Last Update : 06-April-2012, Firday
 

વંદના પાઠક:કોમેડી સિરિયલો ભજવવામાં અનેરો આનંદ આવે છે

 

સબ ટીવી પર સોમથી શુક્ર દરરોજ રાતે આવનારી સિરિયલ આર. કે. લક્ષ્મણ કી દુનિયામાં બકુલા વસાવડાનું પાત્ર ભજવીને વંદના પાઠકે પોતાના અભિનયને એક નવી સીમા આપી છે. વંદના પાઠક આમ પણ જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ ભજવવામાં માને છે અને એક સમયે એક જ સિરિયલ કરવાનો તેણે નિયમ બનાવી રાખ્યો છે, જેથી સંપૂર્ણ ઘ્યાન એ સિરિયલમાં જ આપી શકાય.
માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ કરનારી વંદના પાઠકે ખૂબ જ લાંબી મજલ કાપી છે. અભિનયના પાઠ પિતા અરવંિદ વૈદ્ય પાસેથી શીખનારી વંદના પાઠકે આજે ટીવીમાં એક અનેરું સ્થાન મેળવ્યું છે. અમે વંદના પાઠકને મળવા માટે આર. કે. લક્ષ્મણ કી દુનિયાના સેટ પર જઈ પહોંચ્યા. મુંબઈ નજીક આવેલા નાયગાંવમાં આ સિરિયલનો મસમોટો સેટ ઊભો કરવામાં આવ્યો છે. પણ અમે ગયા તે દિવસે એમના અને તેમના સહકલાકારોના આઉટડોરમાં દ્રશ્ય હતા એટલે અમે એ આઉટડોરના સ્થળે પહોંચ્યા હતા.
વંદના પાઠક સાથે હાય-હલ્લો કરી અમે લંચ-બ્રેકની રાહ જોઈ અને પછી લંચ-બ્રેકમાં તેની સાથે વાતચીત કરવા બેસી ગયા.
વંદનાજી, આ સિરિયલની તમારી ભૂમિકા વિશે ટૂંકમાં જણાવશો?
આ સિરિયલમાં હું બકુલા વસાવડાનું પાત્ર ભજવી રહી છું. જેને તેનો પતિ ભાવેશ પ્રેમથી બકુ કરીને બોલાવે છે. બકુ એ મઘ્યમવર્ગની ગૃહિણી છે, જે એકદમ સાદી છે અને પોતાના કુટુંબને ખૂબ જ પ્રેમ કરે છે. તે તેનાં પતિને પણ ખૂબ જ પ્રેમ કરે છે. એને પોતાના પતિ ભાવેશ પર ખૂબ જ વિશ્વ્વાસ છે. ભાવેશને બઘું જ ખબર હોય. ભાવેશ મતલબ ભાવેશ એ તેનું ખાસ વાક્ય છે. બકુલાનું આખું વિશ્વ્વ ભાવેશમય જ છે. આ ઉપરાંત તે ભગવાનમાં પણ ખૂબ જ માને છે. કોઈ ખાસ પ્રકારના ધર્મ કે કોઈ ખાસ ભગવાન નહિ, પણ બધાં જ ભગવાનને તે માને છે. મને આ પાત્ર જણાવવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું કે આ પાત્ર માટે તમારી પસંદગી ચેનલે જ કરી છે. મેં જે પાઈલોટ શૂટ કર્યો હતો, એ પણ આ જ ચેનલ પરનો હતો એટલે ચેનલે જ મને રજા આપી અને હું આ સિરિયલ કરવા તૈયાર થઈ ગઈ હતી.
એક સમયે એક જ સિરિયલ કરવાનો નિયમ શા માટે?
હું ભાગદોડ કરવામાં માનતી નથી. એક સેટ પરથી બીજાં સેટ પર જવાની દોડધામ કરવા માગતી નથી. એક જ સિરિયલ પર બઘુ ઘ્યાન કેન્દ્રિત કરી શકાય અને તેને ૧૦૦ ટકા આપી શકાય એટલે મેં શરૂઆતથી જ આ નિયમ બનાવ્યો છે. બીજું સિરિયલમાં મોટે ભાગે હું મુખ્ય પાત્ર ભજવતી હોઉં છું અને આવી દૈનિક ધારાવાહિક જે હવે સોમથી શુક્ર આવે છે, તેનાં માટે મહિનાના ૩૦ દિવસ ફાળવવા પડે છે, તેથી એક જ સિરિયલ કરવી એવું મેં વિચાર્યું છે.
આર. કે. લક્ષ્મણ કી દુનિયાની બીજી શું વિશેષતા છે?
આ સિરિયલ એક સામાજિક સિરિયલ છે. તેની ગંભીરતામાં જ હાસ્ય છૂપાયેલું છે. એક સામાન્ય માનવ (કોમનમેન)ની જંિદગીની અહીં વાત કરવામાં આવી છે. તેને કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમાંથી તે કેવી રીતે બહાર નીકળે છે એ સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
આ સિરિયલનો કોઈ ખાસ અનુભવ?
આ સિરિયલથી મને અનેરી નામના મળી છે. લોકો મને બકુલા કહીને બોલાવે છે, ત્યારે સારું લાગે છે. એક ખાસ પ્રસંગ કહું તો એક નવથી ૧૦ મહિનાના બાળકને તેનો પિતા લઈને આવ્યો હતો અને તેણે મને એમ કહ્યું હતું કે મારો આ બાળક તમારો મોટો ફેન છે, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પણ પછી તેણે મને જણાવ્યું કે આર. કે. લક્ષ્મણ કી દુનિયાનું ટયુન વાગે અને તમારો અવાજ સાંભળે તો મારો બાળક ટીવી તરફ જોઈને હસવા લાગે છે. તેમની વાત સાંભળી હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
અભિનય કારકિર્દીની શરૂઆત?
મેં અભિનય કારકિર્દીની શરૂઆત અમદાવાદમાં હું ત્રણ વર્ષની હતી ત્યારથી જ કરી દીધી છે. નાના-નાના પાત્ર ભજવતાં ભજવતાં મોટાં પાત્ર-મહત્ત્વના પાત્રો મળતા ગયા. મુંબઈમાં આવીને સૌ પ્રથમ સિરિયલ હમ પાંચ કરી હતી. ત્યાર બાદ એક મહલ હો સપનોં કા, ખીચડી, ઇન્સ્ટન્ટ ખીચડી, યે મેરી લાઈફ હૈ, મૈં કબ સાસ બનુંગી, મિસ્ટર એન્ડ મિસીસ શર્મા જેવી સિરિયલો કરી.
સિરિયલોમાં આટલી સફળતા મેળવ્યા પછી હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાની ઇચ્છા થતી નથી?
ના, જરાય નહિ. અહીં મને મારી પસંદગીનું પાત્ર અને લોકપ્રિયતા મળી રહે છે. બીજું, મારાં પતિ નીરજ પાઠક હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા છે એટલે તે બોલિવૂડમાં અને હું ટેલિવૂડમાં કામ કરું એવું અમે નક્કી કર્યું છે. બન્ને એક જ ક્ષેત્રમાં કામ કરવા માગતા નથી.
આગામી સિરિયલ?
અત્યારે તો કોઈ જ નહિ. આમ પણ અહીં આખો દિવસ શૂટંિગ ચાલતું જ હોય છે એટલે બીજી કોઈ સિરિયલ સ્વીકારવાની જ નથી. આ સવાલ અને તેનાં જવાબ સાથે અમારી મુલાકાત પૂરી થઈ અને ત્યાં જ લંચ પૂરો થયો હોવાની પણ જાહેરાત થતાં વંદના પાઠક શૂટંિગમાં બીઝી થઈ ગયા અને અમે સેટ પરથી વિદાય લીધી.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved