Last Update : 07-April-2012, Saturday
 

સોનીયા ગાંધી અને નાણાં પ્રધાને ખાતરી આપતાં
ઝવેરીઓની દેશવ્યાપી વીસ દિવસની હડતાળનો આવેલો અંત

એક્સાઈઝ પ્રશ્ને સરકાર ઝુકી ઃ ૨૦ દિવસના ઐતિહાસિક બંધ પછી આજથી જવેલર્સ ફરી કામે ચડી જશે ઃ લગ્નસરાની ખરીદીનો ધસારો વધશે
(વાણિજય પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૬
દેશના ઝવેરી બજારના ઈતિહાસમાં સૌથી લાંબી ઐતિહાસિક અને ૨૦ દિવસ ચાલેલી દેશવ્યાપી હડતાળનું આજે સમાધાન થતાં અમુક રાજ્યોમાં બપોર પછી જવેલર્સની દુકાનો ખુલી ગઈ હતી અને અન્ય રાજ્યોમાં શનિવારથી (આજથી) ઝવેરીઓ કામે ચડી જશે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
૧૬મી માર્ચે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં નાણાંપ્રધાન પ્રણવ મુખર્જીએ બ્રાન્ડેડ તથા નોન બ્રાન્ડેડ બધા ઝવેરાતો પર એકસાઈઝ લાદતાં દેશભરમાં તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા હતા અને રોષે ભરાયેલા ઝવેરીઓ બજેટ પછી તુરંત હડતાળ પર ઉતરી ગયા હતા જેનું આજે સમાધાન થયું હતું. નાણાંપ્રધાને આજે ઝવેરીઓએ એક્સાઈઝ રજીસ્ટ્રેશન તથા નંબર લેવો નહિં પડે તથા એક્સાઈઝવાળા તેમને હેરાન નહિં કરે અને આવી ખાતરી આપ્યા પછી જવેલર્સોના ઓલ ઈન્ડિયાના પ્રતિનિધિઓએ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય કરતાં હવે શનિવારથી (આજથી) ઝવેરી બજારોમાં રોનક પાછી ફરશે અને લગ્નસરાનો ધમધમાટ ફરી શરૃ થઈ જશે એવા સંજોગો ઉભા થયા છે. દિલ્હીમાં સંસદમાં બજેટ અને ફાઈનાન્સ બિલ ૨૦૧૨ની ચર્ચા, પ્રત્યુત્તર છઠ્ઠી મેથી શરૃ થશે અને ૧૧મી મે સુધી ચાલશે અને આ ગાળામાં નાણાંપ્રધાન સંસદમાં ઝવેરીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવતી જાહેરાત કરશે એવી ખાતરી નાણાં પ્રધાને ઝવેરીઓના પ્રતિનિધિઓને આપી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ (સીબીઈસી)ના અધ્યક્ષ એસ.કે.ગોયલે જણાવ્યું હતું.
૨૦ દિવસની દેશવ્યાપી હડતાળના કારણે ઝવેરી બજાર અને ઉદ્યોગને આશરે રૃ.૨૦ હજાર કરોડનું નુકશાન થયું છે જયારે સરકારને આશરે રૃ.૧૨૦૦ કરોડની મહેસુલી આવક ગુમાવવી પડી છે, એવું ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ ફેડરેશનના અધ્યક્ષ વચ્છરાજે જણાવ્યું હતું. અમે ઝવેરીઓને ફરી કામે ચડી જવાની હાકલ કરી છે, એવું જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ જૈને જણાવ્યું હતું. થાઈલેન્ડથી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ દેશમાં આયાત થતી જવેલરી પરની ઈમ્પોર્ટ ડયુટીની અસમાનતા તથા અન્ય મુદ્દાઓ પણ ઉકેલવા નાણાંપ્રધાને ખાતરી આપી હોવાનું તેમણે જણાવ્યું હતું.ભારતમાં ૨૦૧૧માં ૯૬૭ ટન સોનાની આયાત થઈ હતી પરંતુ ત્યાર પછી ચાલુ વર્ષે ઈમ્પોર્ટ ડયુટીમાં ધરખમ વધારો તથા ઝવેરીઓની લાંબી ચાલેલી હડતાળ વચ્ચે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગુજરાતના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી લીધી છે. દક્ષિણ ભારત તથા ઉત્તર-ભારતના ઘણા શહેરોમાં તો શુક્રવારે બપોર પછી દુકાનો ખોેલી નાંખવામાં આવી હતી. દિલ્હીમાં આજે જવેલર્સના પ્રતિનિધિઓ કોંગ્રેસ પ્રમુખ અને યુપીએના ચેરપર્સન સોનીયા ગાંધીને તથા નાણાં પ્રધાન પ્રણવ મુખર્જીને મળ્યા હતા. જો કે આગળ ઉપર ૬થી ૧૧ મે દરમિયાન સંસદમાં બજેટ પ્રશ્નોત્તરીમાં નાણાં પ્રધાન સત્તાવાર જાહેરાત નહિં કરે તો ત્યાર પછી ફરી હડતાળ પર ઉતરી જવાનો વિકલ્પ ઝવેરીઓએ ખુલ્લો રાખ્યો છે. આ જોતાં ૧૧મી મે સુધી હડતાલ મોકૂફ રહેશે અને ત્યાર પછી સંજોગોન ે આધીન નિર્ણય કરાશે એવું ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ટ્રેડ ફેડરેશનના ગવર્નિંગ બોર્ડના ડાયરેકટર દિનેશ જૈને જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષે ઝવેરીઓની સમસ્યાઓ પ્રત્યે ઉકેલ લાવવાનો અભિગમ બતાવતા સરકારને વિનંતી કરી હતી એવું કોંગ્રેસના જનરલ સેક્રેટરી જનાર્દન ત્રિવેદીએ દિલ્હીમાં જણાવ્યું હતું. એક્સાઈઝ ડયુટી દૂર કરવા ઉપરાંત ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા તથા રૃ.૨ લાખની રોકડ ખરીદી પર ટીડીએસની દરખાસ્ત અંગે પણ ફરેવિચારણા કરવાની માંગણી નાણાં પ્રધાનને કરાઈ હોવાનું ઓલ ઈન્ડિયા સ્વર્ણકાર સંઘના અધ્યક્ષ મધુકર ચાચડે જણાવ્યું હતું.
લગ્નસરાની મોસમમાં ઝવેરી બજારો ૨૦ દિવસ બંધ રહેતાં મોસમી ગ્રાહકો પણ હાલ મુંઝાયા હતા અને હવે જવેલર્સની દુકાનો ફરી ખુલી જતાં લગ્નસરાની ખરીદી બજારોમાં જોરશોરથી નિકળવાની આશા જાણકારો શુક્રવારે મોડી સાંજે બતાવી રહ્યા હતા. ભારતમાં ઝવેરીઓની હડતાળ ખુલી જતાં હવે વિશ્વ બજારમાં આવતા સપ્તાહથી ફરી ભાવો વધવાની શક્યતા બજારમાં બતાવાતી હતી.
ભારતમાં હડતાળના કારણે વિશ્વ બજારમાં સોનાના ભાવો તાજેતરમાં ૬૦-૭૦ ડોલર તૂટી ૧૬૧૫થી ૧૬૨૦ ડોલર થઈ ગયા હતા તે છેલ્લે ૧૬૩૧થી ૧૬૩૨ ડોલર રહ્યાના સમાચારો હતા.
તાજેતરમાં લાલુ પ્રસાદ યાદવ તથા મમતા બેનર્જીએ પણ ઝવેરીઓની સમસ્યાઓ ઉકેલવા સરકારને રજૂઆત કરી હતી. ભારતમાં જવેરાતના વેપાર-ઉદ્યોગ પર આશરે દોઢ કરોડ લોકો પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે નિર્ભર રહ્યા હોવાનો દાવો વેપારી સંગઠનોએ કર્યો હતો.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved