Last Update : 06-April-2012, Firday
 

સલમાન, શાહરૂખ અને આમિર...સવાલ એક રૂપિયાનો!

 

યશ રાજ બેનરની ફિલ્મ સાઇન કરતી વખતે આ ત્રણે કલાકારોએ બાકીના બે કલાકારના કોન્ટ્રાક્ટ અને ડીલ જોવાની જીદ પકડી હતી. અને બંને કરતા પોતે વામણા સાબિત થતા નથી એની ખાતરી કર્યા પછી જ આ ફિલ્મ સાઇન કરી હતી.
બોલીવૂડમાં વર્ચસ ધરાવતી ખાન ત્રિપુટી વચ્ચેની ચડસાચડસી દિવસેને દિવસે વધતી જ જાય છે અને નજીકના ભવિષ્યમાં આનો કોઈ અંત આવવાનો નથી એ વાત પણ સોનાના પતરા પર લખી અપાય તેવી છે. હમણા શાહરૂખ, આમિર અને સલમાન યશ ચોપરાની ફિલ્મ અનુક્રમે યશ ચોપરા દિગ્દર્શક ફિલ્મ જેનું શિર્ષક નક્કી નથી, ‘ઘૂમ-ત્રણ’ અને ‘એક થા ટાઇગર’ કરી રહ્યા છે. યશ રાજ ફિલ્મ્સ બોલીવૂડના ટોચના બેનરોમાંની એક ફિલ્મ છે. અને આ બેનર ક્યારે પણ તેની ફિલ્મના કલાકારોને તેમની માર્કેટ પ્રાઇઝ આપતી ન હોવાની ચર્ચા છે. યશ રાજની બેનરમાં કામ કરવા માટે તેમની શરતો મુજબ જ કામ કરવાની તૈયારી રાખવી પડે છે અને તેો જે ફી આપે એ હસતા-હસતા સ્વીકારી લેવી પડે છે. પરંતુ સલમાન સામા અપવાદ સાબિત થયો હતો.
‘રેડી’, ‘બોડીગાર્ડ’, ‘દબંગ’ જેવી હિટ ફિલ્મો આપ્યા પછી બોલીવૂડમાં સલમાનની માગ ઘણી વધી ગઈ છે અને સલમાનની સફળતાની રોકડી કરીને હિટ ફિલ્મ આપવાનો ઇરાદો ધરાવતા યશ રાજ પ્રોડક્શને તેમના નિયમોમાં સલમાનને માટે ઘણી બાંધછોડ કરવી પડી હતી. નિયમ વિરુદ્ધ સલમાનની વેનિટી વેનને તેમના સ્ટુડિયામાં પાર્ક કરવાની પરવાનગી આપવી પડી હતી તેમ જ સલમાનને મોં માગ્યા દામ પણ ચૂકવવા પડ્યા હતા.
મોં માગ્યા દામ ચૂકવવાની આ જ વાત આ ત્રણે કલાકારો વચ્ચે એક અહમનો ટકરાવ બની હતી. બોલીવૂડમાં વહેતી એક અફવા સાચી માનીએ તો શાહરૂખ સાથેની સ્પર્ધામાં ચઢિયાતા સાબિત થવા માટે સલમાને આદિત્ય ચોપરા સમક્ષ શાહરૂખથી તેને રૂા. એક વઘુ મળે એવી એક વિચિત્ર શરત મૂકી હતી જેને કારણે આદિત્ય મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. કારણ કે શાહરૂખ તેની કંિમત હંમેશાં ફિલ્મના નફાની ટકાવારીમાં જ લે છે જો કે યશ ચોપરાએ સલમાનને બીજી ફિલ્મો કરતા વઘુ રકમ આપવાની તૈયારી દેખાડીને બીજી સાચવી લીધી હતી.
આમિર, સલમાન અને શાહરૂખની લોકપ્રિયતા જોતા તેમને અંદાજે રૂા. ૨૦ કરોડ કરતા ઓછી કંિમત મળતી હશે નહીં એમ ધારવામાં આવે છે.
બીજી એક અફવા પ્રમાણે યશ રાજ બેનરની ફિલ્મ સાઇન કરતી વખતે આ ત્રણે કલાકારોએ બાકીના બે કલાકારના કોન્ટ્રાક્ટ અને ડીલ જોવાની જીદ પકડી હતી. અને બંને કરતા પોતે વામણા સાબિત થતા નથી એની ખાતરી કર્યા પછી જ આ ફિલ્મ સાઇન કરી હતી.
શાહરૂખની વાત છે તો તેને ચોપરા પરિવાર સાથે વર્ષોથી સંબંધ છે અને તે આ પરિવારના એક સભ્ય સમાન જ છે. આથી આમિર અને સલમાનને કારણે તેને અન્યાય થાય એ શાહરૂખ સાંખી શકે નહીં એ વાત પણ સ્વાભાવિક છે.
આ ત્રણે કલકારોના પરસ્પર સંબંધની વાત છે તો હમણા સલમાન અને આમિરે સાથે મળીને શાહરૂખ વિરુદ્ધ બંડ પોકાર્યું હોય એમ લાગે છે. મોકો મળતા જ આ બંને શાહરૂખની ટીકા કરવાબેસી જાય છે. અને નંબર વનની વાત નીકળે છે ત્યારે આમિર સલમાનને અને સલામત આમિરનું નામ આપી શાહરૂખ તેમનો દુશ્મન હોવાની વાત આડકતરી રીતે સ્પષ્ટ કરી દે છે. સામે પક્ષે શાહરૂખ પણ એવોર્ડ સમારંભ કે જાહેરમાં આ બંને પર શબ્દોના પ્રહાર કરવાનો લાગ તરત જ ઝડપી લે છે.
જોકે કલાકારો વચ્ચેનો અહમ વર્ષોથી ચાલ્યો આવે છે. ભૂતકાળમાં દિલીપ, રાજ, દેવની ત્રિપુટી વચ્ચેની સ્પર્ધા જગજાહેર હતી. આ પછી રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન વચ્ચેની સ્પર્ધા પણ લોકોમાં ચર્ચાનું એક કારણ બની હતી. આ બંનેએ ‘આનંદ’, ‘નમક હરામ’ જેવી ફિલ્મો સાથે કરી હતી. ત્યારે રાજેશનો સિતારો તેજમાં હતો અને આ ફિલ્મોમાં તેઓ પોતાનું ધાર્યું કરાવવામાં સફળ થયા હતા. પરંતુ નમક હરામમાં અમિતાભ બાજી મારી ગયો હતો અને એ પછી જે થયું તે એક ઇતિહાસ છે.
કલાકારો વચ્ચેની આ હૂંસાતૂંસી તેમને માટે એક અહમનો ટકરાવ હશે પરંતુ વાચકો માટે આ લડાઈ એક મનોરંજનનો વિષય બને છે. એ વાતમાં કોઈ શક નથી.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved