Last Update : 06-April-2012, Firday
 

ઇમરાન હાશ્મી ફિલ્મો હિટ પણ એવોર્ડથી વંચિત

 

નિયમિતતાનો ગુણ ઇમરાન હાશ્મીને બોલીવૂડના બીજા કલાકારોથી અલગ તારવે છે. ‘‘હું આ નિયમમાં અપવાદ છું. પરંતુ સમયનું પાલન કરવું એ કામ મુશ્કેલ નથી. ‘‘જોકે આ કારણે ઇમરાનને ઘણી વાર સેટ પર માખી મારતા બેસી રહેવું પડે છે. ‘‘મને શૂટંિગ માટે સવારે ૧૦ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હોય તો હું સમયસર હાજર થઈ જાઉં છં. સાડા અગિયાર પછી મારી ધીરજ ખૂટી જાય છે. એ પછી હું સેટ છોડીને જતા રહેવાની ધમકીઓ આપું છું. ઘણી વાર આ વાત કામ કરી જાય છે.’’ ઇમરાન કહે છે.
લાગલગાટ હિટ ફિલ્મો આપ્યા પછી ઇમરાનની કારકિર્દી ઘણી ઉંચકાઈ છે.’’ ફિલ્મ હિટ જાય છે ત્યારે તમારે છાપરે ચઢીને એની જાહેરાત કરવાની જરૂર પડતી નથી. મને મારી સફળતાનો ઢંઢેરો પીટવો ગમતો નથી. ફિલ્મની સફળતાને કારણે ઓળખ મેળવવા માટે હું મરણિયા પ્રયાસો કરવામાં માનતો નથી. ‘‘સરિયલ કિસર’’ સ્પષ્ટ કરે છે.
ફિલ્મોને સફળતા મળી હોવા છતાં ઇમરાનને ભાગે એક પણ એવોર્ડ આવ્યો નથી. આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા અભિનેતા કહે છે, ‘‘મારી ફિલ્મ જોવા દર્શકો ટિકિટો ખરીદે એ જ મારો વિજય છે. લોકો એને પસંદ કરે ત્યારે મને ગૌણ છે. હું એને મહત્ત્વ આપતો નથી. મેં મારી કારકિર્દી શરૂ કરી ત્યારે મને લોકો કહેતા હતા કે અમુક ફિલ્મમાં તારો અભિનય એવોર્ડને લાયક છે. પરંતુ હું તે દિવસે ત્યાં હાજર રહી શક્યો નહોતો. બીજે દિવસે મને ખબર પડી કે એ એવોર્ડ લાયક છે. પરંતુ હું તે દિવસે ત્યાં હાજર રહી શક્યો નહોતો. બીજે દિવસે મને ખબર પડી કે એ એવોર્ડ કોઈ બીજા કલાકારને ફાળે ગયો હતો એ પરથી મને એવોર્ડ પાછળનું રહસ્ય સમજાઈ ગયું હતું, ઇમરાન કહે છે.
તેની સફળ ફિલ્મોની એક ફિલ્મ ‘મર્ડર’ની તેની સહ અભિનેત્રી મલ્લિકા શેરાવત સાથેની તેની શાબ્દિક લડાઈ ઘણી ચર્ચામાં હતી અને આ બંને વચ્ચેનું યુદ્ધ ખતમ થવાનું નામ જ લેતું નથી. તાજેતરમાં જ મલ્લિકાએ કહ્યું હતું કે તે ઇમરાનને ચુંબન કરવાને બદલે કોઈ સાપને ચુંબન કરવાનું વઘુ પસંદ કરશે. તો આ બાબતે ઇમરાનનું કહેવું છે કે, ‘‘તો તેણે એક આપ સાથેની સિકવલમાં કામ કરવું જોઈએ.’’
જોકે તેની ફેવરિટ અભિનેત્રીનું નામ આપવાને બાબતે ઇમરાન મુત્સદીગીરી અપનાવતી કહે છે, ‘‘મને બધા જ ગમે છે.’’ જો કે ટૂંક સમયમાં જ ટોચના કલાકારોની યાદીમાં સામેલ થનારા આ કલાકારની આ રાજનીતિ સમજી શકાય તેવી છે.’’ મારે કોેઈ પણ લીગમાં જોડાવું નથી. હકીકતમાં તો મને લોકો ‘જ્ઞાતિ બહાર’ મૂકે તો પણ મને એનો વાંધો નથી.
કરણ જોહર સાથેની ફિલ્મ વિશે ઇમરાન આ તબક્કે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
એક સમયે ખાલી દેખાતી ઇમરાનની આંગળીઓમાં હમણા સ્ટોન્સની વીંટીઓ શોભે છે. ‘‘મને લાગે છે કે હવે હું આ બધામાં વિશ્વાસ મૂકતો થી ગયો છું. એકાદ-બે ફિલ્મ ફ્‌લોપ જશે તો મારી વીંટીઓની સંખ્યા પણ વધી જશે.’’ જો કે ઇમરાનની હિટ ફિલ્મોનો સિલસિલો જોતા આ માટે ઘણી રાહ જોવી પડશે, એમ લાગે છે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved