Last Update : 06-April-2012, Firday
 

અમૃતા રાવ ‘ગ્લેમરસ બેબ’ બનવું નથી

 

બોલીવૂડનો કદાચ આ પહેલો અને એકમાત્ર એવો કિસ્સો હશે જેમાં ઉપરાછાપરી બે હિટ ફિલ્મો આપવા છતાં કોઈ અભિનેત્રી સીધીસાદી ગ્રામીણ યુવતીના પોતાના દમદાર અભિનયને જ પોતાની કારકિર્દીમાં અવરોધક માનતી હોય, બાકી તો આજના ઈન્સ્ટન્ટ યુગમાં ઘણી અભિનેત્રીઓ હિટ ફિલ્મો માટે વલખાં મારતી હોય છે.
અહીં વાત થાય છે ‘અબકે બરસ’ ફિલ્મથી આર્યન બબ્બર સાથે બોલીવૂડમાં પદાર્પણ કરનારી સુંદર અભિનેત્રી અમૃતા રાવની. ‘અબકે બરસ’ ફિલ્મનો ચોક્કસ કોઈપણને સારો અનુભવ નહીં થયો હોય, પરંતુ આ ફિલ્મની કોેઈ માઠી અસર અમૃતાની કારકિર્દી પર પડી નહોતી. આ ફિલ્મ પછી પણ અમૃતાને ‘મસ્તી’, ‘વાહ ક્યા લાઈફ હૈ’, ‘ઈશ્ક વિશ્ક’, ‘શોર્ટ કટ’, ‘વિક્ટ્રી’ અને ‘વેલકમ ટુ સજ્જનપુર’ જેવી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરવાની તક મળી, પરંતુ વર્ષ ૨૦૦૬માં સૂરજ બડજાત્યાની રાજશ્રીના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘વિવાહ’ અમૃતાની કારકિર્દીની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ.
‘વિવાહ’માં શાહિદ કપૂર અને ‘વેલકમ ટુ સજ્જનપુર’માં અભિનેતા શ્રેયસ તલપડે સાથે તેની જોડી ખૂબ જામી, પરંતુ આ બંને રોલ નોન ગ્લેમરાઈડ્‌ઝ હીરોઈનનો થપ્પો પણ લાગી ગયો.
પોતાની વર્તમાન ઈમેજ બદલવા તલપાપડ બનેલી અમૃતા રાવ હવે એવી ફિલ્મોની તરફદારી કરી રહી છે, જે તેને તેની બંધાયેલી ઈમેજમાંથી મુક્તિ અપાવીને હોટ અને સેક્સી અભિનેત્રી તરીકેની નવી ઓળખ અપાવી શકે. એક અંગત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી અમૃતા રાવ સાથે લાંબી વાતચીત થઈ. અહીં પ્રસ્તુત છે તેના વિશેષ અંશ ઃ
હિન્દી ફિલ્મ ‘વિવાહ’ અને તેલુગુ ફિલ્મ ‘અતિથી’ ની અપાર સફળતા પછી તમને સાઉથની ફિલ્મોની ઓફર તો મળી રહી છે, પણ બોલીવૂડ તમને કેમ ભૂલી ગયું?
આવું કશું જ નથી. મારી પાસે ફિલ્મોની કોઈ કમી નથી. હકીકત તો એ છે કે હવે હું ગ્રામીણ ટાઈપ ઈમેજથી કંટાળી ગઈ છું. આથી કોઈપણ ફિલ્મ સાઈન કરતાં પહેલાં હું ખાતરી કરી લઉં છું કે રોલ ‘ટાઈપ્ડ’ તો નથી ને. મારી ઈચ્છા છે કે હું પસંદગીના બેનરની જ ફિલ્મો કરું અને ‘શોર્ટ કટ’ જેવી ભૂમિકા ભજવું.
ચૂઝી હોવાને લીધે દિગ્દર્શક તમારાથી દૂર ભાગી રહ્યા છે. નીરજ વોરાની ફિલ્મ ‘શોેર્ટ કટ’ માં પણ તમારા રોલને લઈને ભારે ઝઘડો થયો હતો?
વીતી ગયેલી વાતોને ઉખેડવાનો હવે કોઈ અર્થ નથી. ખરેખર તો દિગ્દર્શક અનિલ કપૂરની આ ફિલ્મ મેં એટલે સ્વીકારી હતી કે, કારણ કે તેમાં મારો રોલ ઘણો ગ્લેમરસ હતો. અક્ષયકુમાર સાથેના મારા કેટલાંક રોમાન્ટિક દ્રશ્યો ફિલ્મમાંથી કાપી નાખવામાં આવ્યાં હતાં. એટલે મેં મારો વિરોધ પ્રદર્શિત કર્યો, તો એમાં ખોેટું શું કર્યું?
ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ અને ‘વિવાહ’ માં શાહિદ કપૂર સાથેનું તમારું ટ્યુનંિગ ખૂબ સારું હોવા છતાં સાજિદ નડિયાદવાલાની એક ફિલ્મમાં શાહિદે તમને છોડીને દીપિકાને કેમ પસંદ કરી?
એ જરૂરી નથી કે શાહિદ સાથે દરેક ફિલ્મમાં હું જ હીરોઈન તરીકે આવું. પોેતાની ફિલ્મમાં કોને પસંદ કરવા તે દિગ્દર્શક નક્કી કરે છે. તેમ છતાં એ વાત સાચી છે કે શાહિદ એક સારા માનવી હોવાની સાથે સાથે એક સારા કલાકાર પણ છે. આનું કારણ મને પૂછવાને બદલે શાહિદને પૂછવામાં આવે તોે વધારે સારું રહેશે.
રાજશ્રીવાળાની ફેવરિટ હીરોઈન હોવા છતાં સૂરજ બડજાત્યાએ પોતાની પછીની ફિલ્મ ‘‘એક વિવાહ ઐસા ભી’માં તમને ના લીધા. ક્યાંક એવું તો નથી કે તમારી એક ખાસ ઈમેજ બની જવાને લીધે બોલીવૂડવાળાએ તમને અનફિટ જાહેર કરી દીધા?
કોણ કહે છે કે મને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ છે? હું એવું માનું છું કે વધારે ફિલ્મોની પાછળ ભાગવા કરતાં વર્ષમાં એક જ સારી ફિલ્મ કરવામાં આવે તો વધારે સારું છે. ‘વિવાહ’ મારી કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. તેના શૂટંિગ દરમિયાન હું રાજશ્રી પરિવારની ખૂબ નજીક આવી ગઈ હતી. સૂરજ બડજાત્યાએ ખૂદ મને પ્રોમિસ આપ્યું છે કે જો મારે લાયક કોઈ સ્ક્રિપ્ટ હશે તોે આપણે ફરી એકવાર સાથે કામ કરીશું.
સાંભળ્યું છે કે ‘વેલડન અબ્બા’ અને ‘બચના એ હસીનો’ જેવી ફિલ્મો ઠુકરાવીને તમે સારું નથી કર્યું અને આ ભૂલ માટે આજ સુધી તમે પસ્તાઈ રહ્યા છો?
ફિલ્મોમાં આવું તો ચાલ્યાં જ કરે છે. ક્યારેક ડેટ્‌સનો પ્રોબ્લેમ, તો ક્યારેક કોઈક બીજી સમસ્યા આવી જતી હોય છે. હું કોઈ ચોક્કસ નામ પર કશું કહેવા નથી માગતી, પણ એટલું ચોક્કસ કહીશ કે જે ફિલ્મ મને પોતાને યોગ્ય ના લાગે તો તેમાં હું કામ નથી કરી શકતી. આના ઘણાં કારણો છે. કેટલીકવાર રોલનું મહત્ત્વ એટલું તમને સંતુષ્ટ નથી કરતું તો કેટલીક ભૂમિકાઓ સાથે તમે તમારી જાતને જોડી શકતા નથી.
તમે તમારી ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરતી વખતે કોઈ વાતનું ઘ્યાન રાખો છો? આજે બધી હીરોઈનો સેક્સની તમામ મર્યાદાઓ ઓળંગી રહી છે, ત્યારે તમે અશ્લીલ અને શાલીન ભૂમિકાની પસંદગી અને તેમની વચ્ચેના ફરકને કયા દ્રષ્ટિકોણથી મૂલવો છો?
હું ફિલ્મની વાર્તા અને સ્ક્રિપ્ટની પસંદગી મામલે ઘણી ગંભીર છું, કારણ કે હું ભૂમિકા કે દ્રશ્યમાં એવા વલ્ગર શોટ્‌સ નથી આપી શકતી કે જેનાથી મારે અસહજ થવું પડે. મારો પ્રયત્ન હંમેશા એવો જ હોય છે કે એવી ભૂમિકાઓ જ ભજવું જેનાથી અભિનય અને દર્શકો વચ્ચે સંવાદની સ્થિતિ સ્થપાય. શાલીનતા અને અશ્લીલતા વચ્ચેનું આવરણ ભલે ગમે તેટલું પાતળું કેમ ના હોય પણ આ બંને વચ્ચેનો ફરક તો ખબર પડી જ જતો હોય છે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved