Last Update : 07-April-2012, Saturday
 

મહુધા ડાકોર રોડ પર અલીણા નજીક સરદારપુરા પાટિયા પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત

જાંબુઆથી અમદાવાદ આવતી લક્ઝરી બસ વહેલી સવારે પાછળથી ડમ્પરને અથડાતા અકસ્માત સર્જાયો

તમામ મૃતકો આદિવાસી શ્રમિકો હતા ઃ ૧૨ને ઈજા

 

નડિયાદ,તા.૬
મહુધાથી ૧૧ કિલોમીટરના અંતરે ડાકોર રોડ પર અલીણા નજીકના સરદારપુરાના પાટિયા પાસે શુક્રવારે વહેલી સવારે એક લકઝરી બસ અને ડમ્ફર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં આઠ મુસાફરોએ સ્થળ પર જ્યારે એક જણે હોસ્પિટલમાં જાનગુમાવ્યા હતા. જ્યારે ૧૨ થી વધુને ઈજાઓ પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મોતને ભેટનારા નવ મુસાફરો આદિવાસી શ્રમિકો હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. આ અકસ્માતની વિચિત્રતા એ હતી કે કપચી ભરીને ઉભેલા ડમ્ફર પાછળ દાહોદથી અમદાવાદ જતી વખતે અથડાયેલી લકઝરી બસના ફુરચેફુરચા ઉડી ગયા હતા. જ્યારે ડમ્ફરને સાવ નહિવત્ નુકસાન થયું હતું.

બનાવ સંદર્ભે પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ દાહોદ, જાંબુઆ (મધ્યપ્રદેશ)થી એક લકઝરી બસનં. જી.જે.૩ વાય ૨૭૧ મુસાફરો ભરીને અમદાવાદ તરફ જતી હતી, ત્યારે આજે સવારે છ વાગ્યાના સુમારે ડાકોર-મહુધા રોડ પરના અલીણા નજીકના મિયાપુર અને સરદારપુરાના પાટિયા પાસે કપચી ભરીને રોડની બાજુમાં ઉભેલા ડમ્ફરનં. જી.જે. ૭ યુ.યુ. ૪૩૪૦ ના પાછળના ભાગે આ લકઝરી બસ ઘડાકાભેર અથડાઈ હતી. સવારના સમયમાં આ લકઝરી બસના મુસાફરો પણ નિંદ્દામાં હતા, ત્યારે એકાએક સર્જાયેલા આ અકસ્માતથી મુસાફરોએ ચિચિયારીઓ સાથે રોક્કળ મચાવી હતી.
આ ગોઝારા અકસ્માતમાં જોત-જોતામાં સ્થળ પર જ આઠ જણે જાન ગુમાવ્યા હતા. તેઓ પોતાના વતન મધ્ય પ્રદેશના જાંબુવા અને દાહોદ થી અમદાવાદ તરફ મજૂરી કામ માટે જતા હતા. ત્યારે નડેલા આ ગોઝારા અકસ્માતમાં અન્ય એક આઘેડે મહુધા સરકારી દવાખાનામાં જાનગુમાવ્યો હતો. આમ, આ અકસ્માતમાં કુલ નવ વ્યક્તિઓએ જાનગુમાવ્યા છે જે તમામ લકઝરી બસના મુસાફરો હતા. જ્યારે ૧૨ કરતા વધુ મુસાફરોેને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજાઓ થતા તેઓને મહુધા, ડાકોર, નડિયાદ અને અમદાવાદના સરકારી અને ખાનગી દવાખામાઓમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
એકાએક સર્જાયેલા આ અકસ્માતની ભયાનકતાથી લકઝરીની અંદર બેઠેલા મુસાફરોેએ ચિચિયારીઓ સાથે રોકકળ મચાવી હતી. આ દુર્ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો તથા મહુધા પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ઘટના સંદર્ભે મહુધાના પો.સઈ. એચ.એમ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે કપચી ભરેલું ડમ્ફર ઉભું હતું. જેની પાછળના ભાગે લાઈટ ચાલુ નહોતી આ સમયે ત્યાંથી પસાર થતી ખાનગી લકઝરી બસ પાછળના ભાગે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ બીખનામાર્યા લકઝરી અને ડમ્ફર એમ બંને વાહનોના ડ્રાયવરો નાસી ગયા હતા.
પરંતુ આ દુર્ઘટના સંદર્ભે મહુધા પોલીસે લકઝરી બસ તથા ડમ્ફર બંને વાહનોના ચાલકો સામે ગુનો દાખલ કર્યો હોવાથી તેઓની ઘરપકડ કરવામાં આવશે. આ દૂર ઘટના સંદર્ભે મધ્ય પ્રદેશના ભારેપાડા ગામના ૨૧ વર્ષય કનેરામ મંગુરારમ સારેલે મહુધા પોલીસ મથકે નોધાવેલી ફરિયાદના આઘારે પોલીસે બંને વાહનોના ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

 

ગામ લોકોએ સીટ નીચે ફસાયેલી બાળકીને બચાવી
નડિયાદ,તા.૬
ગોઝારા અકસ્માતમાં પાંચ વર્ષની એક બાળકીને રેસ્કયુ ઓપરેશન કરીને બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી. ઘડાકાભેર થયેલો આ અકસ્માત તથા રોકકળના અવાજથી સવારના સમયમાં સરદારપુર તથા મિયાપુર વગેરેના ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમણે સીટો વચ્ચે ફસાયેલી એક બાળા રડતી હોવાનું સાંભવ્યું હતું. આથી પળનો પણ વિલંબ કર્યા વિના કાંસ અને લાકડીઓ વડે લકઝરી બસનું બાકી રહેલુ પતરૃ તોડી સીટો ખસેડી નાંખી હતી. અને રડતી બાળા સીતા બાબુરામ હઠીલા (ઉ.વ.૫) ને બચાવી લઈ તેને મહુધા સરકારી દવાખાનામાં અને એ પછી વધુ સારવાર માટે નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં ઘવાયેલા મુસાફરોને ૧૦૮ એમ્બ્યુલન્સવાન મારફતે મહુધા, ડાકોર તથા નડિયાદ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બે મુસાફરોને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નવ કમનસીબ મૃતકો
નડિયાદ,તા.૬
(૧)નહેરુભાઈ મંગુરામ સારેલ (ઉ..૧૫), (૨) શંભુડા નાગજીભાઈ માલીવાડ (ઉ.૨૦), (૩) રમેશભાઈ લાલુભાઈ હઠીલા (ઉ.૨૫), (૪)શાંતિબેન કોદરભાઈ હઠીલા (ઉ.૨૨), (૫)રૃપલીબેન લાલુભાઈ માલીવાડ, (ઉ.૩૦), (૬)રંગલીબેન લાલુભાઈ હઠીલા (ઉ.૨૭), (૭)સવિતાબેન દિલિપભાઈ હઠીલા (ઉ.૪૨), (૮) દિલિપભાઈ ભોદરભાઈ હઠીલા, (૯) ૩૫ વર્ષનો એક અજાણ્યો મુસાફર ઉપરોક્ત નવ પૈકી ૮ મુસાફરોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત ન પિજ્યા હતા. જ્યારે એક અજાણ્યા મુસાફરનું મહુધા સી.એચ.સી.માં મોત નિપજ્યું હતું. આ તમામ મૃતકો મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ભારેપાડા ગામના રહીશો હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved