Last Update : 07-April-2012, Saturday
 

ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પરાજયનું કોંગ્રેસે પોસ્ટમોર્ટમ કર્યું
UPમાં મુસ્લિમ ક્વોટાનો મુદ્દો હારનું કારણ ઃ રાહુલ

પરાજયથી હું વિચલિત નથી ઃ મુસ્લિમોને અનામતના મુદ્દે બેજવાબદાર નિવેદનોએ મતદારોને મૂંઝવ્યા હોવાનું રાહુલનું તારણ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૬
કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ આજે સ્વીકાર્યું હતું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસ અને મુસ્લિમોને અનામતમાં ૯ ટકા જેવા મુદ્દા ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસની હારનું કારણ હોઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસની બેઠકમાં ભાગ લેનાર નેતાઓ લઘુમતીના સબ કવોટા અંગે મુંઝવણમાં હતા. રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે પક્ષમાં ગેરશિસ્ત ચલાવી લેવાશે નહીં. બેઠકમાં ઘણા નેતાઓએ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા કરાયેલા વિવાદાસ્પદ નિવેદનોને દોષીત ગણ્યા હતા.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની રાજય કોંગ્રેસ કમિટિને બરખાસ્ત કરવામાં આવશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ ઉત્તર પ્રદેશમાં રહેશે અને ત્યાં જવાબદાર વ્યકિતની જરૃર છે.
કોંગ્રેસના પરાજયની સમીક્ષા કરવા યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ હાર સ્વીકારી લે તેવા નથી. કાર્યકરોને તેમણે સારા દિવસો લાવવા પ્રતિબદ્ધ થવા જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશની ચૂંટણીના પરિણામોની સમીક્ષા માટે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી સલીમ શેરવાણીએ જણાવ્યું હતું કે દરેક જણ દોષીત છે. તમામ સભ્યોએ કોઇ નેતાના નામનો ઉલ્લેખ કર્યા વિના કોંગ્રેસી નેતાઓના નિવેદનોને દોષીત ગણાવ્યા હતા. બેઠકમાં ખૂબજ નિખાલસતાથી ચર્ચા થઇ હતી.
નેહરૃ ગાંધી પરિવારના ગઢ જેવા અમેઠી અને રાયબરેલીના નબળા પરિણામોની પણ બેઠકમાં નોંધ લેવાઇ હતી.
કેન્દ્રિય મંત્રીઓ સલમાન ખૂરશીદ, બેની પ્રસાદ વર્મા, શ્રી પ્રકાશ જયસ્વાલ વગેરેના વિવાદાસ્પદ વિધાનો અંગે બેઠક બાદ ચર્ચાઓ થવા પામી બતી.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસમાં આમૂલ પરિવર્તનના સંકેત આપ્યા હતા અને હવે નક્કર પગલાંની જરૃર હોવાનું જણાવ્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved