Last Update : 07-April-2012, Saturday
 

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ તેલના ભાવ યથાવત

ભાવ બાંધણું કે દાણાની નિકાસબંધી સિવાય છૂટકો નથીઃ સીંગદાણામાં ટનદીઠ રૃા ૧૦૦૦થી ૧૫૦૦ ઘટયાં

રાજકોટ, શુક્રવાર
રાજય સરકારે ખાદ્યતેલોના ભાવને કાબુમાં રાખવા સ્ટોક મર્યાદાનું ઉગામેલું શસ્ત્ર બુઠ્ઠુ સાબિત થયું હોય તેમ સરકારની જાહેરાત પછી સિંગતેલ સહિત અન્ય ખાદ્યતેલોના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. જો કે સીંગદાણા ગભરાટભરી વેચવાલી રહેતા ટનદીઠ રૃા ૧૦૦૦થી ૧૫૦૦નો ઘટાડો નોંધાયો હતો.
ખાદ્યતેલોમાં અસહ્ય ભાવ વધારો થયા પછી સરકારે ભાવને કાબુમાં લેવા સ્ટોક નિયંત્રણો લાગુ કર્યો છે. પરંતુ મગફળીની ઓફ સીઝનમાં તેલમિલરો અને જથ્થાબંધ છૂટક વેપારીઓ માટે સ્ટોક લીમીટ અપાઈ છે તે ઘણી વધુ હોવાથી સરકારની આ જાહેરાતથી કોઈ અસરકારક અસર થઈ નથી. તેલ મિલરોએ પર આ સ્ટોક મર્યાદાની કોઈ અસર પડી ન હોય તેથી આજે સિંગતેલ સહિતના ખાદ્યતેલોના ભાવ યથાવત રહ્યાં હતાં.
આજે રાજકોટ સિંગતેલ નવાટીનના રૃા ૨૦૭૫ થી ૨૦૮૦ અને કપાસિયા તેલમાં રૃા ૧૧૪૦ થી ૧૧૫૦ના ભાવ સ્થિર રહ્યાં હતાં. તેલના ભાવને કાબુમાં રાખવા સ્ટોક મર્યાદના બદલે ભાવબાંધણું કે સીંગદાણા પર નિકાસ પ્રતિબંધ મૂકવાની જરૃર હતી.
સ્ટોક નિયંત્રણના ગભરાટથી સીંગદાણામાં ગભરાટભરી વેચવાલી રહી હતી. બીજી તરફ નિકાસી માંગ ઘટતા સીંગદાણામાં ટનદીઠ રૃા ૧૦૦૦થી ૧૫૦૦ ઘટી સીંગદાણા ૪૦થી ૫૦ કાઉકાઉન્ટના રૃા ૭૧૫૦૦, અને ૫૦૬૦ કાઉન્ટના રૃા ૬૦૫૦૦ રહ્યાં હતાં. સીંગદાણા જી૧૦ ૬૦થી ૭૦ કાઉન્ટના રૃા ૭૩૦૦૦ના ભાવ રહ્યાં હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved