Last Update : 07-April-2012, Saturday
 
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત

પાલિતાણા નગરપાલિકા વિસ્તારમાં જીવહિંસા અટકાવવા નગરપાલિકા ધ્વારા પંદર દિવસમાં ઠરાવ કરી જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરાશે અને સરકારમાં મોકલાશે

(ફેક્સ) પાલિતાણા, તા.૬
પાલિતાણા નગરપાલિકા વિસ્તારમાં જીવહિંસા અટકાવવા અંગે પાલિતાણા નગરપાલિકામાં પંદર દિવસમાં ઠરાવ કરવાની તંત્રએ ખાતરી આપતા કતલખાના બંધ કરાવવાની માગ સાથે પાલિતાણામાં નવ દિવસથી અનિશ્ચિત મુદ્દતના અનશન પર રહેલ જૈન મુનીરાજે આજે પારણા કરતાં અનિશ્ચિત મુદતના અશનનો સુખદ અંત આવ્યો હતો.
આ અંગેની વિગતમાં કતલખાના બંધ કરાવવાની માગ સાથે પાલિતાણામાં જૈન મુનીરાજ મૈત્રીપ્રભ સાગરજી મ.સા. અને દિવ્ય શેખર મ.સા.એ ગઈ તા.૨૯-૩ થી અનિશ્ચિત મુદતના અનશનનો પ્રારંભ કર્યો હતો. દરમિયાનમાં જૈન મુની રાજ મૈત્રીપ્રભ સાગરજી મ.સા.એ આ મુદ્દે તા.૬ ના રોજ બપોરે ૧૨.૩૩ વાગ્યે આત્મવિલોપન કરવાની ચીમકી આપતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. બે વખત નિવાસી અધિક કલેકટર અને ત્યારબાદ ગઈકાલે જિલ્લા કલેકટરે તેમને સમજાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. દરમિયાનમાં, આજે નવમાં દિવસે સમજાવવામાં સફળ રહ્યા હતા.
પાલિતાણા જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. તેથી પાલિતાણામાં માચ્છીમારી, ઈંડા, માસ, મચ્છી, મટન, કતલખાના તથા કતલ કરીને કે બહારથી લાવીને વેંચવા પર પ્રતિબંધ ફરમાવવા જૈન મુનીરાજની માગણી હતી. જેના અનુસંધાને કલેકટરે ચીફ ઓફિસરને આજથી ઔપચારિક અમલ કરવા સૂચના આપી હતી અને ત્યારબાદ પાલિતાણા નગરપાલિકામાં ઠરાવ થશે. ઠરાવ કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મોકલવામાં આવશે. જે દરખાસ્ત ભલામણ સાથે જિલ્લા કલેકટર દ્વારા શહેરી વિકાસ ખાતામાં મોકલી પ્રોસેસ પૂરી કરાશે. આ પ્રોસેસ પૂરી થતાં અંદાજે ત્રણ મહિના જેવો સમય લાગશે. તેનો અમલ કરાવવાની અને આ બાબતમાં સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. પાલીતાણા તિર્થમાં દર વર્ષે લાખો યાત્રીકો ધર્મ ભાવના સાથે આવે છે. તેમના જાન - માલનું રક્ષણ કરવા બાબત આ અંગે પોલીસ અધીક્ષકને પોલીસ બંદોબસ્ત વધારવાથી માંડી કોઈ અગવડ ન પડે તે માટેની જરુરી સૂચના સ્થળ ઉપર જ કરી હતી. અને જ્યા સુધી કાયદાકિય પ્રોસેસ પૂરી ન થાય ત્યા સુધી ઔપચારિક અમલ કરાવવા માટે આજ થી જ કામે લાગવા માટે તંત્રને હાંકલ કરી હતી. આ અંગે કોઈ પણ જાતની ફરીયાદ હોય તો. ડી.વાય.એસ.પી. પાલીતાણા અને પોલીસ અધિક્ષક ભાવનગરને કરવી. તેમજ ટૂંક સમયમાં મૂનિ મહારાજ જે સજેશ કરે તે વ્યક્તિઓ અને નાયબ કલેકટર પાલીતાણા, ડી.વાય.એસ.પી. પાલીતાણા અને પી.આઈ. પાલીતાણાની એક કમીટી બનશે અને આ અંગે અમલ થઈ રહ્યો છે કે નહીં આ અંગે ક્યા કચાશ રહી છે. તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. મહિને એક વખત આ બેઠક અચૂક મળશે. હાલ તો આ બધુ નક્કી થઈ ગયુ અને પારણા થઈ ગયા. પરંતુ કેટલું સફળ થાય છે તે આવનારો સમય જ બતાવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved