Last Update : 06-April-2012, Firday
 

અસિન આઈટમ ગીતો કરવા હવે તૈયાર


આમિર ખાન સાથે ‘ગજની’માં કામ કર્યાં પછી અસિન થોટ્ટુમલે તેની જેમ વર્ષમાં એક જ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો હોય એવું લાગે છે. આ વાતે અસિનનો દાવો છે કે તે ઉતાવળમાં ફિલ્મો સાઈન કરતી નથી. દક્ષિણની ફિલ્મો બાબતે પણ તેણે આ જ નિયમ અપનાવ્યો હતો. ‘‘મને આ ફિલ્મ કરવામાં મઝા આવશે એવું મને લાગે તો જ હું એ ફિલ્મ સ્વીકારું છું. આ ઉપરાંત સારી ટીમ સાથે જ કામ કરવાનો મારો આગ્રહ રહે છે. હમણા તો હું બોલીવુડથી પરિચિત થવાના પ્રયત્નો કરી રહી છું. અને મારે હજી આ ઇન્ડસ્ટ્રી વિશે ઘણું જાણવાનું છે. આ કારણે મારી સમકાલીન અભિનેત્રીઓ કરતા મેં ઓછી ફિલ્મો કરી છે,’’ એમ અસિન કહે છે.
આ પછી અસિન સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે તે ક્યારે પણ રેસમાં સામેલ થઈ જ નથી. તેને સ્પર્ધાનો એક ભાગ બનવું પસંદ નથી. અહીં બધા મારે પૂરતું કામ છે અને હરીફાઈમાં સામેલ થવા માટે અમુક વસ્તુઓ કરવી જ પડશે એવું તેણે ક્યારે પણ વિચાર્યું જ નથી.
જાહેર જીવનથી દૂર રહેવાનું કારણ જણાવતા અભિનેત્રી કહે છે, ‘‘દક્ષિણની ઇન્ડસ્ટ્રી આ જ રીતે કામ કરે છે, પરંતુ બોલીવુડમાં લોકોની નજર સામે રહેવું જરૂરી છે. યોગ્ય સ્થાને અને સમારંભોમાં હાજરી આપવી અહીં આવશ્યક છે. મને મારે બદલે મારું કામ બોલે એ પસંદ છે. અને મારો આ સ્વભાવ હોવાથી કોઈ કારણે હું આ બદલવા માગતી નથી. લોકોની નજરમાં રહેવા માટે મસાલેદાર કોમેન્ટ કરવા કે અફવા ફેલાવવા કરતા હું મારી ફિલ્મોની વાત થાય એ પસંદ કરીશ.’’
બોલીવુડ અને દક્ષિણની ફિલ્મોમાંથી પ્રથમ પસંદગી કઈ છે? આ પ્રશ્વ્નના ઉત્તરમાં અસિન કહે છે, ‘‘દક્ષિણની ઇન્ડસ્ટ્રીનો મને વઘુ અનુભવ છે આથી ત્યાં કામ કરવામાં મને સરળતા પડે છે. બોલીવુડ મારે માટે નવું હોવાથી અહીં કામ કરવાનો ઉત્સાહ ઘણો છે. હજુ હું આ ઇન્ડસ્ટ્રીનો અનુભવ લઈ રહી છું. અહીં તમારામાં થોડો અહંકાર હશે તો લોકો તમારી કંિમત કરશે. એક સ્ટારના જીવનમાં શું થાય છે એ જાણવાની લોકોને ઉત્કંઠા હોય છે. આ વાતો મસાલેદાર હોય છે અને એને વાંચવાની મઝા આવે છે. જ્યારે દક્ષિણમાં આથી અલગ જ વાતાવરણ છે. ત્યાંના મોટા ભાગના કલાકારો જાહેર જીવનથી દૂર રહે છે અને તેમના કામને જ મહત્ત્વ આપે છે.’’
તેની આગામી ફિલ્મ ‘બોલ બચ્ચન’ હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ‘ગોલમાલ’ની રિમેક છે. દર્શકો રિમેકને બહોળો આવકાર આપતા નહોવા છતાં અસિને આ ફિલ્મ સ્વીકારી એક મોટું જોખમ ખેડ્યું હોય એમ તેના ચાહકોને લાગે છે. પોતાના ચાહકોની આ ંિચંતા દૂર કરતા અસિન કહે છે, ‘‘આ ફિલ્મની જૂની ફિલ્મ ‘ગોલમાલ’ પરથી પ્રેરણા લેવામાં આવી છે. એ ફિલ્મની થોડી જ વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. પરંતુ આ ફિલ્મ રિમેક નથી. પ્રથમ પ્રેમ એ પ્રથમ પ્રેમ જ હોય છે પછી ભલે એનો અનુભવ સારો હોય કે ખરાબ હોય. એની તમારા દિલમાં એક ખાસ જગ્યા હોય છે. અને એ જાદુઈ હોય છે. ‘ગોલમાલ’ ફિલ્મ પહેલા રિલિઝ થઈ ગઈ છે, પરંતુ ‘બોલ બચ્ચન’ રિમેક છે કે નહીં એ હું જાણતી નથી. મેં માત્ર સ્ક્રિપ્ટ વાંચીને આ ફિલ્મ કરવાની હા પાડી હતી. મને ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી ગમી હતી. હું માત્ર સ્ક્રિપ્ટ અને સાથે કામ કરનારા લોકોને જ મહત્ત્વ આપું છું.’’
સોનમ કપૂર અને બિપાશા બાસુ અભિષેક બચ્ચનને એક ઉત્તમ સહ કલાકાર ગણાવે છે અને હવે અસિન આ યાદીમાં સામેલ થઈ છે. ‘‘અભિષેક સાથે મારો સમય આનંદમાં પસાર થયો હતો કારણ કે, તે રમૂજી વ્યક્તિ છે. તે સેટ પર બધાની ઘણી કાળજી લે છે. તે તમારી સાથે લડાઈ કરે છે તેમજ સાથે રમત પણ રમે છે. અમે સાથે ગેમ્સ રમતા હતા, પરંતુ અભિષેક છેવટ સુધી દલીલો કરે છે, પરંતુ એમાં તે હારી જાય છે.’’
આ ઇન્ડસ્ટ્રીમાં જેની સાથે કામ કર્યું છે એ બધા સાથે તેના મૈત્રીપૂર્ણ સંબંધો છે પરંતુ સોનમ કપૂરની તે નજીક હોવાનું અસિન કહે છે.
સલમાન ખાનને પ્રત્યે અનુરાગ હોવાની અફવાનું ખંડન કરતા અસિન કહે છે, ‘‘સલમાન મારો મિત્ર નથી. મને તેના પ્રત્યે માન છે તે સારો છે પરંતુ હું તેને ક્યારે પણ ચાહતી નહોતી. કોઈ સારું દેખાતું હોય તો તેના પર ‘ક્રશ’ હોઈ શકે નહીં. એ વ્યક્તિ સાથે મારો લાગણીશીલ થતો હોવો જરૂરી છે. હવે આવા દિવસો હું પાછળ મૂકી આગળ વધી ગઈ છું. મેં ઘણા હેન્ડસમ પુરુષો જોયા છે આથી એક પુરુષનો દેખાવ મારા પર અસર કરતો નથી.’’
પ્રમાણિક અને દંભી ન હોય તેમજ જેના પગ જમીન પર ટકેલા હોય તેમજ બુઘ્ધિશાળી પુરુષ તેનું દિલ જીતી શકે છે એમ કહી અસિન ઉમેરે છે, કે ‘‘હું જાણું છું કે આવો પુરુષ મળવો મુશ્કેલ છે, પરંતુ મેં આશાનો તંતુ મૂકાયો નથી.’’
‘હાઉસ ફૂલ-બે’માં તેણે તેમજ ફિલ્મની કોઈ પણ અભિનેત્રીએ બિકિની પહેરી નથી એમ અસિન કહે છે. અને આવી તેમને વિનંતી કરવામાં આવી નહોતી કે સ્ક્રિપ્ટની પણ આ જરૂરિયાત ન હોવાનું અસિન કહે છે.
આઈટમ ગીત કરવાની વાત છે તો, ‘હું એક ડાન્સર છું અને ફિલ્મો અથવા ફિલ્મોની બહાર ડાન્સ કરાવાની તકો હું શોઘું છું. હજુ સુધી મને સિરચ્યુએશનલ અને રોમાન્ટિક ગીતો જ ઓફર થાય છે. મને ધિન્કાચિકા’ ગીત કરવું ગમ્યું હતું. ‘આઈટમ નંબર’ની વ્યાખ્યા મને ખબર નથી. પરંતુ મને ડાન્સ કરવો ગમશે.’’ એમ કહી અસિન તેની આ મુલાકાત પૂરી કરે છે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved