Last Update : 06-April-2012, Firday
 
'ધ સન્ડે ગાર્ડિયન'નો રિપોર્ટ
સેનાના બળવાના સમાચાર પાછળ કેન્દ્રના જ એક વરિષ્ઠ મંત્રી

મંત્રી સંરક્ષણ સામાનના સોદાગરો સાથે સંકળાયેલા છે ઃ સેનાના વડાને બદનામ કરવાનો હેતુ

નવીદિલ્હી, તા. ૫
સેનાના બળવાના સમાચારને સરકાર તેમજ સેનાએ એક સૂરે ફગાવી દીધા બાદ આ સમાચાર પેદા કરનાર વ્યક્તિ સંદર્ભે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ આખા પ્રકરણનું મુખ્ય ભેજું કેન્દ્રના જ એક વરીષ્ઠ પ્રધાન છે. સૂત્રોના મત અનુસાર આ પ્રધાન પોતાના એક નજીકના સંબંધી દ્વારા સેનાને સામાન પુરો પાડવાના વ્યવસાય સાથે સંકળાયેલી લોબી સાથે જોડાયેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શસ્ત્રોના દલાલોની લોબી કોઈપણ રીતે જનરલ વી.કે. સિંહને સેનાના વડાના પદ પરથી હટાવવા માંગે છે. એક અગ્રણી અંગ્રેજી અખબાર 'ધ સન્ડે ગાર્ડિયન' એ એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનને એમ લાગ્યું હતું કે બળવાની આશંકા વ્યક્ત કરવાથી બધા જ રાજકારણીઓ સેનાના વડાની વિરૃદ્ધ થઈ જશે. પણ આ મુદ્દે જ તેઓ થાપ ખાઈ ગયા. તેમણે એવું માનેલું કે સરકાર સેના વચ્ચેના સંબંધો તનાવગ્રસ્ત છે. તે સંજોગોમાં વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન આ મુદ્દે ટીપ્પણી કરવાનું ટાળશે. પરીણામે સેનાના વડા વિરૃદ્ધનું વાતાવરણ સર્જાશે.
પણ બન્યું તેનાથી ઉલ્ટુ. વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન તો બરાબર પણ વિપક્ષી નેતાઓએ પણ આ સમાચારને ફગાવી દીધા સૂત્રોનો દાવો છે કે તે પ્રધાનના નિકટના સંબંધી તેમના વિદેશ પ્રવાસ દરમ્યાન પણ શસ્ત્રોના સોદાગરો અને દલાલોને મળતા રહે છે. સૂત્રે દાવો કર્યો છે કે ઇન્ટેલીજન્સ બ્યુરો (આઇ.બી.)ને આની ગંધ પણ નથી આવી. કેમકે જે પ્રભાવશાળી વ્યક્તિ તે પ્રધાનનો સંબંધી છે. તેના પર ગુપ્તચરોની નજર નથી. શસ્ત્ર સોદાગરોની જાળ ખૂબ જ વ્યાપક રીતે ફેલાયેલી છે. જે પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા તેમને કામ લેવાનું હોય તેમને દુબઈ, બેંકોક અને લંડનમાં તમામ રીતે સાચવીને ખુશ કરવામાં આવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved