Last Update : 07-April-2012, Saturday
 
'બોલ મારી અંબે જય-જય અંબે'ના ગગનભેદી જય ઘોષ ગૂંજી ઉઠયા
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

દૂર - દૂરથી આવેલા એક લાખથી વધુ ભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્ય બન્યા ઃ મેળો નિર્વિઘ્ને સંપન્ન

ખેડબ્રહ્મા, તા. ૬
ખેડબ્રહ્માના અંબાજી હાઇ-વે ચૈત્રી પૂનમે ભરાયેલા મેળામાં દૂર દૂરથી હજારો ભક્તો 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષ સાથે આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ માના દર્શન કરવા લાઇનો લાગી ગઇ હતી અને નિર્વિઘ્ને મા જગદંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તરફથી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રણ દિવસના મેળામાં એક લાખથી વધુ ભક્તો ઉમટી પડયા હતાં.
અંબિકા માતાજીના સાનિધ્યમાં ચૈત્રી અને ભાદરવી પૂનમે મોટા મેળા ભરાય છે. ગુજરાતભરમાંથી હજારો યાત્રાળું આવે છે. આજે ચૈત્રી પૂનમે હજારોની સંખ્યામાં ભક્તોએ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. છેલ્લાં ત્રણ દિવસથી ચૈત્રી પૂનમનાં મેળામાં એક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા. મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને સુંદર રીતે દર્શન થાય તે રીતે વ્યવસ્થા કરી હતી. તેમજ પોલીસ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સઘન પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા વિવિધ જાતની વસ્તુઓ, રમકડાં, ફોટા, સૌભાગ્ય પ્રસાધનોની દુકાનો મંદિરના આગળના ચોકમાં કરી હતી. ભક્તો દ્વારા માનતાઓ પૂરી કરવા ધજાઓ ચડાવવામાં આવી હતી.ખેડબ્રહ્મા શ્રી અંબિકા માતાજી પૂનમીયા મંડળ દ્વારા દર્શનાર્થીઓને અગાઉ ૨૦ રૃપિયામાં જમવામાં આપવામાં આવતું હતું પરંતુ ૧-૪-૨૦૧૨થી માત્ર ૧૫ રૃપિયામાં જમવાનું આપવાનું ચાલુ કરેલ છે. બાળકો માટે માત્ર ૧૦ રૃપિયામાં સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે તેમજ પૂનમના દિવસે ચોખ્ખા ઘીના લાડુ આપવામાં આવે છે. આજે પૂનમે દશ હજાર દર્શનાર્થીઓએ ભોજનનો લાભ લીધો હતો તેમ પૂનમીયા મંડળના મેનેજર ધુળાભાઈ પટેલે જણાવ્યું હતું.

અંબાજીમાં ચૈત્રિ પૂનમે બે લાખ ભક્તોએ દર્શન કર્યા
પોલીસ દ્વારા યાત્રિકો પર આક્રમક વલણ રાખવામાં આવતા રોષ ઃ એક યાત્રિકે ફરિયાદ આપી
અંબાજી,તા.૬
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ચૈત્રી પૂનમે અંદાજીત બે લાખથી પણ વધુ યાત્રિકો દર્શન કરવા ઉમટી પડયા આજે વહેલી સવારથી જ લાંબી લાંબી લાઈનો લાગી હતી. દેવસ્થાન ટ્રસ્ટ વતી દર્શન માટે વ્યવસ્થા ગોઠાવવામાં આવી હતી. ચૈત્રી પૂનમ એટલે ભાદરવી પૂનમ પછીની આ બીજી સૌથી મોટી પૂનમ મનાય છે. ચૈત્રી નવરાત્રીમાં અનુષ્ઠાન કરતા યાત્રિકો પૂનમે ર્માં અંબાના દર્શન કરી પોતાની આસ્થા પૂર્ણ કરે છે. સખ્ત ગરમી હોવા છતાં યાત્રિકના ઉત્સાહમાં કોઈ ફરક પડયો ન હતો. દેવસ્થાન ટ્રસ્ટ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને ઠંડુ મીનરલ પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ. યાત્રિકો શાંતિથી ર્માં અંબાના દર્શન કરી રહ્યા હતા ત્યારે પાવડી પૂજા કરવા માટે આવતા બ્રાહ્મણો સાથે આજે ફરજ પરના એક પી.એસ.આઈ.એ કોઈપણ જાતના કારણ વગર અમદાવાદના રહીશ ત્રિપાઠી ચંદ્રેશભાઈ પાવડી પૂજા કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન નિયમ વિરૃધ્ધ પેન્ટ શર્ટ પહેરીને આવતા યાત્રિકો વિશે ફરીયાદ કરવા જતાં આ પોલીસ અધિકારીએ ખાખી વર્દીનો રોફ બતાવતા તેઓની ઉપર રીતસર ડંડા વડે તુટી પડયા હતા અને બ્રાહ્મણ યાત્રિક સાથે એક આતંકવાદી જેવું જાહેરમાં વર્તન કરતા તમામ યાત્રિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. અસરગ્રસ્ત આ યાત્રિક વહીવટદાર શ્રી મંદિરને આ અંગે લેખિત ફરીયાદ કરી પી.એસ.આઈ. સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરેલ છે. આ અંગે વહીવટદાર એમ.એસ. જોષીએ જણાવ્યુ હતુ કે આવો બનાવ બન્યો છે તેને હું વખોડી કાઢું છુ અને જિલ્લા પોલીસ વડાને આ અંગે સખ્ત કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરીશ કે મંદિરમાં ફરજ બજાવતા જવાનો કે પોલીસોનું વર્તન ઘણું જ ખરાબ હોય છે. તેઓ દર્શન કરવા આવતા યાત્રિકોને આતંકવાદીઓ સમજે છે. જે યોગ્ય નથી સરકારે એ આવા બે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved