Last Update : 07-April-2012, Saturday
 

ગુપ્ત માહિતી 'લીક' કરવાનો CIAના પૂર્વ અધિકારી પર આરોપ

૯/૧૧ પછી અલ-કાયદાના એક ઓપરેટર પર ત્રાસ ગુજારાયો હોવાનું મિડીયાને જણાવી દીધું

(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન, તા. ૬
માહિતી કઢાવવા માટે અમેરિકાની જાસૂસી સંસ્થાઓ દ્વારા અલ-કાયદાના શંકાસ્પદોના માથા પાણીમાં વારંવાર ડૂબાડવામાં આવતા હતા તે હકીકત લીક કરી દેવા માટે સીઆઇએના એક પૂર્વ અધિકારી જ્હોન સી. કીર્યાકુ ઉપર ગઈકાલે વર્જિનિયા રાજ્યની એલેકઝાન્ડ્રિયા સ્થિત ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ વિધિવત આરોપનામું મૂક્યું હતું. જેમાં મહત્ત્વની ગુપ્ત માહિતી 'લીક' કરવાના આરોપો તેની ઉપર મૂકાયા હતા તે સાથે તેના એક સાથી ઉપર પણ આરોપો મૂકાયા હતા. ઓબામા શાસન દરમિયાન મહત્ત્વની માહિતીઓ લીક થઈ હોવાની આ છઠ્ઠી ઘટના છે.
૪૭ વર્ષના આ કીર્યાકની ્ન્યૂયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટર સહિત કેટલાક રિપોર્ટરને આવી માહિતી લીક કરી હોવાના આરોપસર જાન્યુઆરી મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇએના આ અધિકારીએ ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧માં થયેલા ત્રાસવાદી હુમલા પછી તે અંગે આ અધિકારીએ ભજવેલી ભૂમિકા ક્લાસિફાઇડ ગણવામાં આવી છે. આ હુમલા પછી અલકાયદાના શંકાસ્પદ ઓપરેટટર અને તેના ફાયનાન્સીયર અબુ ઝુબાઈદાહની કેટલીક મહિના પછી ધરપકડ કરાયા બાદ તેની પાસેથી માહિતી કઢાવવા જાસૂસ અધિકારીઓએ ૮૩ વખત તેનું માથું પાણીમાં બોળ્યું હતું. તેમ સીઆઇએના આ પૂર્વ એજન્ટે જણાવ્યું હતું.
અત્યારે જામીન પર છૂટેલા આ કીર્યાકને તા. ૧૩મી એપ્રિલે એલેકઝાન્ડ્રિા સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થવા ફરમાવવામાં આવ્યું હતું.
અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા એફબીઆઇના એજન્ટોએ કરેલી પૂછપરછ દરમિયાન સી. કીર્યાકુએ આ આરોપને રદિયો આપ્યો હતો અને પોતે ઝુબાઈદાહનું નામ રિપોર્ટરોને આપ્યું નહી હોવાનું જણાવ્યું હતું.
એફબીઆઇ એજન્ટોએ કહ્યું હતું કે, પોતાનું પુસ્તક ધ રિલક્ટન્ટ સ્પાય માય સિક્રેટ લાઇફ ઇન ધ સીઆઇએઝ વોર ઓન ટેરર નામનું પુસ્તક પ્રસિદ્ધ કરવાની પરવાનગી મેળવવા માટે તેણે સીઆઇએ સમક્ષ ખોટું નિવેદન કર્યું હતું.
આ પૂર્વ જાસૂસ ઉપર મુકાયેલા આરોપો જો સાબિત થાય તો તેને પાંચ વર્ષની સજા થવા સંભવ છે. કારણ કે તેથી ઇન્ટેલિજન્સ આઇટેન્ટીટીઝ પ્રોટક્શન એક્ટ અથવા એસ્પાયોનેજ એક્ટ નીચે સજા થઈ શકે તેમ છે. આ કાયદા નીચે વધુમાં વધુ ૧૦ વર્ષની સજા થાય તેમ છે. એબીસી ટી.વી. ચેનલને આપેલી એક મુલાકાતમાં કીર્યાકુએ ઝુબાઈદાહને ૮૩ વખત પાણીમાં માથુ ડૂબાડી તેની પાસેથી માહિતી કઢાવી હતી. તેણે આ પદ્ધતિ જરૃરી છે કે કેમ તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved