Last Update : 06-April-2012, Firday
 

ગોવંિદા ૨૫ વર્ષની કારકિર્દીના લેખા-જોખા

 

આ વર્ષે ગોવંિદાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરા કર્યાં છે. ૧૦૮ કિલોમાંથી ૨૮ કિલો જેટલું વજન ઊતાર્યાં પછી હવે ગોવંિદા ફિટ લાગે છે. તાજેતરમાં જ તેણે તેની નવી ફિલ્મ ‘અવતાર’નું શૂટંિગ શરૂ કર્યું છે. આ મુલાકાતમાં અભિનેતા આ ઈન્ડસ્ટ્રીના ૨૫ વર્ષના અનુભવ તેમજ રાજકારણ જેવા ઘણા મુદ્દા પર વાત કરે છે.
‘અવતાર’ દ્વારા તું બીજી વાર પુનરાગમન કરી રહ્યો છ અને તું હવે સ્વસ્થ પણ લાગે છે...
સ્વસ્થ અને ફિટ રહેવાનું મહત્ત્વ હવે હું સમજી ગયો છું. મારા પુનરાગમનની વાત છે તો રાજકારણ છોડ્યા પછી મેં ‘પાર્ટનર’ અને ‘ભાગમભાગ’ કરી હતી તેને સારી એવી સફળતા મળી હતી. આથી પહેલી વાર મેં રવિ ચોપરા અને મણિ રત્નમ જેવા દિગ્દર્શકો સાથે કામ કરવાનું નક્કી કર્યુ ંહતું. પરંતુ મારા દુર્ભાગ્યે અમાની મોટા ભાગની ફિલ્મો અટવાઈ ગઈ હતી.
આ સમયે તું ડિપ્રેશનમાં સરી ગયો હતો અને જાહેર જીવનથી દૂર થઈ ગયો હતો શું આ વાત સાચી છે?
હું ડિપ્રેશ થયો નહોતો. ભગવાન જે કરે છે તે મારા ભલા માટે જ હોય છે. એનો મને વિશ્વાસ છે. મારી અટવાઈ ગયેલી ફિલ્મો વિશે મેં ચર્ચા કરવાનું બંધ કરી દીઘું છે. અને રાજકારણમાં અમે કરીએ છીએ તેમ મેં ઘરે ઘરે જઈને કામ માગવાની શરૂઆત કરી હતી. પહલાજ નિહલાની ‘અવતાર’ ફિલ્મ બનાવતા હતા અને ‘‘શું તમે મને સાઈન કરશો?’’ મેં તમને પૂછ્‌યું હતું. અને તેમણે મને આ ફિલ્મમાં સાઈન કર્યો હતો. આ ઉપરાંત હું ‘ઘૂરંધર’ નામની એક ફિલ્મ કરું છું અને મારી એક નવી ફિલ્મની જાહેરાત પણ ટૂંક સમયમાં થશે. આ ફિલ્મો સાથે મેં નવેસરથી મારી કારકિર્દી શરૂ કરી છે.
શું તને લાગે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તારે માટે આથી વઘુ કરી શકી હોત?
ના, મેં ઘણા નિર્માતા અને દિગ્દર્શકોનો સંપર્ક કર્યો છે અને તમારો ઉદ્દેશ સારો હોય તો લોકો એટલા ખરાબ નથી એમ મને જાણવા મળ્યુ ંહતું પરંતુ, મને લાગે છ ેકે હું મારી જાત માટે આથી વઘુ સારું કરી શક્યો હોત. મને હવે મારી ભૂલ સમજાઈ છે. ઓફર થતી દરેક ફિલ્મ સાઈન કરવાને બદલે મેં મારી કારકિર્દીની યોજના સારી ઘડી હોત તો હું મારે માટે હજુ સારું કરી શક્યો હોત. હું પણ ગ્રેટ ફિલ્મો કરી શક્યો હોત પરંતુ, તમે કમર્શિયલ કલાકાર હો તો ગ્રેટ ફિલ્મો કરનારા ફિલ્મ સર્જકો તમારી પાસે આવતા નથી. તેઓ તમારી પાસે આવે તો એ પાત્ર ભજવવાની તમારી ઈચ્છા હોતી નથી.
પરંતુ, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હોય એમ લાગે છે...
રાજકારણમાં જોડાયા પછી મને સમજાયું છે કે તમારે બધા સાથે મૈત્રી રાખવી જોેઈએ એકલતાને કારણે તમને પોતાને જ નુકસાન થાય છે. મારે મારા વિચારોે સાથે રહેવું હતું એટલે મેં એકાંતવાસ પસંદ કર્યો હતો. પરંતુ એનું મને જ નુકસાન થયું હતું. બ્રેક દરમિયાન મેં વ્યાયામ અને બિઝનેસમાં ઘ્યાન પરોવ્યું હતુ.ં મારી પત્ની સુનિતાએ કોલકાતા અને દાર્જિલીંગમાં બે બંગલો ખરીદ્યા છે અને અમે ત્યાં અવારનવાર જઈએ છીએ.
રાજકારણ છોેડવાનું કોઈ ખાસ કારણ?
હું રાજકારણી નથી એમ મને લાગ્યું હતું. મારી પૂર્વે અમારા પરિવારમાં કોઈએ આ ક્ષેત્રનો અનુભવ લીધો નહોતો. મારી આસપાસના રાજકીય વાતાવરણ સાથે મારા પરિવારના સભ્યો તાલ મેળવી શક્યા નહીં. મારી રાજકીય મહત્ત્વાકાંક્ષા મારા પરિવારમાં ઘર્ષણ ઊભું કરે એવી મારી ઈચ્છા નહોતી. મારા પરિવારને ભોગે મને નામ, પ્રસિદ્ધિ અને પૈસા જોઈતા નથી. મારા પરિવારને નડેલા અકસ્માત પછી મેં રાજકારણ છોડી દીઘું હતું.
૧૯૮૬માં તારી પહેલી ફિલ્મ રિલીઝ થયાને ૨૫ વર્ષ થઈ ગયા છે. આ સફર કેવી રહી?
એક સ્ટાર તરીકે આથી સારી સફર હોઈ શકત નહીં. દર વર્ષે મેં સફળ ફિલ્મો આપી હતી. મારે થોડો વખત સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. રાજકારણમાં જોડાયો ત્યારે મારા સ્ટાર સ્ટેટ્‌સને નુકસાન થયું નહોતું. મારી મમ્મીના મૃત્યુ પછી મારે માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. એ ચાર વર્ષ મારા ઘણા નબળા રહ્યા હતા. શું કરવું એ મને સમજાતું નહોતું. મારા મમ્મી મારા જીવનના સૌથી મહત્ત્વના વ્યક્તિ હતા. માતા પર અવલંબન રાખવું એ વાત સારી છે પરંતુ આવા બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ રહે છે અમે તેમને મેચ્યોર બનતા સમય લાગે છે.
‘વિરાર કા છોરા’માંથી તુ એક ડાન્સંિગ સ્ટાર બની ગયો....
હું સ્ટાર બન્યો ત્યારે મારા સ્ટારડમને સમજવાની મને તક મળી જ નહોતી. મને મારા સ્ટારડમનો આનંદ મેળવવાનો મોકો જ મળ્યો નહોતો. મારા પરિવારના ભરણપોષણ માટે હું ડઝનને હિસાબે ફિલ્મોનું શૂટંિગ કરતો હતો. આટલા કામમાં સફળતાનો આનંદ માણવાનો સમય જ ક્યાં હતો? મેં ૧૨૦થી પણ વઘુ ફિલ્મો કરી છે. ભૂતકાળ પર નજર ફેરવતા મને ખુશી થાય છે. પરંતુ અંગત જીવનમાં મારે અને મારા પરિવારે ઘણી ચડતી-પડતીનો અનુભળ કરવો પડ્યો હતો. મારે કારણે મ માત્ર પરિવારને ઘણું દુઃખ પહોચ્યું હતું એનું મને દુઃખ છે. મને એવોર્ડ મળ્યા નહોવાની વાતની મને જરા પણ પરવા નથી. મને લાગે છે કે હું જે પ્રકારની ફિલ્મો કરતો હતો ે એવોર્ડને લાયક નહોતી. મારા સારા નસીબે મેં હિટ ફિલ્મો આપી હતી. મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યોે હતો પરંતુ મને એની ફરિયાદ નથી.

 
Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved