Last Update : 06-April-2012, Firday
 

પૌલી ડેમ : સર્વ પ્રથમ બોલીવૂડ ફિલ્મમાં આપ્યાં છે અભૂતપૂર્વ બોલ્ડ દ્રશ્યો


બોલીવૂડ તરફ આકર્ષાયેલી ટોલીવૂડની અદાકારાઓમાં પૌલી ડેમનું નામ પણ જોડાયું છે. તેની સૌ પ્રથમ હિન્દી ફિલ્મ ‘હેટ સ્ટોરી’ ૨૦મી એપ્રિલે રજૂ થવાની છે. પરંતુ તેની ફિલ્મના પ્રોમો જોઈને અભિનેત્રી એકદમ ખુશ થઈ ગઈ છે. તે કહે છે કે મને મુંબઈ, બેંગ્લોર, ચેન્નઈ જેવા શહેરોમાંથી મેસેજ આવી રહ્યા છે. લોકો ફેસબુક પર પણ મારી પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મ મારા માટે અત્યંત મહત્ત્વની છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રીને આ પ્રતિસાદ તેના શ્રૃંગારિક દ્રશ્યોને કારણે મળી રહ્યો છે. ફિલ્મના પ્રોમોમાં પુષ્કળ પ્રણયોત્તેજક દ્રશ્યો હોવા થોડી નવાઈની વાત ગણાય.
પરંતુ અદાકારા કહે છે કે મને જ્યારે આ ફિલ્મની સ્ક્રીપ્ટ વિશે જણાવવામાં આવ્યું ત્યારે જ કહી દેવામાં આવ્યું હતું કે સંબંધિત સિનેમા ઇરોટિક થ્રીલર છે. વળી હું એક કલાકાર છું, તેથી ફિલ્મની આવશ્યકતા મુજબ કોઈ પણ દ્રશ્ય આપતાં સંકોચ નથી અનુભવતી. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી મારી પાસેથી પ્રણય દ્રશ્યોની અપેક્ષા રાખતા હતા. એટલું જ નહીં, તેઓ એવાં સીન આપવા માગતા હતા જે હિન્દી ફિલ્મોના દર્શકોએ અગાઉ ક્યારેય ન જોયા હોય. ફિલ્મમાં ઉત્તેજક દ્રશ્યો હોવા છતાં તે એકદમ સ્ટાઇલિશ છે, મને એમ લાગે છે કે દર્શકો આ દ્રશ્યો આંખો ફાડી-ફાડીને જોશે. લોકોએ અગાઉ ક્યારેય કદાચ આવાં દ્રશ્યો નહીં જોયા હોય. દર્શકોને એમ નહીં લાગે કે ફિલ્મમાં આ સીન પરાણે ધૂસાડવામાં આવ્યાં છે. હકીકતમાં તે કથાની માગ મુજબ ફિલ્મમાવવામાં આવ્યાં છે અને દિગ્દર્શકે તેને એકદમ સરસ રીતે ફિલ્માવ્યાં છે. જોકે હમણાં હું જેટલી સરળતાથી પ્રણય દ્રશ્યો વિશે વાત કરી રહી છું એટલું આસાન તે કરવાનું નહોતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પૌલીએ આમાં તેના આંતરવસ્ત્રો દૂર કરતાં દ્રશ્યો આપ્યાં છે જે અત્યાર સુધી કોઈ હિન્દી ફિલ્મમાં જોવા નથી મળ્યા. જોકે ‘કભી ખુશી કભી ગમ’માં કરીના કપૂરને બ્રામાં બતાવવામાં આવી હતી.
સંબંધિત ફિલ્મમાં પૌલીને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કરવો પડ્યો છે. પરંતુ અભિનેત્રી કહે છે કે હું એક કલાકાર છું અને મારા પાત્રની માગ મુજબ અભિનય કરું છું. ‘હેટ સ્ટોરી’માં મારા ‘કાવ્યા’ના પાત્રમાં અભદ્ર ભાષા બોલવાની આવશ્યક્તા છે તેથી મેં આવી ભાષાનો પ્રયોગ કર્યો છે. અલબત્ત, વાસ્તવિક જીવનમાં હું ક્યારેય આવા શબ્દો નથી ઉચ્ચારતી. પરંતુ એક વખત કેમેરા સામે ઊભી રહું પછી હું મને ભૂલી જઈને ‘કાવ્યા’ બની જાઉં છું. અલબત્ત, ટોલીવૂડમાં મેં ક્યારેય આવી ફિલ્મ નથી કરી. હું માનં છું કે મારા માટે આ ફિલ્મ બહુ મોટી તક છે. આનું કારણ એ છે કે આ ફિલ્મમાં હું હિરોઈન અને વિલન બંને છું.
કાવ્યાની બોલીવૂડમાં આ પહેલી ફિલ્મ છે આમ છતાં તે કહે છે કે મને નિર્માતા-દિગ્દર્શક અને મારા સહકલાકારો સાથે બરાબર ફાવી ગયું હતુ.ં તે આ ફિલ્મ વિશે કહે છે કે ‘કાવ્યા’ એકદમ સીધી-સરળ છોકરી હતી. વ્યવસાયે પત્રકાર કાવ્યા એક શ્રીમંત યુવક (ગુલશન દેવૈયા)ના પ્રેમમાં પડે છે. પરંતુ પ્રેમમાં છેતરામણી થતાં તે બદલો લેવા તૈયાર થાય છે. પરિણામે બઘું બદલાઈ જાય છે. નિખિલ દ્વિવેદી ‘કાવ્યા’ના મિત્રની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મોહન કપૂરની પણ મહત્ત્વની ભૂમિકા છે.
આ ફિલ્મ વિશેષ ફિલ્મ્સની અન્ય ફિલ્મો કરતાં તદ્દન અલગ પ્રકારની છે. તેના દરેક બોલ્ડ દ્રશ્યો શૂટ કરવાથી પહેલાં અમે તેના વિશે વાતચીત કરતા હતા. પરંતુ કેટલાક દ્રશ્યો મેં તે વખતે મારી મેળે જ કર્યાં હતાં. મોહન કપૂર સાથેના મારાં દ્રશ્યો મેં મારી જાતે આપ્યાં હતાં. મઝાની વાત તો એ છે કે મોહન કપૂરે પણ મેં જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કર્યું હતું.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved