Last Update : 07-April-2012, Saturday
 

નેવું ટકા આપત્તિઓ આબોહવા સંબંધિત
પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન

દુનિયાભરમાં આવેલી કુદરતી દુર્ઘટનાઓ વિષે વર્લ્ડવોચ ઈન્સ્ટિટયુટનો રિપોર્ટ

નવી દિલ્હી, શુક્રવાર
વર્ષ ૨૦૧૧ દરમિયાન દુનિયાભરમાં આવેલી કુદરતી દુર્ઘટનાઓમાં સરેરાશ જાન હાનિ ઓછી થઈ હશે પરંતુ, આર્થિક નુકસાનનો આંકડો વર્ષ ૨૦૦૫ના ૨૨૦ બિલિયન ડોલરના પાછલા વિક્રમને તોડીને નવા ૩૮૦ બિલિયન ડોલરે પહોંચ્યો છે. ૧૯૮૦થી ૨૦૧૦ વચ્ચેના સમયગાળા દરમિયાન કુદરતી પ્રકોપને કારણે દર વર્ષે સરેરાશ ૭૩,૦૦૦ વ્યક્તિના મોતની તુલનાએ ૨૦૧૧માં ૨૭,૦૦૦ લોકોએ જાન ગુમાવ્યા હતાં.
મ્યુનિક રીઈન્સ્યોરન્સ કંપનીની વિગતોના વિશ્લેષણના આધારે બનાવેલા રિપોર્ટમાં વર્લ્ડવોચ ઈન્સ્ટિટયુટે કહ્યુ હતું કે વર્ષ ૨૦૧૧માં આર્થિક નુકસાન ૩૮૦ બિલિયન ડોલર થયું હતું, જે એક રેકોર્ડ છે. તેમાં સૌથી વધારે નુકસાન એશિયામાં ૨૬૫ બિલિયન ડોલરનું થયુ હતું.
મ્યુનિક રીઈન્સ્યોરન્સના ડેટાબેઝમાં નોંધાયેલું આ સર્વોચ્ચ આર્થિક નુકસાન છે અને તેણે વર્ષ ૨૦૦૫ના ૨૨૦ બિલિયન ડોલરના આંકને વટાવ્યો છે તેમ રિપોર્ટમાં કહેવાયું છે.
અહેવાલ પ્રમાણે એશિયામાં આવેલા બે મોટા કુદરતી પ્રકોપને કારણે મોટી હાનિ થઈ હતી. માર્ચ મહિના દરમિયાન જાપાનમાં ભૂકંપ અને તે પછી સુનામી તેમ જ આણ્વિક દુર્ઘટના અને આગસ્ટ-નવેમ્બર દરમિયાન થાઈલેન્ડમાં આવેલા પુરે પુષ્કળ તારાજી સર્જી હતી.
જાપાનમાં ફુકુશિમાના આણ્વિક અકસ્માત સિવાય કુદરતી પ્રકોપને કારણે અંદાજે ૨૧૦ બિલિયન ડોલરનું નુકસાન થયુ હતું જેમાંથી ૩૫-૪૦ બિલિયન ડોલરને વીમાકવચ મળેલુ હતું. મ્યુનિક રીઈન્સ્યોરન્સના ડેટા પ્રમાણે થાઈલેન્ડમાં પુરને કારણે અંદાજે ૪૦ બિલિયન ડોલરનું નુકસાન થયુ હતું જેમાંથી ૧૦ બિલિયન ડોલર જેટલું વીમા દ્વારા સુરક્ષિત હતું.
વીમાકવચ ધરાવતા નુકસાન પણ ૧૦૫ બિલિયન ડોલરના વિક્રમજનક મથાળે પહોંચ્યા હતાં. જિઓફિઝિકલ અથવા તો ભૂભૌતિક ઘટનાઓને કારણે ગયા વર્ષે થયેલાં કુલ ૬૧ ટકા નુકસાનના ૪૭ ટકા ઈન્સ્યોર્ડ હતાં તેમ રિપોર્ટ જણાવે છે.
ભૂભૌગોલિક દુર્ઘટનાઓને કારણે થયેલા આ નુકસાનનું પ્રમાણ નોંધપાત્ર હતું. ૧૯૮૦ પછીથી લાંબા ગાળાની પેટર્ન મુજબ કુલ ૨૨ ટકા નુકસાનમાંથી ૧૦ ટકા ઈન્સ્યોર્ડ હતાં. હકિકતમાં ૯૧ ટકા કુદરતી આપત્તિઓ હવામાન સંબંધિત હતી.
રિપોર્ટ પ્રમાણે હવામાન સંબંધિત કુલ અને ઈન્સ્યોર્ડ નુકસાનની લાંબા ગાળાની સરેરાશ અનુક્રમે ૭૮ અને ૯૦ ટકાની સરખામણીએ ગયા વર્ષે તે અનુક્રમે ૩૯ અને ૫૩ ટકા હતી. આથી, ફુગાવાને હિસાબમાં લીધા બાદ ૧૯૮૦ પછથી હવામાન સંબંધિત દુર્ઘટનાઓના નુકસાનની દૃષ્ટિએ પાછલું વર્ષ સૌથી મોંઘુ પુરવાર થયુ હતું.
ગયા વર્ષે સૌથી વધારે ૨૯૦ કુદરતી દુર્ઘટનાઓ સૌથી વધારે અમેરિકામાં થઈ હતી. તે પછી યુરોપમાં ૧૫૦, આફ્રિકામા ૮૦ અને ઓસ્ટ્રેલિયામાં ૬૦ દુર્ઘટનાઓ થઈ હતી. જોકે, વર્ષ ૨૦૧૦ કરતાં કુલ આપત્તિઓની સંખ્યા ૧૫ ટકા ઘટી હતી.
વર્લ્ડવોચ વોશિંગ્ટન સ્થિત એનર્જી, રિસોર્સીસ અને પર્યાવરણ અંગે કામ કરતી એક સ્વતંત્ર સંશોધન સંસ્થા છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved