Last Update : 07-April-2012, Saturday
 

અઠવાડિક ભવિષ્ય તા.૧૮-૩-૨૦૧૨ રવિવારથી તા.૨૪-૩-૨૦૧૨ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

 

ફાગણની સમાપ્તિ અને ચૈત્રી શક ૧૯૩૪ના પ્રારંભે નોકરી-ધંધામાં વધારાના કામની વ્યસ્તતા રહે. સીઝનલ આવક થાય. કામમાં વધારો થાય. ચૈત્રી નવરાત્રિથી ધર્મકાર્ય થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. આંખમાં દર્દપીડાથી તકલીફ જણાય. તા. ૧૮ માર્ચ રવિ વધારાનું કામ થાય. તા. ૧૯ સોમ નોકરી ધંધાના કામમાં વ્યસ્તતા અનુભવો. તા. ૨૦ મંગળ શાંતિથી સવારનું કામકાજ કરવું. તા. ૨૧ બુધ આવક થાય. ફાયદો થાય. તા. ૨૨ ગુરુ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૩ શુક્ર ચૈત્રી શક ૧૯૩૪ અને ચૈત્રી નવરાત્રીના પ્રારંભથી ધર્મકાર્ય થાય, ખર્ચ-ખરીદી થાય. આનંદ-ઉત્સાહ જણાય. તા. ૨૪ શનિ નોકરી-ધંધાનું કામકાજ શાંતિથી-ધીરજથી કરવું.

 

વૃષભ (બ.વ.ઉ.)

 

ચૈત્રી શક ૧૯૩૪ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારી ચંિતા-મુંઝવણ-મુશ્કેલી હળવી થતી જાય. ચૈત્રી નવરાત્રિમાં ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં પ્રગતિ જણાય. ફાગણ મહિનાનો અંત તમારા કાર્યક્ષેત્રમાં વધારાની કામગીરીથી વ્યસ્તતાવાળો રહે પરંતુ કામના ઉકેલ લાવવામાં અન્યનો સહકાર મળી રહે. તા. ૧૮ માર્ચ રવિ ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય. તા. ૧૯ સોમ નોકરી ધંધાના કામ માટે કોઈને મળવાનું થાય. કામ ઉકેલાય. તા. ૨૦ મંગળ સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં સંભાળવું પડે. તા. ૨૧ બુધ કામકાજમાં સાનુકૂળતા રહે. તા. ૨૨ ગુરુ ઘર-પરિવારના સગાં-સંબંધી મિત્રવર્ગના કામમાં ચંિતા-મુશ્કેલી જણાય. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે. તા. ૨૪ શનિ-નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપી શકો.

 

મિથુન (ક.છ.ઘ.)

 

ફાગણ મહિનાના અંતમાં અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભમાં આપનું રોજીંદું કામકાજ, નોકરી-ધંધાનું તેમજ ધર્મકાર્યનું કામ સાનુકૂળતાવાળું, આનંદવાળું રહે. સીઝનલ-ધંધો આવક થાય. ચૈત્રી શક ૧૯૩૪ના પ્રારંભે આવક થાય. કામ પ્રાપ્ત કરી શકો. તા. ૧૮ માર્ચ રવિ ખાવાપીવામાં ઘ્યાન રાખવું. તા. ૧૯ સોમ ધંધાના સંબંધો તાજા થાય. તા. ૨૦ મંગળ નોકરી-ધંધાના સંબંધો તાજા થાય. તા. ૨૧ બુધ યાત્રા-પ્રવાસ-મુલાકાત થાય. બહાર જવાનું થાય. તા. ૨૨ ગુરુ શાંતિથી-ધીરજથી કામકાજ કરવું. તા. ૨૩ શુક્ર ગુડી પડવાનું પર્વ. ચૈત્રી નવરાત્રિએ હૃદય-મનની પ્રસન્નતા રહે. તા. ૨૪ શનિ અન્યના કારણે બેચેની જણાય.

 

કર્ક (ડ.હ.)

 

ફાગણ મહિનાના અંતમાં અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભમાં ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ચૈત્રી શક ૧૯૩૪ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપની ચંિતા વ્યથા હળવી થતી જાય. પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. પરંતુ સંયુક્ત પરિવાર,ઈન્કમટેક્ષના પ્રશ્ને મુંઝવણ-મુશ્કેલી અનુભવાય. તા. ૧૮ માર્ચ રવિ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. તા. ૧૯ સોમ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા પરંતુ સાંજ પછી ચંિતા ઉચાટ-ઉદ્વેગ રહે. તા. ૨૦. મંગળ આરોગ્યની અસ્વસ્થતા, ઉચાટ-ઉદ્વેગ રહે. તા. ૨૧ બુધ આકસ્મિક ચંિતા-ઉપાધિ-અશાંતિ. તા. ૨૨ ગુરુ સગા-સંબંધી મિત્રવર્ગના કારણે તમારા કામમાં રૂકાવટ-ચંિતા. તા. ૨૩ શુક્ર ગુડી પડવો. ચૈત્રી નવરાત્રિએ આનંદ, કામમાં પ્રગતિ. તા. ૨૪ શનિ કામકાજમાં વ્યસ્તતા રહે. કામમાં ઘ્યાન આપી શકો.

 

સંિહ (મ.ટ.)

 

આપને એક દિવસ સાનુકૂળ અને એક દિવસ ચંિતા-વ્યથા-ઉપાધિમાં પસાર થાય. નોકરી-ધંધાના કામમાં, સંતાનના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચંિતા રહે. પોતાના રોજીંદા કામમાં અન્યના કારણે રૂકાવટ, અશાંતિ, ઉશ્કેરાટ અનુભવાય. સરકારી, કાનૂની પ્રશ્નમાં, બેંકમાં તેમજ અન્ય નાણાંકીય વ્યવહારમાં સંભાળવું પડે. તા. ૧૮ માર્ચ રવિ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તા. ૧૯ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા અનુભવાય. તા. ૨૦ મંગળ શાંતિથી-ધીરજથી દિવસ પસાર કરી લેવો. તા. ૨૧ બુધ કામકાજમાં સાનુકૂળતા રહે. કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. તા. ૨૨ ગુરુ વધારાના કામમાં ઘ્યાન રાખવું પડે. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભે અસ્વસ્થતા-બેચેની અનુભવો. ધર્મકાર્યથી આનંદ રહે. તા. ૨૪ શનિ તન-મન-ધનથી વાહનથી સંભાળવું પડે.

 

કન્યા (પ.ઠ.ણ.)

 

આપના ઘર-પરિવાર, નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પુત્ર-પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્ય થાય. ખર્ચ થાય. ધંધામાં હરિફવર્ગના કારણે આપને તકલીફ જણાય. ચંિતા રહે. તમારા હાથમાંથી ધંધો આવક હરિફવર્ગ લઈ જવાના પ્રયત્ન કરે. પરંતુ લાંબા સમયે ફાવી શકે નહીં. નોકરીમાં નિવૃત્તિનું વર્ષ હોય તેમણે ખાતાકીય કાર્યવાહીમાં, બેદરકારી-આળસ રાખવી નહીં. તા. ૧૮ માર્ચ રવિ કામકાજમાં સાનુકૂળતા રહે. આનંદ રહે. તા. ૧૯ સોમ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. તા. ૨૦ મંગળ શેરોના, પુત્ર-પૌત્રાદિકના, કુટુંબના પ્રશ્નમાં ચંિતા-ઉચાટ રહે. તા. ૨૧ બુધ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૨ ગુરુ શારીરિક-માનસિક વ્યગ્રતા-બેેેચેની-વિવાદ રહે. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિ ગુડી પડવાનો દિવસ ધર્મકાર્ય-શુભકાર્ય થાય. તા. ૨૪ શનિ કામકાજમાં સાનુકૂળતા. ધંધો આવક થાય.

 

તુલા (ર.ત.)

 

આપને સગા સંબંધી મિત્રવર્ગના કારણે પત્ની-સંતાનના કારણે માનસિક પરિતાપ-ચંિતા-વ્યગ્રતા રહે. કોઈ નિર્ણય લેવામાં વિચારોની દ્વિધામાં અટવાયેલા રહો. વિવાહ-લગ્ન, નોકરી ધંધાના કે મિત્રવર્ગ સાથેના સંબંધ-વ્યવહારમાં ચંિતા રહે. રાત્રે ઉંઘ આવે નહીં. મકાન-વાહનથી ખર્ચ થાય. તા. ૧૮ માર્ચ રવિ સગાં સંબંધી મિત્રવર્ગથી કામમાં વ્યસ્તતા અનુભવો. ચંિતા-ખર્ચ થાય. તા. ૧૯ સોમ નોકરી-ધંધાના કામ માટે ચંિતા રહે. તા. ૨૦ મંગળ માનસિક પરિતાપ રહે. તા. ૨૧ બુધ કામકાજમાં સાનુકૂળતા, કામ ઉકેલાતાં રાહત અનુભવો. તા. ૨૨ ગુરુ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિનાં પ્રારંભે ધર્મકાર્યથી આનંદ ઉત્સાહ રહે. હૃદય-મન પ્રસન્ન રહે. તા. ૨૪ શનિ ચંિતા વ્યગ્રતા છતાં આનંદ રહે.

 

વૃશ્ચિક (ન.ય.)

 

બંધનયુક્ત પરિસ્થિતિ નાણાંકીય પ્રશ્ને કે આરોગ્યની દ્રષ્ટિએ અનુભવતા હોય તેમ લાગે. હરો-ફરો કામકાજ કરો પરંતુ શરીરથી, મનથી શાંતિ, આનંદ જણાય નહીં. બેંક નાણાંકીય ચૂકવણીના પ્રશ્ને, અન્ય ઉઘરાણીના નાણાં ચૂકવવાના પ્રશ્ને, કાનૂની પ્રશ્ને આપને તકલીફ અનુભવયા. વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. સાસરી પક્ષમાં બિમારી-ચંિતા-વિવાદનું આવરણ આવી જાય. તા. ૧૮ માર્ચ રવિ યાત્રા-પ્રવાસ, ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય. તા. ૧૯ સોમ નોકરી-ધંધાની મુલાકાતમાં સંભાળવું પડે. તા. ૨૦ મંગળ સગાં-સંબંધી-મિત્રવર્ગથી ચંિતા રહે. તા. ૨૧ બુધ નોકરી ધંધામાં ધીરજ શાંતિ રાખવી. તા. ૨૨ ગુરુ ઉતાવળ, ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિએ ધર્મકાર્ય થાય. હૃદય-મન આનંદિત રહે. તા. ૨૪ શનિ પુત્ર-પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

 

આપના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ધંધો આવક થાય. નોકરીએ સીઝનલ-કામમાં વ્યસ્તતા રહે. વધારાની આવક પ્રાપ્ત થાય. ચૈત્રી નવરાત્રિના પ્રારંભે નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય. ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પરદેશના કામમાં સાનુકૂળતા થતી જાય. તા. ૧૮ માર્ચ રવિ કામકાજમાં પ્રગતિ થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય. તા. ૧૯ સોમ નોકરી-ધંધાના પ્રશ્ને ચંિતા-બેચેની. પછી ફાયદો લાભ-કામ ઉકેલાય. તા. ૨૦ મંગળ ઘર-પરિવાર, મિત્રવર્ગના પ્રશ્ને ચંિતા-બેચેની રહ્યા કરે. તા. ૨૧ બુધ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૨ ગુરુ ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભે આનંદ રહે. તા. ૨૪ શનિ સગાં-સ્નેહી-મિત્રવર્ગથી ખર્ચ થાય. આનંદ જણાય.

 

મકર (ખ.જ.)

 

આપના હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય તેવું કામ થાય. માનસિક પરિતાપ-ચંિતામાં ઘટાડો થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. સરકારી, ખાતાકીય, કાનૂની કામમાં રૂકવાટ દૂર થાય. અન્યનો સહકાર મળી રહે. નોકરી-ધંધામાં આવક થાય. ધર્મકાર્ય થાય. આત્મસ્ફૂરણાથી તમારો આત્મવિશ્વાસ વધતો જાય. ચૈત્રી નવરાત્રિમાં વિલંબમાં પડેલ રૂકાવટવાળા કામમાં સાનુકૂળતા જણાય. તા. ૧૮ માર્ચ રવિ હળવાશ-રાહત છતાં માનસિક ચંિતા-વિચારો રહે. તા. ૧૯ સોમ નોકરી ધંધાના કામમાં વ્યસ્ત રહો. તા. ૨૦ મંગળ કામકાજમાં પ્રગતિ સફળતા જણાય. તા. ૨૧ બુધ નોકરી-ધંધાના જુના સંબંધો સંસ્મરણો તાજાં થાય. તા. ૨૨ ગુરુ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યથી હૃદય-મન પ્રસન્ન રહે. તા. ૨૪ શનિ મહત્વની મુલાકાત-આનંદ થાય. બહાર જવાનું થાય.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

 

આપ હરો ફરો કામકાજ કરો પરંતુ માનસિક પરિતાપ-ચંિતામાં રહો. નાણાંકીય ખેંચ-મુંઝવણ અનુભવાય. કૌટુંબીક, વ્યવહારિક પ્રશ્નમાં ચંિતા-ખર્ચ તેમજ બિમારીના લીધે તમારા નોકરી-ધંધાના કામમાં રૂકાવટ મુશ્કેલી અનુભવો. શેરોના-જમીનના-દલાલી-એજન્સીના કામમાં ઘ્યાન આપવું પડે. તા. ૧૮ માર્ચ રવિ ઘરમાં, બહાર કંઈ ગમે નહીં. બેચેની અનુભવો. તા. ૧૯ સોમ નાણાંકીય જવાબદારીવાળા કામમાં, સહીસીક્કા કરવામાં તેમજ બેંકના કામમાં સંભાળવું પડે. ૨૦ મંગળ નોકરી ધંધાની મુલાકાતમાં, ચર્ચા વિચારણા નિર્ણયમાં દ્વિધા, ચંિતા રહે. ૨૧ બુધ ઉશ્કેરાટ ગુસ્સો કરવો નહીં. ૨૨ ગુરુ તમારા વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક પ્રશ્નમાં ચંિતા, ખર્ચ, બિમારી જણાય. તા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્યથી આનંદ રહે. ૨૪ શનિ કામકાજમાં પ્રગતિ.

 

મીન (દ.ચ.ઝ.થ.)

 

આપને જસ, સફળતા મળે નહીં. ખર્ચ-ચંિતા-વિવાદ, બિમારીમાં અટવાયેલા રહો. હરો ફરો, કામ કરો પરંતુ આંતરિક મનોવ્યથા ન કોઈને કહી શકો કે સહી શકો ઉશ્કેરાટ, ગુસ્સો, નિરાશામાં ચિત્તભ્રમ, બુઘ્ધિભ્રમ થઈ જાય કે ભૂલી જાવ. નોકરી ધંધાના કે ઘર પરિવારના પ્રશ્નમાં શાંતિ, ધીરજ, મૌન રાખી સમય પસાર કરવો. ધર્મકાર્ય કરો પરંતુ શ્રઘ્ધા ડગી જતી હોય તેમ લાગે. સરકારી, ખાતાકીય કાનૂની પ્રશ્નમાં સંભાળવું પડેે. તા. ૧૮ માર્ચ રવિ પુત્ર પૌત્રાદિકના કામમાં સંભાળવું પડે. ૧૯ સોમ શેરોના, નોકરી ધંધાના કામમાં વિચારપૂર્વક નિર્ણય લેવો. ૨૦ મંગળ આકસ્મિક ચંિતા-ખર્ચ-ઉપાધિ. ૨૧ બુધ પોતાની ગણત્રી, ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. ૨૨ ગુરુ અન્યના કારણે અશાતિ, ઉદ્વેગ ચંિતા. ૨૩ શુક્ર ચૈત્રી નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય પરંતુ શ્રઘ્ધામાં ભક્તિપૂજામાં સ્થિરતા, એકાગ્રતા જળવાય નહીં. ૨૪ શનિ શાંતિથી દિવસ પસાર કરવો.

[Top]
 
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved