Last Update : 07-April-2012, Saturday
 

માર્ચ અંતે પૂરા થતા ત્રિમાસિકમાં
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ ઃ અડધોઅડધ ઘટાડો

સતત ત્રણ ક્વાર્ટરથી થયેલી પીછેહઠ ઃ મોટા સોદાના અભાવે સર્જાયેલ પ્રતિકૂળ વલણ

નવી દિલ્હી, શુક્રવાર
માર્ચ ૨૦૧૨ અંતે પૂરા થયેલા ત્રિમાસિક દરમિયાન પ્રાઈવેટ ઇક્વિટી (પીઈ) ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ વલણ જારી રહેવા પામ્યું છે. આ સમય દરમિયાન દેશમાં થતા પીઈ ઇન્વેસ્ટમેન્ટમાં અડધોઅડધ ધટાડો નોંધાતા આ ક્ષેત્ર સહિત નાણાંકીય બજારોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
તાજેતરમાં માર્ચ માસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશમાં પ્રાઈવેટ ઇક્વિટીના ૯૦ સોદા થકી ૧.૮૮ બિલિયન ડોલરનું રોકાણ થવા પામ્યું ચે. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૧૦૭ સોદામાં ૩.૬૧ મિલીયન ડોલરનું રોકાણ થયું હતું. આમ પીઈ ઇન્વેસ્ટમેન્ટમાં અડધોઅડધ ઘટાડો નોંધાયો છે. અત્રે એ નોંધનીય રહેશે કે છેલ્લા ત્રણ ક્વાર્ટરથી પીઈ ઇન્વેસ્ટમેન્ટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
પીઈ ઇન્વેસ્ટમેન્ટ અંગે હાથ ધરાયેલા અભ્યાસના તારણમાં જણાવ્યા મુજબ સૂચિત સમય દરમિયાન પીઈ ઇન્વેસ્ટમેન્ટના ખાસ કોઈ મોટા સોદા થયા ન હતા. જેના કારણે આ ઘટાડો નોંધાયો હતો. મુડીબજારની અસ્થિરતા, ઊંચા વ્યાજદર તેમજ કોર્પોરેટ ક્ષેત્રે પ્રવર્તતી સુસ્તતાની પણ પીઈ ઇન્વેસ્ટમેન્ટ પર પ્રતિકૂળ અસર થઈ હતી.
માર્ચ ત્રિમાસિક દરમિયાન ૬ જેટલા પીઈ ઇન્વેસ્ટમેન્ટના સોદા ૧૦૦ મીલીયન ડોલરથી વધુના હતા. જ્યારે બાકીના ૨૦૦ મીલીયન ડોલરથી વધુના સોદા હતા. ગત વર્ષે આ સોદાનું પ્રમાણ અનુક્રમે ૯ અને ૫ નું રહ્યું હતું. આ સમય દરમિયાન સૌથી વધુ પીઈ ઈન્વેસ્ટમેન્ટ હેલ્થકેર અને લાઈફ સાયન્સ ક્ષેત્રે જોવા મળ્યું હતું.
આ સમય દરમિયાન ૧.૮૮ બિલીયન ડોલરના કુલ પીઈ ઇન્વેસ્ટનું ૩૧ ટકા જેટલું એટલે કે ૫૮૧ મીલીયન ડોલરનું રોકાણ હેલ્થકેર અને લાઈફ સાયન્સ ક્ષેત્રે થયું હતું. આ ક્ષેત્રે કુલ ૧૪ સોદા નોંધાયા હતા. જ્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્રે ૧૨ સોદામાં ૪૭૭ મીલીયન ડોલરનું રોકાણ થયું હતું. જે પૈકી સૌથી મોટું રોકાણ જીઆઈસી દ્વારા ગોદરેજ પ્રોપર્ટીમાં કરાયેલું ૧૦૦ મીલીયન ડોલરનું રોકાણ હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved