Last Update : 06-April-2012, Firday
 

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'

- ઓસ્ટ્રેલિયામાં રહેતા રમેશભાઇ પટેલે 'શીશુકુંજ'ની રચના કરીને વિદેશની ધરતીમાં ભૂલાઇ રહેલી માતૃભાષાને જીવંત રાખવાનું કામ શરૃ કર્યું છે. ઓસ્ટ્રેલિયમાં રહેતા ભારતીય બાળકોને ગુજરાતી જ્ઞાાન આપી રહ્યા છે.

પરદેશી ગુજરાતીઓને અને તેના જનરેશન ટ તથા જનરેશન રૃ પછીની પેઢીના બાળકોને ગુજરાતી ભાષા સંસ્કૃત કે દેવનાગરી લીપી જેવી લાગે છે. આ લોકો 'ગુજરાતી' શબ્દ પણ 'ગુર્જરાટી' કે 'ગુજ્જરાટી' એમ બોલતા હોય છે. આવા બાળકોને એમના બા-દાદા જોડે વાત કરવાનો કંટાળો આવે છે અને એમ્બરેસમેન્ટ પણ થાય છે. અરે! માત્ર ભાષા જ નહીં, પરંતુ આપણા તહેવારો, રીતરિવાજો, પહેરવેશ અને લાપસી - ઢોકળા એમને માટે કોઇ જુદી જ દુનિયાની વાત છે.
આવી પરિસ્થિતિ વચ્ચે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના કેપીટલ પર્થ શહેરમાં એક ચરોતરી પટેલે ૩ હજાર ગુજરાતીઓના બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાષા શીખવાડવાની ધૂણી ધખાવી છે. આ વાત છે પર્થમાં ચાલતી 'શીશુકુંજ' સંસ્થાની. એના સંસ્થાપક છે પાપડ-મઠીયાનું હબ ગણાતા ઉત્તરસંડાના વતની રમેશભાઇ પટેલ. છેલ્લાં ઘણાં વર્ષોથી પર્થમાં સીટીઝન થઇ કરોડોના ટર્ન ઓવર કરતાં પ્રિન્ટીંગ બિઝનેસના ઉદ્યોગપતિ આ ગુજ્જુ પટેેલે ઈ.સ.૨૦૦૯માં પર્થના ડાર્ચ વિસ્તારમાં આવેલી એસ્ટેલ સેકન્ડરી સ્કૂલ ખાતે 'શીશુકુંજ'ની શરૃઆત કરાવી. રમેશભાઇ કહે છે, સ્વામિનારાયણ, વૈષ્ણવ, જૈન જેવા જુદાં જુદાં સંગઠનો પોતાના ફોલોઅર્સ માટે સંસ્કૃતિ સિંચનનું કામ કરતા હતા, પરંતુ કોઇ કોમન પ્લેટફોર્મની તાતી જરૃરીયાત હતી, આથી શીશુકુંજની સ્થાપના કરવાનો વિચાર આવ્યો હતો.
'શીશુકુંજ' દર શનિવારે સો બાળકોને બપોરે અઢીથી સાડા પાંચના ત્રણ કલાકમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું સંસ્કારસિંચન કરે છે. આ સંસ્થાનો નાનકડો બાળક ક્રીશ હેરી જોશી કહે છે ''અમે અમારો ડ્રેસ પહેરીને શીશુકુંજ પહોંચીએ, એટલે પહેલા તો 'ત્વમેવ માતા....' વાળી પ્રાર્થના બોલીએ. પછી ૪૦ મિનીટ મોરલ સેશન હોય, જેમાં બોદ્ધિક કસોટી હોય, જસ્ટ લાઇક હોળી, શિવરાત્રી જેવા તહેવારો, વિવેકાનંદ અને ભક્ત ધુ્રવ જેવા ગ્રેટ કેરેક્ટર્સ અને ગુજરાતી કલ્ચર અમને ટીપીકલ અંગ્રેજી અને થોરા.... થોરા..... ગુજ્જરાટીમાં શીખવા મલે છે.''
આ 'શીશુકુંજ'માં નિયમિત આવતી છોકરીઓ આયુષી અને સિમરનને તો મોરલ સેશન પછીના ગુજરાતી ક્લાસ ભરવામાં મઝા પડે છે. એમના ટીચર કલાબેન વાલજી પોતાના નાના બાળકોને પતિ પ્રકાશભાઇને સોંપીને આવે, અને પછી જુદા-જુદા કાર્ડ્સ બતાવીને ટૂંકા-ટૂંકા ગુજરાતી વાક્યો શીખવાડે. ઉંમર પ્રમાણે બે થી માંડીને ચાર વર્ગોમાં બાળકો વહેંચાઇ જાય. આ ગુજરાતી ક્લાસ પછી આપણી દેશી રમતો શરૃ થાય. જેમાં લંગડી, કબડ્ડી, ખોખો, ડંબેલ્સ અને લેઝીમ શીખવાડવા માટે બાળકોના પ્રિય સર મહેન્દ્રભાઇ ડભાસીયા સમયસર પહોંચી જ ગયા હોય. છેલ્લી ૧૫ મિનીટમાં 'સહના ભવતું....' ની પ્રાર્થના, પછી નાસ્તો અને ૩ કલાકનું સ્વર્ગ ભોગવીને ડેડીની લેવા આવેલી ગાડીમાં બાળકો દોડતા- દોડતા ગોઠવાઇ જાય.
જો કે આ ૩ કલાક ગુજરાતી શીખવું અને શીખવાડવું, એ બંને પક્ષ માટે કપરી કામગીરી હોય છે. 'શીશુકુંજ'ના એક બાળક શચી પ્રજાપતિને 'ઢોકળા એટલે શું?' એ ખબર નથી. દિવાળીની મીઠાઇમાં એને 'મઠીયા' શબ્દ બોલતાં ફાફાં પડે છે. મિતુલ ડભાસીયા ને તો પેલું બ્રાઉન કલરનું રાઉન્ડ રાઉન્ડ સ્વીટ ભાવે, પણ એને 'લાડુ' બોલવાનું યાદ ના આવે. પૃથા શાહને કેટલુંય શીખવાડયા પછી વિરુદ્ધાર્થી શબ્દો પૂછીએ, તો બાબુ (નાનો બાળક) અને બૈરી (મોટી સ્ત્રી) એવો જવાબ આપે. અહીંના વોલેન્ટીયર્સ અમિતભાઇ કહે છે ''આ બાળકોના માતા-પિતાને પણ પૂરેપૂરું ગુજરાતી બોલવાની તકલીફ પડે છે. વાંચવાની કે લખવાની વાત તો ઘણી દૂરની જ છે. એક વખત પર્થમાં આશીત દેસાઇના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ શરૃ થવાનો હતો, ત્યારે એક ભાઇએ તેમના પરિચયમાં આશીત દેસાઇ સારા ગળાકાર (ગળુ સારું, માટે ગળાકાર) કહીને ઓળખાવ્યા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે બાળકોને ઇંગ્લીશ-ગુજરાતી મિક્સ્ચ્યરમાં સમજાવવું પડે છે. મોટ ે ભાગે સેલીબ્રીટી ગેઇમ રમાડાય. જેમાં એક છોકરાને વર્ગ તરફ, એટલે કે બોર્ડથી ઊંધો ઊભો રાખીને એક સેલીબ્રીટી વ્યક્તિનું નામ બોર્ડ ઉપર લખાય. પછી બાળક વર્ગમાં પૂછે, હું કોણ છું? સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સ્પોર્ટસમેન કે એક્ટર.... એમ પેલો બાળક પૂછતાં- પૂછતાં પોતાની પાછળ લખેલા સેલીબ્રીટીને ઓળખવાનો પ્રયત્ન કરે. આ રમત રમાડતાં ખબર પડે છે કે આ બાળકો મહાત્મા ગાંધીજીને ઓળખે છે, પરંતુ સચીન તેંડુલકરની એમને ખબર નથી. આપણા વડાપ્રધાન તો શું, 'વડાપ્રધાન' શબ્દની જે એમને ખબર નથી.
આવી પરિસ્થિતિમાં 'શીશુકુંજ' બાળકોને ચણીયા-ચોળી અને કેડીયું પહેરાવીને 'અચકો મચકો કારેલી'નું સમૂહનૃત્ય કરાવવાનું ભગીરથ કામ ઉપાડે છે. આજે શીશુકુંજમાં ૧૦થી વધુ વોલેન્ટીયર્સ ૪૫ કિ.મી.નું ડ્રાઇવીંગ કરીને ૩ કલાક શીખવાડવા આવે છે. જેમાં ફિઝીયોથેરાપીસ્ટ ક્રિષ્ણા પટેલ પણ હોય અને એન્જીનીયર વિષ્ણુભાઇ પ્રજાપતિ પણ હોય. એમના માટે શીશુકુંજ કોઇ જવાબદારી નથી. પરંતુ મોરલ કમીટમેન્ટ છે. પર્થ ઉપરાંત મેલબોર્ન, સિડની, નૈરોબી, દારેસલામ, મોમ્બાસ, લેસ્ટર યુ.કે., જેવા અનેક સેન્ટરોમાં શીશુકુંજની પ્રવૃત્તિઓ ફૂલ ફાલી છે. પરંતુ પર્થની વાત આવે એટલે ગુજરાતી પટેલ રમેશભાઇની નિસ્બત સહુ કોઇ એકી અવાજે સ્વીકારે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved