Last Update : 06-April-2012, Firday
 

‘ચટ મંગની પટ બ્યાહ’ કરનારા રિતેશ-જેનેલિયાની પરિચયથી પરિણય સુધીની રોમેન્ટિક જર્ની

 

‘તુઝે મેરી કસમ’થી શરૂ થયેલો સિલસિલો ‘તેરે નાલ લવ હો ગયા’ સાથે સમાપ્ત થયો અને છેવટે રિતેશ દેશમુખ તથા જેનેલિયા ડિસોઝા લગ્નગાંઠે બંધાઈ ગયા. ૨૦૦૩માં મળેલા આ બંને કલાકારો ૨૦૧૨માં પતિ-પત્ની બની ગયા અને વચ્ચેના સમયગાળા દરમિયાન તેમની વચ્ચે પ્રણય હોવાની કોઈને જાણ પણ થઈ નહોતી. મરાઠી મુલગા રિતેશ અને ખ્રિસ્તી ગર્લ જેનેલિયાએ પંજાબી પ્રણયકથા ધરાવતી ફિલ્મ ‘તેરે નાલ...’માં અભિનય કરવા સાથે ‘શાદી-બાદી’નું નક્કી કરી લીઘું અને આખું બોલીવૂડ તેમને વધામણા આપવા પહોંચી ગયું હતું.
જોકે રિતેશ કહે છે કે બોલીવૂડમાં પંજાબી પરિવારની કથા ધરાવતી ફિલ્મો બનતી જ નથી. હાલમાં હિટ ગયેલી ફિલ્મો પર નજર નાખતાં આ વાત સમજાશે. ‘અગ્નિપથ’માં મહારાષ્ટ્રની કથા છે તે જ પ્રમાણે ‘સંિઘમ’ સુદ્ધા એવી જ ફિલ્મ હતી. આનો અર્થ એમ તો ન કહેવાય કે હિન્દી ફિલ્મો મરાઠી-પ્રધાન છે? મારા મતે તો હિન્દી ફિલ્મોમાં બધા માટે કંઈક હોય જ છે.
હિન્દી સિનેજગતમાં નવ વર્ષ સુધી પ્રેમ સંબંધ જાળવી રાખવો મોટી વાત ગણાય છે. પરંતુ રિતેશ અને જેનેલિયાએ પોતાની કારકિર્દી ઘડવા સાથે પ્રેમ સંબંધને જાળવી રાખ્યો અને જાહેરમાં તેની પબ્લિસિટી કરી નહીં. છેલ્લે ‘તેરે નાલ...’નું શૂટંિગ કરતાં-કરતાં તેમણે પોતાના લગ્નની તૈયારી કરી હશે એવું આપણે માનીએ છીએ.
‘હા આ ફિલ્મ આ દ્રષ્ટિએ યાદગાર બની ગઈ હોત. પરંતુ એવું કશું થયું નહોતું. અમે છ મહિના અગાઉ ફિલ્મનું શૂટંિગ પૂરું કર્યું હતું અને ત્યાર બાદ લગ્નની તૈયારી કરી હતી.’ એવું રિતેશે હસતાં-હસતાં જણાવ્યું હતું.
અભિનેતાને તેની પ્રણયકથાનો આરંભ કઈ રીતે થયો? તે જેનેલિયા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ ક્યારે મૂક્યો હતો, જેવા પ્રશ્ન પૂછતાં તેણે કહ્યું કે, ‘મેં તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો જ નહોતો.’ આનો અર્થ એ થાય કે શું જેનેલિયાએ પોતાના મનની વાત કહી હતી? આમ પણ ઇન્ડસ્ટ્રીમાં રિતેશ શરમાળ યુવક તરીકે જ જાણીતો છે. આથી આવું થઈ પણ શકે.
‘આવું થયું હોત તો મને ખૂબ ગમત. પરંતુ અફસોસ આવું કઈ થયું નહોતું. અમે મિત્રોમાંથી પ્રેમી ક્યારે બની ગયા તેની અમને પણ ખબર ન પડી. અને વાત લગ્ન સુધી આગળ વધી ગઈ. પરિચયથી શરૂ થયેલો આ સંબંધ છેવટે પરિણયમાં પરિણમ્યો તેનો અમને બંનેને આનંદ છે’ એમ રિતેશ જણાવ્યું હતું.
જોકે પોતાને જેનેલિયાની કઈ ખૂબી ગમી કે કયા કારણસર તેના માટે મનમાં લાગણી પેદા થઈ તે વિશે વાત કરવાની રિતેશે ના પાડી હતી. ‘તે અમારી અંગત વાત છે અને હું તે વિશે કોઈને જણાવીશ નહીં’ એવું તેણે કહ્યું હતું.
લગ્ન બાદ ‘તેરે નાલ...’ના પ્રમોશનમાં વ્યસ્ત થયેલા રિતેશ - જેનેલિયા હવે હનીમૂન પર જશે. જોકે ફિલ્મના પ્રમોશન દરમિયાન આ બંનેની કેમેસ્ટ્રી જોઈને લાગતું હતું કે તેમનું લગ્નજીવન સફળ નીવડશે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved