Last Update : 06-April-2012, Firday
 
 

મુંબઇ અને પુણે વચ્ચે સાંજે ૪ વાગ્યાથી મેચ શરૃ થશે
આજે જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો

વોર્નની વિદાય બાદ દ્રવિડની કેપ્ટન્સીમાં રાજસ્થાન નવી શરૃઆત કરશે ઃ તેંડુલકરના રમવા અંગે અનિશ્ચિતતા

દ્રવિડ વિ. ગીલક્રિસ્ટ વચ્ચે રાત્રે ૮થી ટક્કર

જયપુર,તા.૫
વોર્નની વિદાય બાદ દ્રવિડની કેપ્ટન્સી હેઠળ રાજસ્થાન રોયલ્સ આવતીકાલે નવી શરૃઆત કરવાના ઇરાદા સાથે કિંગ્સ ઇલેવન પંજાબ સામે જયપુરમાં રમવા ઉતરશે. આઇપીએલની પાંચમી સિઝનમાં પ્રથમ મેચ રમી રહેલી દ્રવિડ અને ગિલક્રિસ્ટની ટીમ વિજય સાથે શુભારંભ કરવાના ઇરાદા સાથે રમવા ઉતરશે.
જયપુરમાં રાત્રે ૮ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. તે અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ નવા કેપ્ટન હરભજનની આગેવાનીમાં સતત બીજો વિજય મેળવવાના લક્ષ્ય સાથે પુણે વોરિયર્સ સામે રમવા ઉતરશે. મુંબઇમાં સાંજે ૪ વાગ્યાથી હરભજન અને ગાંગુલીની ટીમો વચ્ચે જંગ જામશે.
મુંબઇ વિ. પુણે
ગત વર્ષના ચેમ્પિયન ચેન્નઇને આઠ વિકેટથી પછાડયા બાદ મુંબઇ ઇન્ડિયન તેના હોમગ્રાઉન્ડ પર પુણે વોરિયર્સ સામે વિજય મેળવવાના ઇરાદા સાથે રમવા ઉતરશે. હરભજનની કેપ્ટન્સી હેઠળ મુંબઇએ ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. પ્રજ્ઞાાન ઓઝા, પોલાર્ડ અને મલિંગાની અસરકારક બોલિંગે પુણેની જીતનો પાયો નાંખ્યો હતો. જ્યારે સાઉથ આફ્રિકાના બેટ્સમેન લેવીએ અડધી સદી ફટકારીને તેની પ્રતિભાની સાબિતી આપી દીધી હતી. તેંડુલકરને પ્રથમ મેચ દરમિયાન ઇજા થતાં તેણે મેદાન છોડયું હતુ પણ તેની ઇજા ગંભીર ન હોવાનું મનાય છે. જો કે આવતીકાલે તે રમશે કે કેમ તે અંગે મેચ પહેલા જ કોઇ નિર્ણય લેવાશે.
કેન્સરની સારવાર લઇ રહેલા યુવરાજની ગેરહાજરીમાં પુણે વોરિયર્સ ગાંગુલીની આગેવાનીમાં જીતના સિલસિલોનો પ્રારંભ કરવા માટે આતુર છે. પુણેને આઇપીએલના પ્રારંભ અગાઉ જ હોપ્સ અને સ્મિથની ઇજાને કારણે ફટકો પહોંચી ચુક્યો છે. તેમનો ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી માઇકલ ક્લાર્ક હાલમાં ટીમની સાથે વિન્ડિઝમાં હોવાથી આવતીકાલની મેચ ગુમાવશે. જો કે તેઓને ફર્ગ્યુસન, નાથન મેકુલમ, મુરલી કાર્તિક, જાધવ, ડિન્ડા જેવા ખેલાડીઓને સહારે જીતવાનો વિશ્વાસ છે. કાગળ પર મુંબઇની સરખામણીમાં થોડી નબળી જણાંતી પુણની ટીમને ગાંગુલીની કેપ્ટન્સીનો કમાલ વિજય અપાવે તો નવાઇ નહી.
રાજસ્થાન વિ. પંજાબ
દ્રવિડની કેપ્ટન્સી હેઠળ રાજસ્થાન રોયલ્સ નવી શરૃઆત કરવા ઉત્સુક છે. લો-પ્રોફાઇલ મનાતી રાજસ્થાનની ટીમ ભુતકાળમાં ચમત્કારિક સફળતા મેળવી ચુકી છે અને હવે તેઓ નવી સિઝનમાં ઝંઝાવાત જગાવવા આતુર છે. રાજસ્થાનમાં સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર બોથા તેમજ ઓસ્ટ્રેલિયાના સિનિયર ખેલાડીઓ હોજ અને હોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓવેશ શાહ અને ફાસ્ટ બોલર ટૈટ પણ મેચનો તખ્તો પલ્ટી નાંખવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતના ખેલાડીઓ સિધ્ધાર્થ ત્રિવેદી, અમિત સિંઘ તેમજ પીનલ શાહનાં દેખાવ પર પણ બધાની નજર રહેશે. રાજસ્થાન પાસે ઘરઆંગણાના પણ યુવા સ્ટાર ખેલાડીઓની હાજરી હોવાથી તેઓ હોમગ્રાઉન્ડ પર વિજય મેળવવા માટે થનગની રહ્યા છે.ગિલક્રિસ્ટની કેપ્ટન્સી હેઠળની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં ટ્વેન્ટી-૨૦ના સુપરસ્ટાર્સ છે, જેઓ એકલા હાથ હારની બાજીને જીતમાં પલ્ટી શકે તેમ છે. અઝહર મહમુદની સાથે સાથે સ્પિનર પીયુષ ચાલવા ટીમની સફળતા માટે નિર્ણાયક રહેશે તેમ મનાય છે. ફલ્કનેર, પ્રવિણ કુમાર, વલ્થાટી, મેસ્કરેન્હાસ પણ તેમની પ્રતિભાનો પરિચય આઇપીએલની અગાઉની સિઝનમાં આપી ચુક્યા છે. ભારતીય ડોમેસ્ટીક ક્રિકેટના સ્ટાર્સ પણ ધમાકેદાર દેખાવ કરતાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા માટે પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરશે. ગુજરાતના ભાર્ગવ ભટ્ટના દેખાવ પર પણ નજર રહેશે

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved