિ. તેમની આ મઢૂલી જ તેમનું પુસ્તકાલય. વાંચવું હોય તો વાંચો. નહિ વાંચો તો અહીં કોને પડી છે, વાંચવાની ? કેન્કો.
કોઈ જગાએ પોતાનું નામ તો હરગિઝ લખતા નહિ.
જેને મન થાય તે આવીને મઢૂલી- લેખો વાંચી જાય. સમજે કે નાય સમજે.
નહિ સમજાય તેવું ઘણું હતું.
એ સંત સમજાય તેવા હતા જ નહિ. એમ કહોને કે તેઓ પોતાની જાતને સંત કહેતા જ ન હતા, માનતા જ ન હતા.
તેમનું લખાણ ઉંઘુ, અવળું, અટપટું અને ઉલટું લાગી રહેતું. હતું પણ તેવું જ.
એક જગાએ તેમણે લખ્યું હતું ઃ ‘સાબરના શંિગડામાં કદી નાક ખૂંપાવવું નહિ’ એટલે કે, સાબરના શંિગડામાં માથું ભરાવવું નહિ.
ભલા કોણ નવરું હોય કે સાબરના શંિગડામાં માથુ ભરાવવા જાય !
ખુલાસા કરનારા ખુલાસો કરે કે સાબરના માથામાં અને શંિગડામાં સૂક્ષ્મ કિટાણુઓ અને જીવાણુઓ હોય છે તેથી શરદી તો થાય જ, ઝેર ફેલાવાનોય સંભવ રહે છે. અને જો માથું ફસાયું તો નીકળે ખરું કે ? સાબરના શંિગડાં ઝાડમાં જ ભરાયા હોય તો તે જાતે જ કાઢી શકતું નથી. ત્યારે તમે ભલા તમારું માથું ક્યાંથી કાઢી શકવાના છો ?
સાબર શંિગમાં માથું નાખવાનો સવાલ જ ઊભો થતો નથી. તેમ છતાં સામે ગૂંચવણ, મૂંઝવણ અકળામણ સ્પષ્ટ હોવા છતાં કેટલાક અબૂધ લોકો તેમાં માથુ ખૂંપાવવા જાય છે. પછી કેવી દશા થાય છે તે આખી દુનિયા જોઈ રહે છે !
પણ આવા ખુલાસા તો બીજાઓ આપે, સમજુઓ આપે, કેન્કો તો માત્ર ઉપરનું વાક્ય જ લખે.
જ્યાં સીધે પગલે ગયા હો, ત્યાંથી પાછલા પગે પાછા ફરો.
શું સમજશો, કહો જોઈએ ? પાછલા પગે એટલે કે ઊધી ચાલે તમે ચાલી શકશો ? જેટલે સુધી તમે પહોંચ્યા છો ત્યાંથી ઊંધે પગે પાછલી ચાલે પાછા ફરી શકશો ?
સમજાવનારા સમજાવે કે ઃ ‘ધારો કે તમે ૧૧થી ૫ શાળામાં ગયા હો, સીધે પગલે જ્યારે શાળા છૂટે ત્યારે એ જ રસ્તે અવળે પગલે પાછા ફરવાનું રહેશે.’
આંખો એક તરફ, ચાલવાનું બીજી તરફ ? ફાવે ખરું ! કેન્કોઃ કોણ જાણે !
પણ કહેવાનો સાર એ કે સાંજના પાંચ વાગ્યાથી તમે પાછા ઉંધી ગણતરી કરો સાંજના ચાર વાગે ભૂગોળના સાહેબે શું શીખવ્યું હતું યાદ કરો, યાદ રહ્યું છે ? પાછા જાવ ત્રણ વાગે ઇતિહાસ ભણ્યા હતા તેમાંની કેટલી તારીખ, તવારિખ તમને યાદ રહી છે ? આગળ વધો એટલે કે બે વાગ્યે પહોંચો સાહેબે જે ગુજરાતી કવિતા ગોખાવડાવી હતી તે યાદ છે ? તેનું રટણ કરી શકો છો ? ઔર પીછે જાવ એક વાગ્યાના સાહેબે અંગરેજી પાઠ શીખવ્યો હતો, ેતેમાંનું કંઈ કેટલુંક યાદ રહ્યું છે - જોડણી, શબ્દો, વર્ણનો, ઔર આગે યાને કે પીછે જાવ બાર વાગે સંસ્કૃત શ્વ્લોક શીખ્યા હતા, શીખ્યા હતા ને ? તેમાંનું કંઈ યાદ છે ? છેલ્લી મંઝિલ શાળા શરુ થઈ ત્યારે પ્રાર્થના અને રાષ્ટ્રગીતો ગાયા હતા તે એકદમ મોઢે છે ખરા અક્ષરશઃ ?
પાછલા પગે ચાલવાની સૂચના પાછલી યાદ તાજી કરવાની છે. - જે ભણ્યા છે તે યાદ રાખવાનું છે નહિ તો સીધા જાવ અને સીધા પાછા ફરો કે ખલાસ ! બઘું ખતમ, આસન ખંખેરી ઊભા થઈ જાવ, ભેજું ખાલી થઈ જાય !
શરદી થઈ છે પડોશીના પહેરણથી નાક લૂછી નાખો ઃ
મરવાના જ ધંધા કે બીજું કાંઈ ? માર ખાધા વગર રહી શકો ખરા ?
અર્થ કરનારા કહે છે કે શરદીનો ચેપ તરત જ લાગે છે. જાહેરમાં છીંક ખાવ કે કિટાણુઓનો ફુવારો છૂટ્યો જ સમજો., જેટલા પાડોશી એટલા બધાને શરદી થઈ જ સમજો.
ભગવાનને મળવું છે ? કાંટા પર ચાલો, અણીદાર કપચી પર ચાલો
એ રીતે વળી કોણ ભગવાનને મળવા જવાનું છે ? પણ તમે એમ જ કરો છો. ભગવાનને મંદિરે જાવ છો ત્યારે ઓલા, પેલા, ઓલી, પેલીની જ વાતો કરો છો ભગવાનને મળવાને બહાને તમે કાંટા, કાંકરા, કપચી વાળતા આવો છો કે નહિ ?
કેન્કોના આવા ટેન કમાન્ડમેન્ટ્‌સ છે. દશ નિયમો. સમજો, નાસમજો તમે જાણો કેન્કોને શું ? એ પોતાની મઢૂલીએ નિયમો લટકાવે છે, તમારે બારણે આવીને થોડા જ છાપા મારે છે?
ચાલો જોઈ લો થોડાક નિયમો કે અનિયમો
* જાતને ઓળખવા શીર્ષાસન કરો, દુનિયાને ઓળખવા દર્પણમાં જુઓ.
* તળિયા વગરની ડોલથી જ કૂવામાંથી પાણી ભરજો.
* ખાધા પછી ઓડકાર ખાશો ? ના ઓડકાર ખાધા પછી જ ખાવાનું શરુ કરો
* જૂઠાને જપો, સાચાને સંતાપો, નબળાને સતાવો, પીડાયેલાને પીડો
* તરસ લાગે ત્યારે તડકો પીઓ
* ચિકિત્સકની ચિકિત્સા કરો, બીમાર સારા થઈ જશે.
* મુડની પ્રશંસા કરો, ડુંડને ઢોલ બનવા દો...
* સ્મશાને જઈને સભા ભરો.
* હાથથી ચાલો, પગથી વંદન કરો...
કેન્કો કોઈને બોલાવતા ન હતા, બલકે અહીં કોઈ આવશો નહિ ? એવી જ તેમની વાણી રહેતી છતાં લોકો ત્યાં આવતા જ. ટોળે ટોળા આવતા. સમાચાર પત્રની જેમ તેમના સૂત્રો વાંચી જતા. નોંધપોથીમાં નોંધી જતા. કેટલાક વર્તમાનપત્રોએ કેન્કોની કોલમ શરુ કરી હતી ઃ કેન્કો વાણી - આજની વાત.
પહેલા સૂત્ર લખે ઃ કઠણ આભ ને પોલી ધરતી, સૂના સ્વર્ગની ચગડોળ ફરતી.
પછી બે- ચાર કહેવાતા વિદ્વાનો એ શ્વ્લોકનું પોતપોતાની રીતે ભાષ્ય લખતા. તેના વળી પુસ્તકો ય છપાતાં જેની સાથે કેન્કોને કોઈ લેવા-દેવા નહીં એવું પુસ્તક બતાવવા ગયેલા સર્જકને તેમણે લખીને આપ્યું ઃ પાણીમાં ઉકાળીને પીઓ, કાવો બનાવો, મરેલાને પાવ.
દુનિયાની કોઈ પરવા નહિ, તેવા આ કેન્કો ૠષિ જાપાનમાં ચૌદમી સદીમાં થઈ ગયા. કહે છે કે તેઓ બુદ્ધના પ્રશંસક હતા. તેમને વિષે ઠેઠ સુધી કોઈ કંઈ જ જાણી શક્યું ન હતું. પણ તેમના અવસાન બાદ જાણે કે તેઓ જીવતા થઈ ગયા.
એ જગા ‘કેન્કો મઠ’ને નામે પ્રસિદ્ધ થઈ ગઈ. પુસ્તકાલયો તેમના વિષેના પુસ્તકોથી ઉભરાઈ રહ્યા.
દીવાને અંધકાર ફેલાવવાના સાધન તરીકે માનતા કેન્કોએ ઊંચી ઊભી બેઠકના એક એવા દીવાની શોધ કરી કે ઉપરના કોડિયાની વાટ ઠેઠ નીચે સુધી પહોંચતી. તેલ કદી ખૂટતું નહી. દીવો કાયમ ઝળહળતો રહેતો પ્રકાશને બદલે અંધકાર જ વધારે ફેલાવતો પણ કેન્કોને ક્યાં શાસ્ત્રો રચવા હતા તેઓ તો અંધારાના જ આદિશ્વર હતા.
તેમણે રાજ્ય આશ્રય નકાર્યો હતો, પંડિતોમાં કદી ભળતા નહિ, વિદ્વાનો સાથે કદી ચર્ચામાં ઉતરતા નહીં.
દુનિયા કો લાત મારો, દુનિયા સલામ કરે એવુંય વેણ તેઓ ઉચ્ચારતા નહિ. કેમ કે, તેઓ હતા ઃ કેન્કો.

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved