Last Update : 06-April-2012, Firday
 

શિલ્પા શેટ્ટી બૉલીવૂડમાં નિર્માત્રી તરીકે પુનરાગમન કરવાની તૈયારી કરતી મિસિસ રાજ કુંદ્રા

 


‘જીવનના આ તબક્કે હું અત્યંત ખુશ છું. ઘરમાં પણ મને ખૂબ લાડ લડાવવામાં આવે છે. પ્રત્યેક સ્ત્રી માતા બનીને ગર્વ અને આનંદ અનુભવતી હોય છે. હું મારા સ્ત્રીત્વનો આનંદ માણું છું. અમારા પરિવારમાં આવનારા નવા મહેમાનના વિચારથી હું અને રાજ ખુશી અનુભવીએ છીએ
ર્ભાવસ્થાના સાતમે મહિને શિલ્પા શેટ્ટી જુદા-જુદા કામ કરતી જોવા મળે છે. આઈપીએલની પોતાની ક્રિકેટ ટીમના કામકાજને સંભાળ્યા બાદ અભિનેત્રી રૂપેરી પડદે ઝાઝી જોવા મળતી નથી. આમ છતાં તે જાહેર કાર્યક્રમોમાં જોવા મળે છે અને વિવિધ કારણોસર અખબારોના મથાળાં સર કરતી રહે છે. લગ્ન બાદ શિલ્પા પોતાના ઘરના રિનોવેશન કામમાં વ્યસ્ત હતી. તેણે પ્રોપર્ટી વેબસાઈટ લોન્ચ કરી છે અને હવે શિલ્પા ફિલ્મ નિર્માણક્ષેત્રે પ્રવેશી છે.
થોડા સમય અગાઉ શિલ્પાએ કહ્યું હતું કે, ‘હું મારા બિઝનેસ પર ઘ્યાન આપું છું અને ટૂંક સમયમાં જ મારું નિર્માણગૃહ શરૂ કરીશ.’’
પોતાના આ વચનને શિલ્પાએ પાળ્યું છે. આ વરસના આરંભમાં જ એસેન્શીયલ સ્પોર્ટસ એન્ડ મીડિયા પ્રા.લિ. હેઠળ શિલ્પાના નિર્માણ હેઠળની પહેલી ફિલ્મ ‘દિશ્કિયાં’ ફ્‌લોર પર ગઈ છે.
‘હું ફિલ્મોની શોખીન છું અને ફિલ્મ નિર્માણ કરવાનું સપનું ધરાવતી હતી. લગ્ન બાદ ઘરના રિનોવેશનના કામમાં હું એક-દોઢ વર્ષ વ્યસ્ત રહી હતી. ત્યારબાદ મેં ફિલ્મ નિર્માણ કરીને બૉલીવૂડમાં પરત ફરવાનો નિર્ણય લીધો હતો’ એવું શિલ્પાએ જણાવ્યું હતું.
અત્યારે શિલ્પા ફિલ્મ નિર્માણ પર ઘ્યાન આપી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું તે દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશશે? આનો જવાબ આપતાં અભિનેત્રી કહે છે કે, ‘અત્યારે તો હું અત્યંત વ્યસ્ત છું અને આ વ્યસ્તતાનો મને આનંદ છે. હું સ્પોર્ટસ, રિઅલ એસ્ટેટ અને ફિલ્મ ક્ષેત્રે સંતુલન જાળવવાનો પ્રયાસ કરું છું. મેં અભિનય ક્ષેત્રમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી છે અને મારા બિઝનેસ પર ઘ્યાન આપવા ઈચ્છું છું. આથી જ હાઉસંિગ ડેવલપરો સાથે મળીને મેં રીઅલ એસ્ટેટ વેબસાઈટ લોન્ચ કરી છે.’
દરમિયાન શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ કહેવાતાં ‘મોટાભાઈ’ સંજય દત્ત સાથે હાથ મિલાવ્યા છે અને તેને બિઝનેસના દાવપેચ શીખવી રહ્યો છે. હાલમાં બૉલીવૂડમાં તેઓ બેસ્ટ ફ્રેન્ડ તરીકે ઓળખાય છે. સંજય અને માન્યતા સાથેની મિત્રતા વિશે શિલ્પાએ કહ્યું હતું કે, ‘સંજય સાથેની અમારી મિત્રતા ગાઢ બની છે. રાજ અને સંજુને એકમેક સાથે સારું બને છે.’
જો કે પાપા પગલી ભરનારાના આગમન સાથે શિલ્પાની માતા તરીકેની ભૂમિકાનો આરંભ થશે. ‘જીવનના આ તબક્કે હું અત્યંત ખુશ છું. ઘરમાં પણ મને ખૂબ લાડ લડાવવામાં આવે છે. પ્રત્યેક સ્ત્રી માતા બનીને ગર્વ અને આનંદ અનુભવતી હોય છે. હું મારા સ્ત્રીત્વનો આનંદ માણું છું. અમારા પરિવારમાં આવનારા નવા મહેમાનના વિચારથી હું અને રાજ ખુશી અનુભવીએ છીએ’ એવું શિલ્પાએ જણાવ્યું હતું. અનેક ઉતાર-ચડાવ સાથે જીવનમાં પરિવર્તન આવ્યાનું શિલ્પા જણાવે છે. ‘હું એક સામાન્ય યુવતી છું અને સાદું જીવન જીવું છું. મારા માતા-પિતાએ અમને સાદગીપૂર્ણ અનુશાસિત જીવન જીવતાં શીખવ્યું છે. મને માત્ર પરિવારજનો જ નહંિ પરંતુ મિત્રો અને જેને પણ મારી જરૂર હોય તેની કાળજી લેતાં શીખવ્યું છે.’

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved