Last Update : 07-April-2012, Saturday
 

હાફીઝ અમેરિકાની ઠેકડી ઉડાડે છે
પાક. ગમે તેટલી 'ના' કહે પરંતુ સઈદને નિર્દોષ ઠરાવી નહીં શકે ઃ ક્રિશ્ના

૨૬/૧૧ મુંબઈ હુમલામાં હાફીઝ સઈદની સંડોવણી અંગે ભારતે સંપૂર્ણ માહિતી પાક.ને આપી જ છે
(પી.ટી.આઇ.) બેંગ્લોર, તા. ૬
પાકિસ્તાનના પ્રમુખ આસિફઅલી ઝરદારીની ભારત મુલાકાત પૂર્વેના બે દિવસે વિદેશ પ્રધાન એસ. એમ. ક્રિશ્નાએ બેંગ્લોરમાં સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા મુંબઈ ૨૬/૧૧ હુમલામાં માસ્ટર માઇન્ડ હાફીઝ સઈદની, તે હુમલાની સંડોવણી અંગે પાકિસ્તાન ગમે તેટલો ઇન્કાર કરે પરંતુ તેથી જમાત-ઉદ્દ-દાવા (જેયુડી)નો એ વડો તેમાં સંડોવાયેલો નથી તેમ કહી જ શકાય તેમ નથી. તે રીતે આક્ષેપોમાં નિર્દોષ છે તેમ માની જ શકાય તેમ નથી. તો બીજી તરફ પોતાના વિષે માહિતી આપવા માટે અમેરિકાએ જાહેર કરેલા ૧ અબજ ડોલરની ઠેકડી ઉડાડતા હાફીઝ સઈદે પાકિસ્તાનમાં જણાવ્યું હતું કે, તે રકમ તેને જ આપવી જોઈએ કારણ કે તે અમેરિકન સત્તાધીશોને પોતે ક્યાં છે તે અંગે માહિતી આપવા તૈયાર છે.
વિદેશ પ્રધાન ક્રિશ્નાએ પત્રકારોને કહ્યું હતું કે, 'ગૃહપ્રધાને, પાકિસ્તાનની સરકારને મુંબઈ પરના ૨૬/૧૧ હુમલા અંગે સઈદની તે હુમલાનું આયોજન કરવામાં અને અમલ કરવામાં પણ રહેલી સંડોવણી અંગેની સંપૂર્ણ માહિતી (ડોઝિયર) આપી જ દીધું છે.'
પત્રકારોએ જ્યારે તેમને પૂછ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ તો તેમ જણાવ્યુ કે હાફિઝ સઈદની બાબત તો પાકિસ્તાનની આંતરિક બાબત છે અને જો ભારત પાસે તેના વિષે કોઈ સબળ પુરાવા હોય તો તેને પાકિસ્તાનને આપવા જોઈએ. આ વિષે આપનું શું કહેવું છે ? ત્યારે તેના જવાબમાં ક્રિશ્નાએ કહ્યું હતું કે, 'ગમે તેટલા ઇન્કારો તેને આ આક્ષેપમાંથી મુક્ત કરી જ ન શકે. વાસ્તવમાં તે વિષે ન્યાયિક તપાસ અનિવાર્ય છે પરંતુ કમનસીબે પાકિસ્તાને તે અંગે પૂરતી તપાસ જ યોજી નથી.'
હાફીઝ સઈદ વિષે માહિતી આપવા અંગે અમેરિકાએ ૧ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યા પછી પાકિસ્તાની સંસદના બંને ગૃહો નેશનલ એસેમ્બલી અને સેનેટની સંયુક્ત બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગિલાનીએ આ પ્રકારની ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાનના પ્રમુખ અસીફઅલી ઝરદારી તો વાસ્તવમાં અજમેરની દરગાહ શરીફના દર્શનાર્થે આવવાના છે. આ તેઓની અંગત મુલાકાત છે તેમ છતાં તેઓના માનમાં વડાપ્રધાન મનમોહનસિંહ રવિવારે એક ભોજન સમારંભ યોજવાના છે. આ ભોજન સમારંભમાં હાફીઝ સઈદનો મુદ્દો ઉઠાવશે કે કેમ તેના ઉત્તરમાં ક્રિશ્નાએ કહ્યું હતું કે, સહજ રીતે જ દરેક દ્વિપક્ષીય પ્રશ્નોની તેમાં ચર્ચા થવા સંભવ છે. પરંતુ તેમંા વિશેષ છણાવટ થવા સંભવ નથી કારણ કે સમય ઓછો રહેશે.
આ ઉપરાંત પાકિસ્તાનના વિદેશ પ્રધાન હીના રબ્બાની ખારે તેમની ગત વર્ષની દિલ્હી મુલાકાતમાં કહ્યું હતું કે, ભારત સંબંધે પાકિસ્તાનના અભિગમમાં પરિવર્તન આવ્યું છે એ વિષે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં વિદેશ પ્રધાને કહ્યું હતું કે, પહેલા તેમણે (હીના રબ્બાનીએ) ખાનગીમાં અને પછી માધ્યમો સમક્ષ પણ ભારત સાથેની ચર્ચામાં (પાકિસ્તાનમંા) માનસિક પરિવર્તન આવી ગયું છે તેમ તેઓએ જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved