Last Update : 06-April-2012, Firday
 

મુગ્ધા ગોડસે મનના માણીગર વિશે મુક્તમને વાત કરતી અભિનેત્રી

 

ઘુર ભંડારકરની ફિલ્મ ‘ફેશન’ દ્વારા રૂપેરી પડદે પદાર્પણ કરનારી મુગ્ધા ગોડસેની ફિલ્મ ‘વિલ યુ મેરી મી?’ હાલમાં જ રજૂ થઈ છે. આ રોમાન્ટિક કોમેડી ફિલ્મને યુવા પ્રેક્ષકોએ સાધારણ પ્રતિસાદ આપ્યો છે.
‘આજના ઘણા યુવાનો પ્રેમમાં પડતાં કે કોઈની સાથે વચનથી બંધાતા ડરતાં હોય છે. આ ફિલ્મમાં એવી જ કથા છે અને તેમાં ઘણા ચડાવ-ઉતાર આવે છે તથા રમૂજી સ્થિતિ સર્જાય છે’ એવું મુગ્ધાએ જણાવ્યું હતું.
પુણે યુનિવર્સિટીમાંથી બી-કોમની ડિગ્રી મેળવનારી મુગ્ધા ૨૦૦૨માં ‘મેગા મોડેલ’ સ્પર્ધાની રનર અપ બની હતી. અને ‘મિસ બોડી બ્યુટીફૂલ’ સ્પર્ધાની વિજેતા થઈ હતી. તેણે મોડેલંિગ જગતમાં પાંચ વર્ષ વીતાવ્યા છે. આ સમય દરમિયાન તેણે જાહેરખબર, મ્યુઝિક વિડિયો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેશન શોમાં ભાગ લીધો હતો. ૨૦૦૨માં ‘બેસ્ટ મોડેલ ઓફ ધ વર્લ્ડ’ સ્પર્ધામાં ે તેણે ભાગ લીધો હતો અને મિસ ઈન્ડિયા તરીકે ‘બેસ્ટ નેશનલ કોશ્ચ્યુમ’નો એવોર્ડ મેળવ્યો હતો.
રિઅલ લાઈફમાં હજુ સુધી એકલી મુગ્ધા કહે છે કે આ મારી પહેલી રોમાન્ટિક ફિલ્મ છે. ‘વિલ યુ મેરી મી?’ અગાઉ મેં કેટલીક કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ‘વિલ....’ના શૂટંિગમાં ખૂબ મજા આવી હતી. ફિલ્મમાં પાર્ટીના ઘણા દ્રશ્યો હોવાથી અમને સરસ રીતે તૈયાર થવા મળતું હતું. ઉપરાંત બધી પાર્ટીમાં કોઈને કોઈ આવીને મારી સામે લગ્નનો પ્રસ્તાવ મુકતું. મને આ સાંભળીને ખૂબ ગમતું હતું’એવું મુગ્ધાએ કહ્યું હતું.
પોેતે જેવી વ્યક્તિ સાથે હોય તેવી બની જવાનું પસંદ કરે છે. તે કહે છ ેકે સંબંધનો આત્મા રોમાન્સ છે. રોમાન્સથી સંબંધ જીવંત રહે છે. પ્રેમમાં પડેલી બે વ્યક્તિ એકબીજા સામે જુઓ છે ત્યારે તેમાં પ્રેમ છલકાતો હોય છે. જો કે રોમાન્સમાં ફોન કોલ્સ, ટેક્સ્ટ મસેજ અથવા બીબીએમએસ અવરોધક સાબિત થાય છે એવું મુગ્ધા માને છે.
‘કામ સંબંધિત ફોન હોય તો વાંધોે નહિ પરંતુ આજકાલ લોકોને ફોનનું વળગણ થઈ ગયું છે. આથી રોમાન્ટિક વાતાવરણ કે વાતચીતમાં મોબાઈલ ફોેનની ઘંટડી વાગે ત્યારે મૂડ બગડી જાય છે.’ એવું મુગ્ધા કહે છે. હોલીવૂડના અભિનેતા વિલ સ્મિથ તથા બોલીવૂડના અભિનેતા હૃતિક રોશનને આદર્શ માનનારી મુગ્ધા હવે ‘અફરા તફરી’ અને ‘ઓહ ગોડ સારે ફ્રોડ’ ફિલ્મમાં જોવા મળશે.
અભિનેત્રી ફિટનેસ પ્રેમી છે અને તેને ફિટનેસ પ્રિય વ્યક્તિ જ ગમે છે. હાલમાં લગ્ન કરવાનો વિચાર ન ધરાવતી મુગ્ધાના મતે પ્રેમ અને જીવન વિશે ધારણા કરવી અશક્ય છે. ‘કશું પણ ક્યારે પણ થઈ શકે છે. મને સીધો, સરળ અને શાંત યુવાન ગમે. આ ઉપરાંત વિનોદી સ્વભાવ હોવો પણ જરૂરી છે.’’ એવું મુગ્ધાએ જણાવ્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved