Last Update : 06-April-2012, Firday
 

ચાર્લિઝ થેરોન ૧૯માં વર્ષથી પ્રેમસંબંધોમાં ફસાયેલી અભિનેત્રી પહેલી વાર ‘સંિગલ સ્ટેટસ’ માણી રહી છે

 


ત્રણ વરસ પછી ઑસ્કાર એવોર્ડ વિજેતા ચાર્લિઝ થેરોન ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં રિલિઝ થયેલી ફિલ્મ ‘યંગ એડલ્ટ’માં જોવા મળી હતી. આ બ્રેક લેવા પાછળ અભિનેતા સ્ટુઅર્ટ ટાઉનસેન્ડ સાથેના સંબંધોને ટકાવી રાખવાનું કારણ જવાબદાર હોવાનું ૩૬ વર્ષની આ દક્ષિણ આફ્રિકન અભિનેત્રી કહે છે. જોકે ચાર્લિઝનો આ પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો અને ૧૦ વર્ષનો તેમનો સંબંધ તૂટી ગયો હતો. આજે ચાર્લિઝ તેના સંિગલ સ્ટેટસનો આનંદ માણી રહી છે અને ૧૯ વર્ષની ઉંમરથી ગંભીર સંબંધો ધરાવતી ચાર્લંિગ તેના જીવનમાં પહેલી વાર સંિગલ સ્ટેટસનો અનુભવ લઈ રહી છે અને તેને આનો જરા પણ પસ્તાવો નથી એવો આ અભિનેત્રીનો દાવો છે.
‘યંગ એડલ્ટ’ ફિલ્મ પુનરાગમન માટે પસંદ કરવાનું કારણ સ્પષ્ટ કરતા ચાર્લિઝ કહે છે, ‘‘મને ફિલ્મના દિગ્દર્શક જેસન રીટમેન પ્રત્યે વઘુ પડતું વળગણ છે. મારે તેમની સાથે કામ કરવું હતું અને મને આ સંપૂર્ણ પેકેજ આકર્ષક લાગ્યું હતું.’’
તો શું દિગ્દર્શક તારી અપેક્ષાઓમાં ખરા ઉતર્યાં હતા? આ પ્રશ્વ્નના ઉત્તરમાં અભિનેત્રી કહે છે, ‘‘તેમને તેમના કલાકારો પાસેથી શું જોઈએ છે એ તેઓ સારી રીતે જાણે છે. મને તેમનું કામ ગમે છે. તેમની ફિલ્મ ‘અપ ઇન ધ એર’ મેં છોડી દીધી હતી. પરંતુ તે ફિલ્મમાં કામ કરવું હતું. વેરા ફાર્મંિગાને તે ફિલ્મમાં જોઈને મને ઘણી અદેખાઈ થતી હતી. જોકે તેણે ફિલ્મમાં સારું કામ કર્યું હતું. તે સમયથી જ મારે આ દિગ્દર્શક સાથે કામ કરવું હતું.
રિયલ લાઈફમાં ચાર્લંિઝ તેની મમ્મીની ઘણી નજીક છે પરંતુ ‘યંગ એડલ્ટ’માં તેણે તેની મમ્મીથી છૂટી પડી ગયેલી એક સ્ત્રીની ભૂમિકા ભજવી હતી. જોકે આ કામ તેને માટે મુશ્કેલ નહોતું કારણ કે, તેના ઘણા મિત્રો એવા છે તેમની મમ્મીની નજીક નથી આથી તેમનો અનુભવ ચાર્લિઝને આ ફિલ્મ માટે કામ આવ્યો હતો. આ ઉપરાંત તેને નહીં ગમતા લોકો સાથેનો તેનો અભિગમ પણ તેણે આ પાત્રને પૂરતો ન્યાય આપવા માટે કામે લગાડ્યો હતો.
પાત્રો ભજવતા પૂર્વે રિહર્સલ કરવાની વાત છે તો, ‘‘લોકોને રિહર્સલ કેમ કરવું પડે છે એ વાત મને સમજાતી નથી. અભિનય એક બટન નથી જેને સ્વીચ ઓન અને સ્વીચ ઓફ કરી શકાય. હું ઘણી પ્રાર્થના કરું છું અને નવી ફિલ્મ શરૂ કરું ત્યારે ધાર્મિક બની જાઉં છું. અને એને સફળ બનાવવા માટે ઇશ્વ્વરને પ્રાર્થના કરું છું. મને મદદ કરે એવી કોઈ પણ અદ્રશ્ય શક્તિને હું પ્રાર્થના કરું છું.’’ ચાર્લિઝ કહે છે.
એક સમયે ચાર્લિઝે કહ્યું હતું કે તે અભિનયમાં નહોત તો થેરપીમાં હોત. ‘‘આજે પણ હું થેરપીમનાં જ છું! અભિનય ઉપરાંત થેરપી પણ મારે માટે જરૂરી છે એ હું સમજી ગઈ છું. મારું કામ લાગણીઓ સાથે જોડાયેલું છે આથી એ હું પાર પાડું છું ત્યારે મારી જાતને ભાગ્યશાળી માનું છું.
૩૬ વર્ષે ચાર્લિઝ પોતાની જાતને એક ‘એડલ્ટ’ માનતી નથી અને તેને પુખ્ત બનવાની ઇચ્છા પણ નથી.
દક્ષિણ આફ્રિકામાં ઉછેર થયો હોવાની વાતે તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું અભિનેત્રી કબૂલ કરે છે. ‘‘દક્ષિણ આફ્રિકા શ્રેષ્ઠ દેશ છે. ત્યાં ગરીબ બાળકોને પોતે ગરીબ છે એમ લાગતું જ નથી. તેઓ કોઈ અલગ હોય એમ માનતા જ નથી. મારું માનવું છે કે તમે જે સ્થળના છો એ વાત તમારા ચરિત્રના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જોકે રોલ મેળવવા માટે મારો ત્યાંની મારી ભાષા ભૂલી અહીંના ઉચ્ચારો અપનાવવા પડ્યા હતા.’’ ચાર્લિઝ કહે છે.
ચાર્લિઝ માને છે કે, ‘‘દરેકે પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવું જોઈએ. જીવન એક ડ્રેસ રિહર્સલ નથી. ૮૦ વર્ષે મારી મરણ પથારી પર હું મારું જીવન જીવી હોત તો! એવો અફસોસ કરવો નથી. હું હમણા મારું જીવન જીવી રહી છું.’’
સંિગલ હોવાનો આનંદ વ્યક્ત રતા મુલાકાતની અંતમાં ચાર્લિઝ કહે છે, ‘‘હંુ મારા સંિગલ સ્ટેટસનો આનંદ માણી રહી છું. સંબંધોમાં પણ હુ સુખી હતી. હું સંબંધોને ઘણું મહત્વ આપું છું. એકની થઈને રહેવા માગુ છું, પરંતુ હવે એકલા રહેવામાં પણ મને આનંદ મળે છે. મને મારા સંિગલ સ્ટેટસનું જરા પણ દુઃખ નથી હું હમણા સારા સમયમાંથી પસાર થઈ રહી છું.’’

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved