Last Update : 06-April-2012, Firday
 

ફાળકે સન્માન

બંગાળી અભિનેતા અને ઉત્તમકુમારના સમકાલીન-હરીફ સૌમિત્ર ચેટર્જીને ફિલ્મક્ષેત્રનું સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે સન્માન આપવાની ઘોષણા થઇ છે. ફાળકે સન્માન માત્ર હંિદી નહીં, પણ તમામ ભાષાની ફિલ્મોના પ્રદાનને લગતું હોવાથી તે હંિદી ફિલ્મોનો દાયરો વટાવીને બહાર નીકળે તે સ્વાભાવિક જ નહીં, ઇચ્છનીય પણ છે.
સત્યજીત રેની ફિલ્મોને કારણે જાણીતા બનેલા અને કેટલાક બંગાળી પ્રેમીઓને સત્યજીત રેની ફિલ્મો સિવાયની ફિલ્મોને કારણે વઘુ ગમતા સૌમિત્ર ચેટર્જી માતબર પ્રદાન ધરાવે છે. તેમની સન્માન માટેની લાયકાત શંકાથી પર છે. પરંતુ ફાળકે સન્માન ઘણું કરીને કોને મળે છે તેના કરતાં કોને મળ્યું નથી, એ મુદ્દે વધારે ચર્ચામાં રહે છે.
દાદાસાહેબ ફાળકે સન્માન સાથે સંકળાયેલા વિવાદની શરૂઆત તેના પ્રારંભથી જ થઇ હતી. પહેલું ફાળકે સન્માન ત્રીસી-ચાળીસીના દાયકાનાં અભિનેત્રી-નિર્માત્રી અને જવાહરલાલ નેહરુની પ્રશંસા પામી ચૂકેલાં દેવિકા રાણીને મળ્યું હતું.
દેવીકા રાણીની પાત્રતા નિર્વિવાદ હતી, પરંતુ એ સમયે તેમના કરતાં વધારે પાત્રતા ધરાવતા અનેક મહાનુભાવો હયાત હતા. ન્યૂ થિએટર્સ જેવી કોલકાતાની ફિલ્મનિર્માણ સંસ્થાના દંતકથાસમ સંગીતકારો રાયચંદ બોરાલ અને પંકજ મલિકથી માંડીને અનેક નામ લઇ શકાય. પરંતુ ભારતમાં પ્રત્યેક નાગરિક સન્માન આખરે- કે પહેલેથી જ- સરકારી પુરસ્કાર બની જવાની નીયતી લઇને આવે છે. ફાળકે સન્માનનું પણ એવું જ થયું.
મરણોત્તર સન્માન નહીં કરવાનો નિર્ણય યોગ્ય અને ઉચિત હોવા છતાં, ફિલ્મો સાથે સંકળાયેલી ઘણી હસ્તીઓને વેળાસર ફાળકે સન્માન ન મળવાને કારણે અને તેમનો વારો આવે ત્યાં સુધીમાં તેમનું અવસાન થવાને કારણે, એ સન્માનથી વંચિત રહેવું પડ્યું, જેના તે ખરેખર હકદાર હતા. બંગાળી ફિલ્મઉદ્યોગમાં સૌમિત્ર ચેટર્જી જેના કટ્ટર હરીફ ગણાતા હતા તે સુપરસ્ટાર ઉત્તમકુમાર આ હકીકતનું સૌથી પ્રસ્તુત ઉદાહરણ છે. તેમનું અકાળે હૃદયરોગના હુમલાથી અવસાન થયું ન હોત તો સંભવ છે કે સૌમિત્ર ચેટર્જી કરતાં પણ પહેલાં તેમને દાદાસાહેબ ફાળકે સન્માન મળ્યું હોત.
લાંબુ જીવવા છતાં અને પૂરેપૂરી લાયકાત હોવા છતાં ફાળકે સન્માનથી વંચિત રહેલી નોંધપાત્ર હસ્તીઓની યાદીમાં કેદાર શર્મા અને વિજય ભટ્ટ જેવા નિર્માતા-નિર્દેશકો, મહંમદ રફી-કિશોરકુમાર જેવા ગાયકો, રાજકુમારી જેવાં જૂની પેઢીનાં સ્ટાર ગાયિકા, અનિલ બિશ્વાસ જેવા દિગ્ગજ સંગીતકાર, પ્રાણ જેવા ચરિત્ર અભિનેતા વગેરેનો સમાવેશ થાય છે. આ યાદી હજુ ઘણી લંબાવી શકાય. વક્રતા વધારે ઘેરી ત્યારે બને છે, જ્યારે અનિલ બિશ્વાસ પછી ફિલ્મઉદ્યોગમાં આવેલા નૌશાદને ફાળકે સન્માન મળી જાય, પણ અનિલદાને તેનાથી વંચિત રહેવું પડે. તલત મહેમૂદ જેવા ગાયકને એ કદી મળે જ નહીં અને મન્ના ડે જેવા યુગસર્જ ગાયકને પણ છેક ૨૦૦૭માં, ત્યાં સુધીનું આયુષ્ય ભોગવવા જેટલા નસીબદાર હોવાને કારણે જ, મળે.
પ્રાદેશિક સંકુચિતતાની રીતે નહીં, પણ ત્રીસી અને ચાળીસીના દાયકાના ફિલ્મઉદ્યોગથી લઇને અત્યાર લગી ગુજરાતીઓનું પ્રચંડ પ્રદાન ઘ્યાનમાં રાખતાં, ફાળકે સન્માનની આખી યાદીમાં સોહરાબ મોદીને બાદ કરતાં એકેય ગુજરાતીનું નામ નજરે ચઢતું નથી, એ પણ સહજ નોંધાઇ જાય એવી હકીકત છે. એવી જ રીતે, આખી યાદીમાં સૌથી ઓછી સંખ્યામાં કોઇ હોય તો એ છે અભિનેત્રીઓ. સન્માનની શરૂઆત ભલે એક અભિનેત્રી- દેવીકા રાણી-થી થઇ હોય, પણ પછીનાં વર્ષોમાં કાનનદેવી જેવાં ગાયિકા-અભિનેત્રી, સુલોચના (રુબી માયર્સ) અને દુર્ગા ખોટેને બાદ કરતાં બીજી કોઇ અભિનેત્રીનું નામ જોવા મળતું નથી. ગાયિકાઓમાં પણ ફક્ત બે જઃ લતા મંગેશકર અને આશા ભોસલે. ૧૯૬૯થી શરૂ થયેલા ફાળકે સન્માનના ચાળીસથી પણ વઘુ વર્ષના ઇતિહાસમાં ફક્ત ચાર જ અભિનેત્રીઓને - અને કુલ છ જ મહિલાઓને- આ સન્માન મળ્યું હોય, તે પણ સન્માનની પસંદગીપ્રક્રિયા વિશે ઘણું કહી જાય છે.
ચાહકોના હૃદયમાં મહાન કલાકારોનું સ્થાન તેમને મળેલા સન્માનનું મોહતાજ હોતું નથી, પરંતુ આવા કલાકારોની ઉપેક્ષાથી સન્માનનું માપ નીકળી જાય છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved