Last Update : 06-April-2012, Firday
 

વિદેશી હોવા છતાં દેશી અભિનેત્રી હોવાની છાંટ

 

ઈમ્તિયાઝ અલી દિગ્દર્શિત ફિલ્મ ‘લવ આજ કલ’માં પંજાબી કુડી હરલીન કૌરની ભૂમિકા ભજવીને અચાનક પ્રસિદ્ધિની સપાટી પર આવી જનાર અભિનેત્રી જિસેલી મોન્ટેરિયો મૂળ બ્રાઝિલની વતની છે. રસપ્રદ વાત એે છે કે ઈમ્તિયાઝ અલીએ ફિલ્મ ‘લવ આજ કલ’ની રિલીઝ પૂર્વે એ વાત ગુપ્ત રાખી હતી કે ફિલ્મમાં હરલીન કૌરનું પાત્ર કોણે ભજવ્યું છે? પણ ફિલ્મ રજૂ થતાંની સાથે જ ચારેબાજુ જિસેલી મોન્ટેરિયોની ચર્ચા શરૂ થઈ ગઈ. એટલું જ નહીં ‘લવ આજ કલ’ માં એનોે અભિનય જોઈને શાહરૂખ ખાન એટલો બધો પ્રભાવિત થયો કે એણે પોતાના બેનરની રોશન અબ્બાસ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓલ્વેઝ કભી કભી’ મા ંહીરોઈન તરીકે પસંદ કરી લીધી.
બોલીવૂડની આ બ્રાઝિલિયન બ્યૂટિ જિસેલી મોન્ટેરિયો સાથે વાત કરતાં તેણે જણાવ્યું ઃ
બ્રાઝિલના ઈસ્પીરીટો સેંટો શહેરમાં મારો જન્મ થયો, પણ મેં ૧૫ વર્ષની વયથી કામ કરવાનું શરૂ કરી દીઘું. ૧૭ વર્ષની વયથી મોડલંિગ ક્ષેત્રે કામ કરવાની સાથે હું જર્મની, ઈટલી, ફ્રાન્સ, ગ્રીસ, હોંગકોંગ, સંિગાપુર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ પછી જ્યારે મુંબઈ પહોેંચી તો ૨૦ જ દિવસમાં મને ફિલ્મ ‘લવ આજકલ’માં અભિનય કરવાની તક મળી ગઈ. આ પૂર્વે હું માત્ર મોડેલંિગ જ કરી રહી હતી. અભિનય કરવાની તક પહેલી જ વાર મળી હતી. ભારત આવવાનું મારે માટે ખૂબ જ લાભદાયક પૂરવાર થયું અને એ કારણે જ હું ભારતમાં લાંબા સમયથી રોકાઈ છું.
ફિલ્મ ‘લવ આજકલ’માં મારા અભિયનની ખાસ્સી પ્રશંસા થઈ. એ પછી શાહરૂખ ખાન નિર્મિત અને રોેશન અબ્બાસ દિગ્દર્શિત ફિલ્મ ‘ઓલવેઝ કભી કભી’ માં શાળાની વિદ્યાથીિની ઐશ્વર્યા ધવનનું પાત્ર ભજવવાની તક મળી.
શાહરૂખે આ ફિલ્મ માટે તેનું નામ સૂચવ્યું હતું એ વિશે પૂછતાં જવાબમાં તેણે કહ્યું,
આ વાત પહેલાં ને ખબર ન હતી. મને રેડ ચિલ્લી પ્રોડક્શન હાઉસ તરફથી ઓડિશન આપવાબોલાવવામાં આવી હતી. ઓડિશન આપ્યા પછી મારી પસંદગી થઈ હતી. આ ફિલ્મનું શૂટંિગ શરૂ થયા પછી ઘણા દિવસો બાદ મને ખબર પડી કે ફિલ્મ ‘ઓલવેઝ કભી કભી’ માટે મારું નામ શાહરૂખ ખાને જ સૂચવ્યું હતું. જ્યારે હું એમને મળી પણ ન હતી.
ફિલ્મમં પોતાના પાત્ર વિશે જણાવતાં તેણે કહ્યું હતું આમાં મેં સેન્ટ માર્કસ સ્કૂલની વિદ્યાર્થીની ઐશ્વર્યા ધવનનું પાત્ર ભજવ્યું છે, જે દેખાવમાં ઐશ્વર્યા રાય બચ્ચન જેવી જ સુંદર છે. ઐશ્વર્યા ધવન સંકોચશીલ, શરમાળ અને અને સુંદર છોકરી છે. એક દિવસ એનું હૈયુ ભાંગી જાય છે. હકીકતમાં ઐશ્વર્યા ધવનની માતા (નવનીત નિશાન ) એને સ્ટાર બનાવવા ઈચ્છે છે, જ્યારે એ સ્ટાર બનવા નથી ઈચ્છતી. એટલે એ પોતાની માતાના દબાણથી મુક્ત થવાના પ્રયાસ કરે છે. સ્કૂલમાં એનોે સારો મિત્ર છે સમીર. આનાથી વઘુ હું નહીં જણાવું.
ફિલ્મ ‘ઓલવેઝ કભી કભી’માં સ્કૂલની એક વિદ્યાર્થીનું પાત્ર ભજવતી વખતે મને સ્કૂલના દિવસોની ખૂબ યાદ આવી. સ્કૂલના દિવસોમાં મારી સાથે ખૂબ જ કડક વર્તન કરવામાં આવતું. સ્કૂલમાં હું અને મારા બે ભાઈઓ સાથે જ ભણતાં હતાં. મને છોેકરાઓ સાથે ફ્‌લર્ટ કરવાની છૂટ ન હતી. જ્યારે મારા બંને ભાઈઓ મારી સાથે ભણતી છોકરીઓ સાથે ફ્‌લર્ટ કર્યા કરતાં હતાં. એમને ગિફ્‌ટ પણ આપતાં હતાં. એક વાર મારા જ વર્ગમાં ભણતી એક છોકરીએ મને કહ્યું કે આ છોકરાએ મને આજે આ વીંટી આપી, તો મેં એને કહ્યું કે એ તો મારો ભાઈ છે.
ફિલ્મ ‘ઓલવેઝ કભી કભી’ તો હંિદી ફિલ્મ છે. તો હિન્દી ભાષા વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે એ સત્ય છે કે ફિલ્મ હંિદીમાં છે અને મારી માતૃભાષા બ્રાઝિલિયન છે, પણ હું હંિદી શીખી રહી છું. આ ફિલ્મમાં મારા સંવાદ મેં પોતે જ બોલ્યા છે. આ ઉપરાંત, મારા સંવાદ હું જાતે જ હંિદીમાં ડબ કરવાની છું એટલે હું હંિદી શીખી રહી છું. ફિલ્મ ‘લવ આજકલ’માં મારે ભાગે નહીંવત્‌ સંવાદ જ હતા, પણ ‘ઓલવેઝ કભીકભી’માં તો મારા ઘણા સંવાદ છે.
પોતાના બોયફ્રેન્ડ વિશે વાત કરતાં જિસેલીએ કહ્યુ ંહતું કે, મારો બોયફ્રેન્ડ છે. ૧૭-૧૮ વર્ષની વયે મને પ્રથમ વાર એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો અને છેલ્લાં ૪-૫ વર્ષથી અમારી વચ્ચે સારા સંબંધ છે. પહેલા એ મોડેલ હતો પણ હવે ટ્રેડંિગના બિઝનેસ સાથે જોડાયેલો છે. આમ તો એ બ્રાઝીલનો જ છે. પરંતુ હોંગકોંગમાં રહે છે એની સાથેનોે મારો સંબંધ કેટલો આગળ વધશે એ તો હું કહી શકું એમ નથી. જો કે અત્યાર સુધી તો મને લાગે છે કે મેં યોગ્ય માણસ પસંદ કર્યો છે.
આઈટમ સોેંગ કરવા વિશે તેણે જણાવ્યું હતું કે શું કરવું અને શું નહીં એની કોઈ જ લક્ષ્મણ રેખા મેં નક્કી કરી નથી. હું અશ્લીલતાને નફરત કરું છું. પાત્રના આધારે હું આઈટમ સોંગ કરવા તૈયાર છું અને જ્યાં સુધી અંગપ્રદર્શનનો પ્રશ્ન છે તો તે એ વાત પર નિર્ભર રહે છે કે કેટલી હદે હશે? હું કોઈ જ ગંદુ કે અશ્લીલ કામ કરવા નથી ઈચ્છતી.
લોકો સાથે સમજી-વિચારીને સંબંધ બાંધતી જિસેલી કહે છે, એ સાચું છું કે હું લોકો પર ઝડપથી વિશ્વાસ નથી મૂકતી. ત્યાં સુધી તો બિલકુલ નહીં જ્યાં સુધી સામેવાળો પોતાની જાતને સારો માણસ સાબિત ન કર. હું ખૂબ જ સમજી-વિચારીને લોકો સાથે સંબંધ બાંઘુ છું.
ભારતીય લોકો વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘‘ મને ભારત અત્યંત પ્રિય દેશ લાગ્યો. કામ કરતાં કરતાં સૌથી વઘુ સમયે મેં ભારતમં જ વિતાવ્યો છે. પણ મારા મિત્રોની સૌથી વઘુ સંખ્યા ફિલિપાઈન્સમાં છે. મેં જોયું કે ભારતના લોકોમાં અક્કડ ઓછી છે. અહીંના લોકો અત્યંત ડાઉન ટૂ અર્થ છે. ભારત જેવું સ્થળ સમગ્ર યુરોપમાં ક્યાંય નથી. મેં મારા જીવનમાં તમામ પ્રવાસ કર્યા છે. તમામ લોકો સાથે મારી મુલાકાત થઈ છે. પ્રવાસ દરમિયાન વિવિધ જાતના લોકો સાથે મારે મુલાકાત થઈ. મારો અનુભવ વિશાળ છે.
પોતાની સુંદરતા વિશે જણાવતાં તે કહે છે, દરેક માતાપિતા માટે એનું બાળક સુંદર જ હોય છે. હું જેવી છું તેવી પણ પોતાને સારી માનું છું. હું સુંદર હોવાનો દાવોે કરતી નથી. એનો સાચો નિર્ણય તો મારા પ્રશંસકો જ કરશે.
રાંધવાના શોેખ બાબતે વાત કરતાં જિસેલીએ કહ્યું, ‘‘ હા, મને રસોડામાં કામ કરવાનું ખૂબ ગમ છે. હું કુકંિગ કરતી રહું છું, પણ મોટે ભાગે બ્રાઝિલિયન ભોજન જ રાંઘુ છું. અંતે હું બ્રાઝિલમાં જ વઘુ રહી છું તો મારા પર એની અસર તો રહેવાની જ.’’

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved