Last Update : 06-April-2012, Firday
 
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી

શહેરીજનોને દાઢે વળગેલી કેરી હજુ ૧૦ દિ' રાહ જોવડાવશે

સમર ઈફેક્ટ જેમ જેમ જોર પકડતી જાય છે તેમ તે અમદાવાદીઓની ધીરજની કસોટી થઇ રહી છે. સામાન્ય રીતે માર્ચ એન્ડિંગ અને એપ્રિલની શરૃઆતથી જ કેરી ખાવા ટેવાયેલા શહેરીજનોને હજુ સુધી તેમના બજેટમાં કેરી ન મળવાથી તેમની ઈટિંગ હેબિટ પર અસર થઇ રહી છે. આમ તો ફાસ્ટફૂડથી ટેવાઇ ગયેલા શહેરીજનો સમરમાં કેસર, રત્નાગિરી હાફુસ, સુંદરી, પાયરી સહિતના પ્રકારની કેરી એપ્રિલની શરૃઆતથી જ ખાવાનું શરૃ કરી દે છે પણ ઠંડીનીકુલ ઈફેક્ટને કારણે આંબા પર મોર ઓછો આવ્યો છે અને ફળ એપ્રિલની શરૃઆતમાં જે સાઇઝનું હોય તેના કરતાં નાનું હોવાથી શહેરીજનોની કેરી ખાવાની ધીરજ ખૂટી રહી છે. જોકે હજુ પણ કેટલાક એવા કેરી પ્રેમીઓ છે જેઓએ કેલ્શિયમ કાર્બાઇડની પડીકીથી પકવેલી કેરી મોંઘાભાવે પણ ખાવાનું શરૃ કરી દીધું છે. માર્કેટમાં ભલે કેરી હાલ ૧૫૦થી ૨૦૦ રૃપિયે કિલોના ભાવે વેચાતી હોય આમ છતાં કેરી દાઢે વળગી હોવાથી ૭૦થી ૧૦૦ રૃપિયે મળતો રસ ખાઇને સંતોષ અનુભવે છે.
આમ તો શહેરના પરિવારોમાં એપ્રિલની શરૃઆતથી જ કેરી ખાવાની શરૃઆત થઇ જાય છે. કલ્પેશ પુરોહિત કહે છે, પણ હજુ કેસર ૧૦-૧૫ દિવસ રાહ જોવડાવશે. જોકે માર્ચની શરૃઆતમાં સાઉથની કેરી માર્કેટમાં મળતી થઇ જાય છે પણ મિડલ ક્લાસ ફેમિલી તે લેવાનું ટાળે છે. કેરી જ્યારે ૧૫૦ થી ૨૦૦ના ભાવે વેચાતી હોય તો શું કામ લેવી તેવું વલણ ધરાવે છે. આ વર્ષે ઠંડીને કારણે અમદાવાદમાં કેસર કેરીનું આગમન થોડુંક લેટ થશે. સમરમાં પરિવારમાં સહેજેય ૫૦-૬૦ કિલો કેરી ખવાઇ જાય છે. બીજી તરફ શહેરમાં એક વર્ગ એવો પણ છે જે કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાવાને બદલે કુદરતી કેરી ખાવાનો આગ્રહ રાખે છે. કેસરની વાત કરીએ તો ઓરિજિનલ ફળ તમને મેમાં જ ખાવા મળે છે, બાકી માર્કેટમાં વહેલી મળતી કેરી કૃત્રિમ રીતે પકવેલી હોય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved