Last Update : 06-April-2012, Firday
 

શહેરી વિસ્તારોમાં ઘૂમ્રપાનથી કેન્સરનું વઘુ પ્રમાણ
કેન્સર અંગે વઘુ જાગૃતિ ઉભી કરો; ગામડામાં વઘુ મૃત્યુ થાય છે

- પ્રારંભિક કેન્સર સામેનો જંગ જીતવો આસાન; મેડીકલ ટેકનોલોજીને સલામ

જેમ જેમ કેન્સરનો વ્યાપ વધતો જાય છે એમ એમ કેન્સર ડામવા અંગેના સંશોધનો પણ વધતા જાય છે. જે લોકો જાગૃત છે તે લોકો કેન્સર ડીટેક્શન સાથે જ એક્ટીવ બની જાય છે અને વિવિધ ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ પ્રમાણેની ટ્રીટમેન્ટ શરૂ કરી દે છે. પ્રારંભિક સ્ટેજના કેન્સરને ડોક્ટરો ભગાડી શકે છે. કેન્સરના દર્દીઓ પણ ટ્રીટમેન્ટ અંગે સભાન હોય છે. શહેરી વિસ્તારમાં આવી જાગૃતિ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
જ્યારે ગામડાઓમાં હોતી હૈ, ચલતી હૈ વાળી નીતિ વધારે જોવા મળે છે. ગામડામાં દૈવીશક્તિ અને મૂળિયાની શક્તિનો આધાર લેવામાં આવે છે અને છેલ્લે કેન્સર હોસ્પિટલમાં જવા અંગે વિચારાય છે.
કેન્સરના રોગના ખપ્પરમાં શિક્ષિત કરતાં અશિક્ષિત લોકો વઘુ હોમાય છે તેમજ કેન્સરના કારણે મોતનું જોખમ જેટલું શહેરના લોકોમાં હોય છે એટલું જ ગામડાના લોકોમાં હોય છે. ગામડામાં તમાકુ-છીકણીના વપરાશનું પ્રમાણ મોટા ભાગે હોય છે. તે પણ અજ્ઞાનની નિશાની છે.
એટલે જ આગળ લખ્યું છે એમ જ્ઞાની કરતાં અજ્ઞાનીઓ બમણાં ભોગ બને છે. તમાકુના કારણે થતા કેન્સરથી મરતા લોકોની સંખ્યામાં સ્ત્રીઓ નામાંકિત મેડીકલ જર્નલ લેન્સેટમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ કેન્સરથી થયેલા મૃત્યુમાં ૪૦ ટકા પુરૂષો હોય છે જ્યારે ૨૦ ટકા મહિલાઓ હોય છે.
એક અંદાજ અનુસાર ૨૦૧૦ દરમિયાન ભારતમાં ૫,૬૦,૦૦૦ લોકો કેન્સરના ખપ્પપમાં હોમાયા છે. કેન્સરનો શિકાર ઉત્તર-પૂર્વના લોકો વઘુ બને છે. કેન્સરના કારણે મૃત્યુ પામતી મહિલાઓમાં પણ ઉત્તર પૂર્વ મોખરે છે.
કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરન્ટોએ આ આંકડા રજૂ કર્યા છે જે લેન્સેટે પ્રસિદ્ધ કર્યા છે.
અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે ભારતમાં લાઈફ સ્ટાઈલ બદલવાના પગલે આ રોગે પગપેસારો શરૂ કર્યો હતો. ભારતમાં કેન્સરનો ભોગ બનતા પુરૂષો મોટા ભાગે મોઢાનું કેન્સર, પેટનું કેન્સર અને ફેફસાના કેન્સરનો ભોગ બને છે.
જ્યારે મહિલાઓ મોટાભાગે બ્રેસ્ટ કેન્સર અને સર્વીકલ કેન્સરનો ભોગ બને છે. મીલીયન-ડેથ-સ્ટડીના સંશોધન પ્રમાણેની આ વિગતો છે.
એમ પણ જણાયું છે કે તમાકુનો ઉપયોગ અને અશિક્ષિત સ્થિતિ વચ્ચે ઘણું સામ્ય રહેલું છે. કેન્સર મટાડી શકવાનો દાવો કરતાં આયુર્વેદિક અને હોમીયોપેથીક ક્લીનીકો જાહેરાતો આપીને પ્રજાને ભોળવે છે.
કેન્સર સોસાયટી આ બાબતે પ્રજાને જાગૃત રહેવા સૂચવે છે પરંતુ વિવિધ દર્દીઓ બચી ગયા છે એવા ઉદાહરણો આપીને પ્રજાને પોતાની તરફ વાળવામાં આવે છે.
આવા કિસ્સામાં દર્દી થાકીને ફરી એલોપથી તરફ આવે છે. પરંતુ ઘણા કિસ્સામાં બહુ મોડું થઈ ગયું હોય છે. કોઈ પણ થેરાપી કેન્સર મટાડી શકે તે આવકારદાયક છે પરંતુ દર્દીને કે તેમના સગાને ગેરમાર્ગે દોરવાની જ્યારે વાત આવે છે ત્યારે કેન્સર સોસાયટી સાથે સંકળાયેલાઓ અવાજ ઉઠાવે તે સ્વાભાવિક છે.
ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ ઉત્તર-પૂર્વની સરખામણીમાં ઓછું છે. ગુજરાતના ગામડાઓમાં તમાકુના વપરાશનું વિશેષ પ્રમાણ છે જ્યારે શહેરી વિસ્તારોમાં સીગારેટનો ઉપયોગ વઘુ થાય છે. મોઢાના કેન્સરનું પ્રમાણ યુવાનોમાં પણ જોવા મળી રહ્યું છે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર ભારતમાં કેન્સરના કારણે થતા એક લાખ મોતમાં ૯૫ પુરૂષો હોય છે જે ગ્રામ્ય વિસ્તારના હોય છે જ્યારે ૧૦૨ પુરૂષો શહેરી વિસ્તારના હોય છે. એવી જ રીતે મહિલાઓમાં ૯૬ ગામડા વિસ્તારની અને ૯૧ શહેરી વિસ્તારમાંથી હોય છે.
એક સમય હતો કે જ્યારે ‘કેન્સર’ને ‘કેન્સલ’ સમજવામાં આવતું હતું. આજે સ્થિતિ અલગ છે. કેન્સર એ પૂર્ણવિરામ નથી પણ અલ્પવિરામ છે. કેન્સરથી ડરવાની જરૂર નથી એવા અવાર નવાર થતા પ્રચાર એ અલગ વાત છે પરંતુ જો કોઈ નજીકના કુટુંબીજનને કેન્સર છે એમ ખબર પડે તો નજીકના સૌ બેબાકળા બની જાય છે.
કેન્સર મટાડવા માટે ડોક્ટરના બદલે પહેલાં ભગવાનના આશીર્વાદ લેવા જવું પડે એવી વિચારસરણી ધરાવતા લોકો મેડીકલ ટેકનોલોજી કરતાં તેમના ઇષ્ટદેવ પરની શ્રદ્ધા પર વઘુ ભાર મુકે છે.
આવી શ્રદ્ધાના બળે તે લાંબા જીવનની અપેક્ષા રાખે છે પરંતુ મેડીકલ ટેકનોલોજીની ઉપેક્ષા કરે છે.
કેન્સરના મુદ્દે જેટલી જાગૃતિ વઘુ એટલા ઓછા લોકો તેના ખપ્પરમાં હોમાશે તે હકીકત સૌએ સ્વીકારવી જોઈએ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 

 

 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved