Last Update : 06-April-2012, Firday
 
દિલ્હીની વાત
 
સિંહ અને સરકાર વૉર જૈસે-થે
નવીદિલ્હી, તા. ૫
જ્યારથી લશ્કરના વડા વી.કે. સિંહની ઉંમરનો વિવાદ ચગ્યો છે ત્યારથી એક યા બીજી રીતે લશ્કરની ઈમેજ ખરડાઈ રહી છે. પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે લશ્કરમાં ટોપના લેવલે ટાંટીયા ખેંચની પ્રવૃત્તિ ચાલે છે. લશ્કરના વડાએ વડાપ્રધાનને લખેલો પત્ર લીક કેવી રીતે થયો તેની તપાસ ગુપ્તચર સંસ્થા ચલાવી રહી છે પરંતુ વી.કે. સિંહે તેમના પ્રતિસ્પર્ધીઓ સામે આંગળી ચીંધી છે. તેમણે લેફ્ટનન્ટ જનરલ તેજેન્દ્રસિંહ સામે આંગળી ચીંધી છે જે તેમના પ્રતિસ્પર્ધી જૂથના છે. લશ્કરના વડાના આ પ્રતિસ્પર્ધીઓએ આક્ષેપ કર્યો છે કે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આ લોકોએ એવી પણ ફરીયાદ કરી છે કે મીલેટ્રી ઈન્ટેલીજન્સના સંપર્કના કારણે વી.કે. સિંહે સંરક્ષણ પ્રધાન સાથેની અમારી વાતચીત પર નજર રાખવા એર-ઈન્ટરસેપ્ટર ગોઠવ્યા હતા. આ પ્રતિસ્પર્ધી કેમ્પ માટે બીજા મોકાણના સમાચાર એ છે કે નૌકાદળના નિવૃત્ત વડા એડમીરલ રામદાસે અન્ય અધિકારીઓએ લશ્કરના નવા વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ વિક્રમ સિંહની પસંદગીને પડકારી છે, તે પ્રતિસ્પર્ધી જૂથના છે.
બળવાના અહેવાલ ગળે ઉતરે એમ નથી
લશ્કરના બળવા અંગેના સમાચાર માધ્યમોના અહેવાલો લશ્કરના નિષ્ણાતોને ગળે ઉતરે એવા લાગતા નથી. બે યુનિટો બળવા પાછળનું માસ્ટર માઈન્ડ હોય તે આઈડિયા માની શકાય એમ નથી. તેઓ દિલ્હી એરિયા કમાંડરને પૂછવા માગે છે કેમકે તેમની સંમતિ વગર આવી કોઈ કવાયત શક્ય નથી. ૧૫ અને ૨૬ જાન્યુઆરીએ રાજધાનીમાં રિપબ્લીક-ડૅના કારણે લશ્કરના માણસો મોટી સંખ્યામાં હોય છે ત્યારે આવી કવાયત શક્ય નથી હોતી.
લશ્કરના વડા અને સંરક્ષણ સચિવને આ મુદ્દે પૂછપરછ થયા બાદ વધુ વિગતો જાણવા મળશે.
આ બંનેને ૯મી એપ્રિલે કમિટી સમક્ષ હાજર થવાનું છે. સંસદ સભ્યો ચિંતિત છે કેમકે આવા સંવેદનશીલ અહેવાલોથી પ્રજામાં ગભરાટ ફેલાય છે.
ઝરદારી અને મનમોહન મળશે
અજમેરમાં ગરીબ નવાઝ ખાતે માથું ટેકવવા ૮મી એપ્રિલે પાકિસ્તાનના વડાપ્રધાન આસીફ ઝરદારી આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન સાથે તેમની મુલાકાતની શક્યતા નકારી શકાય એમ નથી. વડાપ્રધાન સાથેની બેઠક માટેનો તખ્તો રચાઈ રહ્યો છે. લશ્કર-એ-તોયબાના વડા હફીઝ સઈદ માટે અમેરિકાએ જાહેર કરેલા ૧૦ મીલીયન ડોલરના ઈનામ બાદ પાકિસ્તાનના સુપ્રિમો સાથે ભારતના વડાપ્રધાનની સંભવિત મુલાકાત કાગારોળ મચાવી રહી છે. જોકે આ મુદ્દો બેઠક દરમ્યાન ઉપસ્થિત થાય એમ લાગતું નથી. આમ તો, ઝરદારીની મુલાકાત ખાનગી રહેવાની હતી પરંતુ હવે બધું જગજાહેર થઈ ગયું છે.
- ઈન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved