Last Update : 06-April-2012, Firday
 

પાવરફુલ પર્ફોર્મર વિદ્યા બાલન, કરીના કપૂર, કેટરિના કૈફ...
શોભાની પૂતળી ગણાતી અભિનેત્રીઓ હવે બની છે

 

આ વરસે યોજાયેલા તમામ ફિલ્મ એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મેળવનારી વિદ્યા બાલનને હવે ‘ડર્ટી પિક્ચર’ની ભૂમિકા માટે રાષ્ટ્રીય પારિતોષિક પણ મળ્યું. આ ઉપરાંત હાલમાં રજૂ થયેલી વિદ્યાની ‘કહાની’ ફિલ્મને પણ સફળતા સાંપડી છે. આથી અભિનેત્રી અત્યારે જીવનના શ્રેષ્ઠ તબક્કામાં છે અને તેનો પૂરેપૂરો આનંદ માણી રહી છે. ‘નો વન કિલ્ડ જેસિકા’ અને ‘ડર્ટી પિક્ચર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર અભિનેતાઓ જ ટંકશાળ પાડી શકે છે તે માન્યતાને ખોટી પુરવાર કરી છે. તાજેતરના ભૂતકાળમાં બનેલી અને આગામી થોડા સમયમાં બનનારી ફિલ્મો પર એક નજર નાખીશું તો પ્રતીતિ થશે કે હવે પુરુષપ્રધાન બોલીવૂડમાં અભિનેત્રીઓ પણ પોતાનું ચોક્કસ સ્થાન હાંસલ કરી શકી છે.
વાસ્તવમાં તો ૨૦૦૮માં મઘુર ભંડારકરની ‘ફેશન’ ફિલ્મ દ્વારા આ ચીલો ચાતરાયો હતો. આ ફિલ્મની સફળતાની જવાબદારી પ્રિયંકા ચોપરા અને કંગાના રાણાવતના શિરે હતી. જે તેમણે પૂરેપૂરી નિભાવી હતી. ‘ફેશન’ ફિલ્મે રૂા. ૪૨ કરોડની કમાણી કરી હતી અને ત્યારે તમામ એવોર્ડ સમારંભમાં પ્રિયંકા છવાઈ ગઈ હતી.
૨૦૦૯થી રજૂ થયેલી કરીના કપૂરની ફિલ્મોમાંથી ચાર ફિલ્મે રૂા. ૧૦૦ કરોડથી અધિકની કમાણી કરી છે. છેલ્લે રજૂ થયેલી ‘એક મૈં ઔર એક તું’ ફિલ્મે રૂા. ૫૮ કરોડ રળી આપ્યા હતા. હવે રજૂ થનારી ‘એજન્ટ વિનોદ’ ફિલ્મમાં કરીના પાકિસ્તાની જાસૂસ, ‘તલાશ’માં સુપરસ્ટારની હત્યાની તપાસ કરતાં પરિણીત ઇન્સ્પેક્ટર આમિર ખાનને મોહિત કરવા મથતી રૂપજીવીનીની અને મઘુર ભંડારકરની ‘હિરોઈન’માં કારકિર્દીમાં પછડાટ અનુભવનારી અભિનેત્રીની ભૂમિકામાં જોવા મળશે. ત્યાર બાદ કરીના સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં અભિનેતા રણવીર સંિહ સાથે અભિનય કરશે. ૧૪ બ્રાન્ડ એન્ડોર્સ કરતી અભિનેત્રી બાંદરાના એપાર્ટમેન્ટમાં પ્રેમી સૈફ અલી ખાન સાથે રહે છે અને ઢગલાબંધ શોપંિગ કરે છે. કરીના પોતે કબૂલે છે કે તે ઉચ્ચ ડિગ્રી ધરાવતી નથી. આથી તે બીજા કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકી હોત નહીં. ‘મને પહેલેથી જ મારી અભિનયક્ષમતા પર વિશ્વાસ હતો’ એમ તે ગર્વથી કહે છે.
બ્રાન્ડ પ્રમોશન હોય કે ગ્લેમરસ આઇટમ ગીત સાથેની ફિલ્મ વેચવાની હોય, બોલીવૂડમાં આ માટે અભિનેત્રીઓની આજે છે એટલી બોલળાલા અગાઉ ક્યારેય નહોતી. ટેમ મીડિયા રિસર્ચના જણાવ્યા પ્રમાણે સેલિબ્રિટી ટેલિવિઝન એન્ડોર્સમેન્ટમાં અભિનેત્રીઓ ફાળો ૪૦ ટકા અને અભિનેતાઓનો ૩૮ ટકા છે. ફિલ્મમેકરોની પ્રથમ પસંદ કરીના છે તો એન્ડોર્સમેન્ટ વર્લ્ડમાં કેટરીનાનું રાજ છે. તે શાહરૂખ ખાન બાદ બીજા ક્રમાંકે છે અને એમ. એસ. ધોની, સચીન તેન્ડુલર અને અમિતાભ બચ્ચન કરતાં આગળ છે. આજકાલ બધી જ ફિલ્મમાં આઇટમગીત હોવું જરૂરી બની ગયું છે. આનાથી ફિલ્મ અને કલાકાર બંનેને લાભ થાય છે. ‘દમ મારો દમ’ ફિલ્મના ગીત માટે દીપિકા પદુકોણને એક કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ આ ગીતના પ્રત્યેક સ્ટેજ પરફોર્મન્સ વખતે દીપિકાએ આટલી જ ફી વસૂલી હતી.
પ્રિયંકા ચોપરા સ્વીકારે છે કે અત્યારે હિન્દી સિનેજગતની અભિનેત્રીઓ માટે ઉત્તમ સમય ચાલે છે. તેની લાગલગાટ બે ફિલ્મો ‘ડોન-૨’ અને ‘અગ્નિપથ’એ ૧૦૦ કરોડથી અધિકનો બિઝનેસ કરતાં તે બોલીવૂડની ‘રૂા. ૧૦૦ કરોડ ક્લબ’માં જોડાઈ ગઈ છે. પ્રિયંકા માટે આ અત્યંત આનંદદાયક બાબત છે. કારણ કે ગયા વરસે તેની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ ‘સાત ખૂન માફ’ બોક્સ ઓફિસ પર પટકાઈ ગઈ હતી. હકીકતમાં આ ફિલ્મમાં પ્રિયંકાએ સાત જુદા-જુદા સ્વરૂપમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો અને ફિલ્મ અને ફિલ્મને દર્શકોએ ન સ્વીકારતાં તે ખૂબ નિરાશ થઈ હતી.
‘ડર્ટી પિક્ચર’માં જ્યારે વિદ્યાને પસંદ કરવામાં આવી ત્યારે નિર્માત્રી એકતા કપૂરને ઘણી નેગેટિવ પ્રતિક્રિયાઓ સાંભળવી પડી હતી. પરંતુ એકતાને પોતાનામાં અને વિદ્યામાં સંપૂર્ણ વિશ્વાસ હતો. વિદ્યા સ્વયં પણ પોતે આટલી બોલ્ડ ભૂમિકા કરી શકશે કે કેમ એવી અવઢમાં હતી. છેવટે તેણે મન મક્કમ કર્યું અને પાત્રમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. તેના પરિશ્રમનું તેને ધાર્યા કરતાં અનેકગણું વઘુ સારું પરિણામ મળ્યું છે. ફિલ્મ નિર્માતાઓ તેને પોતાની ફિલ્મમાં લેવા કતારમાં ઊભા છે.
વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ ‘ફેરારી કી સવારી’ ફિલ્મના શૂટંિગમાં ઝીણામાં ઝીણી વિગતો પર ઘ્યાન આપ્યું છે. લંડનના ‘લોર્ડ્‌સ’માં પણ શૂટંિગ કર્યું છે. છતાં દર્શકોને આકર્ષવા વિદ્યા બાલનને લાવણી નંબર ‘મલા જાઉ દ્યા ના ઘરી’ માટે લીધી છે. ૨૦૦૭ અને ૨૦૦૮માં ‘હે બેબી’ અને ‘કિસ્મત કનેક્શન ફિલ્મમાંના વિદ્યાના ડ્રેસંિગ વિશે આકરી ટીકા થઈ હતી. આ ટીકા સાંભળીને તેને ખૂબ દુઃખ થયું હતું. આજે પોતાના અભિનય દ્વારા વિદ્યાએ આ ટીકાનો સણસણતો જવાબ આપ્યો છે. બે વર્ષથી સતત કામમાં વ્યસ્ત વિદ્યા હવે બ્રેક લઈને પરિવાર સાથે ફરવા જવાની છે. ફરીને આવ્યા બાદ તે પોતાની પહેલી કોમેડી ફિલ્મ ‘ધનચક્કર’નું શૂટંિગ શરૂ કરશે. રાજકુમાર ગુપ્તાની આ ફિલ્મમાં વિદ્યાની સાથે ઇમરાન હાશ્મી છે.
એવું નથી કે માત્ર મહિલાપ્રધાન ફિલ્મોમાં જ અભિનેત્રીઓ બાજી મારી જાય છે. હવે હિરોલક્ષી ફિલ્મમાં પણ અભિનેત્રીની મહત્તા વધી ગઈ છે. જ્યારે ‘રેસ-૨’માંથી દીપિક નીકળી ગઈ ત્યારે આ ફિલ્મની કંિમત રૂા. ૮૫ કરોડમાંથી ઘટીને રૂા. ૬૫ કરોડ થઈ ગઈ હતી. અને નોંધનીય વાત એ છે કે ફિલ્મના હિરોની યાદી (સૈફ, અનિલ કપૂર અને જ્હોન અબ્રાહમ)માં કોઈ જ ફેરફાર થયો નહોતો. દીપિકાના નીકળી જવા બાબતે જાહેરમાં ભારે વિવાદ થયો હતો અને છેવટે તે ફિલ્મમાં પાછી ફરી છે. જોકે હજી સુધી તારીખો નક્કી થઈ નથી. હાલમાં તો દીપિકા સૈફ સાથેની ‘કોકટેલ’ અને ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથેની ‘યે જવાની હૈ દિવાની’ ફિલ્મના શૂટંિગ વચ્ચે આવ-જા કરે છે. રજનીકાંત સાથેની ‘રાણા’નું શૂટંિગ તો હજુ શરૂ થયું નથી જ્યારે પિરિયડ ફિલ્મ ‘કોચાકૈયાન’નું શૂટંિગ થોડા સપ્તાહ બાદ શરૂ થશે.
આજે સિનેમા ઉદ્યોગનું નાના ગામથી લઈને વિદેશી થિયેટરો સુધી વિસ્તરણ થયું છે. આથી બોક્સ ઓફિસનું રૂા. ૧૦૦ કરોડનું લક્ષ્ય સહેલાઈથી હાંસલ કરી શકાય છે. સિદ્ધાર્થ રોય કપૂરના જણાવ્યા પ્રમાણે ત્રણ મહત્ત્વની બાબતો કામ કરી ગઈ છે. હવે ફિલ્મો નાના ગામ સુધી પહોંચી હોવાથી ઇન્ડસ્ટ્રીની આવકમાં વધારો થયો છે. વળી સિનેમા ડિજિટલી બનાવવામાં આવે છે એટલે નિર્માણ ખર્ચમાં ઘટાડો થયો છે. આજે દેશભરમાં ૧૧ હજાર સ્ક્રીન છે. આમાંથી લગભગ ૧૫૦૦ મલ્ટીપ્લેક્સ છે. બીજી મહત્ત્વની બાબત છે ટિકિટના ભાવમાં વધારો. ૨૦૧૧માં ટિકિટના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો થયો છે. અને તે રૂા. ૧૫૦-૨૫૦માં વેચાય છે. મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં તો રૂા. ૩૫૦ના ભાવે પણ ટિકિટ ખરીદવામાં આવે છે. આ વરસે ટિકિટના ભાવમાં ૨૦ ટકાનો વધારો થવાની ધારણા છે. ત્રીજી બાબત છે પ્રેક્ષકોના સ્વભાવમાં પરિવર્તન. સામાન્ય રીતે ‘ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મમાં પુરુષ પ્રેક્ષકોનો જ ધસારો થતો હોવાનું આપણે માનીએ છીએ. પરંતુ ના, શહેરના થિયેટરોમાં મહિલા પ્રેક્ષકો સંખ્યા પણ સારી એવી જોવા મળી હતી.
અભિનેત્રીઓ સુદ્ધા પોતાની બબલી જેવી ઇમેજ છોડીને આગળ વધવા તત્પર છે. આથી જ કરીનાએ ‘તલાશ’ અને ‘હિરોઇન’ ફિલ્મ સ્વીકારી હતી. વિધીએ પણ ‘કહાની’માં ગર્ભવતી નાયિકાની ભૂમિકા સુપેરે ભજવી છે. અનુરાગ બાસુની ‘બરફી’માં પ્રિયંકા ‘ઓસ્ટિક’ (માનસિક રીતે અક્ષમ) નાયિકાના પાત્રમાં જોવા મળશે. આ ભૂમિકા સુપેરે ભજવી શકાયતે માટે અભિનેત્રીએ ખાસ્સી મહેનત કરી છે. બર્લિન ફિલ્મોત્સવમાં ‘ડોન-૨’ના સ્ક્રીનંિગમાં હાજર રહ્યા બાદ પ્રિયંકા લોસ એન્જલસમાં ગ્રેમી એવોર્ડ સમારંભમાં પહોંચશે. ત્યાંથી યુનિવર્સલ મ્યુઝિક સાથે મ્યુઝિક આલ્બમ બનાવવાનો કરાર કરશે અને ત્રણ ફિલ્મનું શૂટંિગ પતાવશે. આમ તે અત્યંત વ્યસ્ત છે.
કરીના, કેટરીના, વિદ્યા અને પ્રિયંકા સિવાય પણ બોલીવૂડમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે જે પોતાનું અલાયદું સ્થાન ધરાવે છે. હિન્દી સિનેજગતની ફેશન આઇકન તરીકે જાણીતી સોનમ કપૂર અને કંગના રાણાવતનું નામ આ યાદીમા ટોચ પર છે. ‘આયેશા’ દ્વારા સોનમ અભિનેત્રીમાંથી નિર્માત્રી બની હતી. જ્યારે કંગનાએ ‘ટ્રોમા ક્વિન’ તરીકેની પોતાની ઇમેજ ‘ડબલ ધમાલ’ અને ‘રાસ્કલ્સ’ જેવી ફિલ્મ દ્વારા બદલી નાખી છે. રાકેશ રોશનની ‘ક્રિશ-૩’ અને ‘તનુ વેડ્‌સ મનુ’ની સિકવલમાં કંગના જોવા મળશે. ‘તેઝ’માં અજય દેવગણની પત્નીની ભૂમિકા ભજવનારી કંગનાએ ‘શૂટ-આઉટ એટ વડાલા’માં પણ મહત્ત્વની ભૂમિકા મેળવી છે. અભિષેક ચૌબેની ‘દેઢ ઇશ્કિયાં’માં પણ કંગના જ જોવા મળશે.
જોકે અહીં બીજી એક નોંધનીય વાત એ છે કે અભિનેત્રીઓની આ ઉન્નતિમાં ફિલ્મમેકરોએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અનુરાગ બાસુ, મિલન લુથરિયા, સુજોય ઘોષ, કબીર ખાન જેવા દિગ્દર્શકો કલાકારો પાસેથી ધાર્યો અભિનય કરાવી શકે છે.
દિગ્દર્શક રોહન સિપ્પીના મતે બોલીવૂડની અભિનેત્રીઓએ પોતે બાંધેલી મર્યાદાની બહાર પગ મૂકવાની શરૂઆત કરવી જોઈએ. તેમણે સહઅભિનેતાઓને અનુસરવાને બદલે પોતાના મનની વાત માનવી જોઈએ. જો તે આમ કરશે તો તે વઘુ પ્રગતિ કરી શકશે.

Share |
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved