Last Update : 06-April-2012, Firday
 

બોલીવૂડની પત્નીઓ અને પ્રેમિકાઓ ઇન્ડસ્ટ્રીના પુરુષો વચ્ચે સુલેહ કરાવે છે

.

‘ચાર ચોટલા’ સાંધે ‘ઘરના ઓટલા’
કેટલાક દિવસ પૂર્વે એક નવાઈની વાત બની હતી. સોહેલ ખાને આપેલી એક પાર્ટીમાં શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાનને આવેલી જોઈને લોકોએ આકાશમાં જોઈને એકાદ-બે વાર આજે સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો તો નથી એની ખાતરી કરી લીધી હતી. પરંતુ સૂર્ય તેના નિયમિત સ્થાન પર જ ઉગ્યો હતો. અને બોલીવૂડમાં આ નવાઈની વાત બની હતી. આ પાર્ટીમાં ગૌરી ખાન ખાનદાનના બધા સભ્યો સાથે હસી-હસીને વાત કરતી હતી અને આમા તેના પતિનો જાની દુશ્મન સલમાન ખાન પણ સામેલ હતો. વાત આટલેથી અટકી નહોતી. સામે પક્ષે શાહરૂખ પણ સાત સમંદર પાર આવેલા લંડનમાં સલમાન ખાનની ખાસમખાસ ગણાતી કેટરીના કૈફ સાથે શૂટંિગ કરી રહ્યો હતો. ઇન્ડસ્ટ્રીના આ બે ખાન કલાકારોને એકબીજા સાથે દીઠે ડોળે પણ બનતું ન હોવાથી તેઓ તેમની પત્ની કે ગર્લફ્રેન્ડની આવી ગુસ્તાખી કેવી રીતે સહન કરી શક્યા હશે?
બોલીવૂડના આંતરીક સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બોલીવૂડની પત્નીઓ અને પ્રેમિકાઓ તેમના અંગત અને પ્રોફેશનલ સંબંધો વચ્ચે એક લક્ષ્મણ રેખા દોરવાનું અને તેમના પતિ કે બોયફ્રેન્ડને જેની સાથે દુશ્મનાવટ છે એ કલાકાર કે તેમની પ્રેમિકાઓ સામે બંડ પોકારવાનો કોઈ અર્થ નથી એ વાત તેઓ સમજી ગયા છે.
ફરાહા ખાન અને શાહરૂખનો રસ્તો ભલે અલગ પડી ગયો હતો. પરંતુ ગૌરીએ ફરાહ સાથેનો નાતો સંપૂર્ણ તોડ્યો નહોતો. જાણવા મળ્યા પ્રમાણે શાહરૂખ અને ફરાહ વચ્ચે સમાધાન કરાવવામાં અને બંનેને સાથે કામ કરવા રાજી કરવા પાછળ કરણ જોહર અને કાજોલ આનંદ ઉપરાંત ગૌરીનો પણ ફાળો હતો.
ગૌરી, ફરાહ અને મહેર જેસિયા વચ્ચે સારી મૈત્રી છે. તેમના પતિઓની દુશ્મનીની અસર તેમણે તેમની મૈત્રી પર પડવા દીધી નથી. હકીકતમાં તો આ બધા એકબીજા સાથે બાઝતા આ કલાકારો વચ્ચે સુલેહ કરાવવાના તેમનાથી બનતા પ્રયાસ કરે છે.
જોકે શાહરૂખ અને સલમાન વચ્ચેની દુશ્મનીની મજબૂત દિવાલ તોડવાનું કામ આ રમણીઓના નાજુક હાથોનું કામ નથી. પરંતુ સલમાન-જ્હોન અને એસઆરકે અને અજય વચ્ચેની નબળી દિવાલ નાજુક હાથોથી તૂટી ગઈ છે. તેના મિત્ર શાહરૂખ અને પતિ અજય વચ્ચેની વાત હદ બહાર જતી રહે નહીં એ વાતનું કાજોલે પૂરેપૂરું ઘ્યાન રાખ્યું હતું. શાહરૂખ સાથે શક્ય એટલી ફિલ્મો કરી તેણે સ્વસ્થ્ય પ્રોફેશનલ સંબંધ કાયમ રહે એ વાતની ખાતરી રાખી હતી.
પ્રોફેશનલ અને અંગત જીવન વચ્ચે ઘર્ષણ થાય નહીં એ વાતનું ઘ્યાન રાખવા માટે તેની પત્નીએ ભજવેલા રોલને પણ અજયે માન આપ્યું હતું. ‘શાહરૂખ અને મારી વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું હું હંમેશાં કહેતો આવ્યો છું. અમે બધા પ્રોફેશનલ છીએ. કાજોલે શાહરૂખ સાથે વધારે ફિલ્મો કરી હોય તો એ એનો નિર્ણય છે. હું મારી પત્નીના કામમાં ક્યારે પણ દખલ કરતો નથી. કાજોલ પોતાનો નિર્ણય લેવા સક્ષમ છે. તે ટોચની અભિનેત્રી છે અને તેને જેની સાથે કામ કરવું હોય તેની સાથે કરી શકે છે,’’ અજય કહે છે.
કેટરિના કૈફની વાત છે તો તે એક જ સમયે શાહરૂખ અને સલમાન સાથે કામ કરી રહી છે અને જ્હોન સાથેના સલમાનના સંબંધો બગડ્યા હતા ત્યારે પણ તેણે જ્હોન સાથે કામ કર્યું હતું. ‘‘આ ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરવા માટે આવી છું અને મારી સાથે કામ કરવા માગતા લોકો સાથે હું કામ કરું છું.’’ એમ કેટરિના કહે છે.
આ પરથી હવે ખાતરીપૂર્વક કહી શકાય છે કે અહમથી ભરેલા બોલીવૂડના કલાકારો હવે તેમનો અહમ પાછલી પાટલીએ મૂકીને સમાધાન કરવાનું શીખી ગયા છે. અને આ પાછળનો મોટા ભાગનો શ્રેય સ્ટાર પત્નીઓને જાય છે એમ કેહવાનો વાંધો નથી.
‘જ્યા મળે ચાર ચોટલા ભાંગે ઘરના ઓટલા’ કહેવત હવે બદલવાનો સમય પાકી ગયો છે કારણ કે, અહીં ‘ચાર ચોટલા’ ભેગા મળીને ‘ઓટલા’ સાંધવાનું કામ કરે છે.ુ

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved