Last Update : 06-April-2012, Firday
 
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો

- વિમેનની ચમક દમક સોનાના દાગીનાને આભારી છે ત્યારે આ ચમક દમક પાછળ જેનો હાથ છે તેવા ૨૦ હજાર કરતાં વધુ કારીગરોની કફોડી હાલત થઇ ગઇ છે. પરિવારનું ગુજરાન ચલાવવાના પણ ફાંફા પડી રહ્યા છે.

સોના પર અદ્ભૂત જડતર વર્ક કરતા શહેરના કારીગરોની હાલત હાલ કફોડી બની છે. માંડ ૫-૬ હજાર રૃપિયા મહીને મળે તે માટે વેસ્ટ બંગાળથી અહીં આવેલા ૨૦ હજાર કરતાં વધારે કારીગરો હાલ સરકાર અને સુવર્ણકારો વચ્ચેની લડતમાં ભોગ બની રહ્યાં છે. છેલ્લા ૧૯ દિવસથી શહેરના સુવર્ણકારો દુકાનો બંધ કરીને હડતાળ પર છે ત્યારે આ કારીગરોના કહેવાતા કિચનમાં માંડ ચૂલો સળગે છે. જો કે કેટલાક સેવાભાવીઓએ તેમને થોડાક દિવસ ચાલે તેટલું રાશન આપવાની શરૃઆત કરી છે પણ આ રોજ મહેનત કરીને કમાવવાવાળો વર્ગ પોતાની પરસેવાની કમાણીમાંથી ટીંપે ટીંપે કરેલી બચતમાંથી હાલ ઘર ચલાવે છે. રોજના ૧૮૦ રૃપિયા લેખે છેલ્લા ૧૫ કરતાં વધારે દિવસથી ઘરમાં આવક જ બંધ છે. બીજી તરફ પોળમાં કે ચાલીઓમાં કેટલાક એવા પણ કારીગરો છે જે ભાડે રહે છે તેમના માટે કપરી સ્થિતિ નિર્માણ થઈ છે.
મેં છેલ્લા ૨૦ વર્ષથી અમારા જેવા કારીગરોની આવી હાલત જોઈ નથી. પરેશ વિશ્વાસ કહે છે, શહેરમાં છેલ્લા ૧૫ વર્ષથી હું દાગીના પર જડતરનું કામ કરું છું. સરકાર અને સુવર્ણકારો વચ્ચેની લડાઈનો અમારે ભોગ બનવું પડયું છે. આવું પ્રથમ વખત બન્યું છે કે ૧૫ દિવસ સુધી અમારા માટે રોજી રોટીના ટેન્શન સાથે અમારે જીવવું પડયું હોય.
માત્ર શહેરના રતન પોળ અને માણેકચોકની જ વાત કરીએ તો ૧૫ હજાર કરતાં વધારે કારીગરો એક યા બીજી રીતે આ કામ સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે તેઓ કોલકત્તાથી આવે છે. લાલજીભાઈ કહે છે, ૨૦ દિવસથી હડતાળને લઈને દુકાનો બંધ છે ત્યારે તેઓ ટેન્શનમાંને ટેન્શનમાં ખાધા પીધા વગર જ સૂઈ જાય છે.
આ અંગે વિષ્ણુ વિશ્વાસકહે છે કે, હું પશ્ચિમ બંગાળથી છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયો છું. મારી સાથે પરિવારજનો પણ છેલ્લા વીસ દિવસથી કામ ના મળતા ટેન્શનમાં આવી ગયા છે. હવે જો થોડા દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો રોજી રોટીનો પ્રશ્ન ઉભો થશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved