Last Update : 06-April-2012, Firday
 

ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળું મારતી ગુજરાત સરકાર
ગુજરાતમાં ખાદ્યતેલ પર સ્ટોક નિયંત્રણ

જથ્થાબંધ વેપારીઓ ૪૦૦૦ ડબા અને છૂટક વેપારીઓ ૩૦૦ ડબાથી વધુ તેલનો સ્ટોક રાખી નહીં શકેઃ તેલીબિયાંના સ્ટોક ઉપર પણ નિયંત્રણો

ગાંધીનગર, તા.૫
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ અને તેના પગલે અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ થઇ રહેલા અસહ્ય વધારાના પગલે આખરે સરકાર દોડતી થઇ છે. ખાદ્ય તેલ અને તેલી બિયાની સંગ્રહખોરી અટકાવવા આજથી ગુજરાતમાં સ્ટોક લિમીટ પ્રથા દાખલ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં તેલીબિયાના જથ્થાબંધ વેપારીઓ ૨૦૦૦ ક્વિંટલ અને છૂટક વેપારીઓ ૧૦૦ ક્વિંટલ સુધી સંગ્રહ કરી શકશે. જ્યારે તેલના જથ્થાબંધ વેપારીઓ ૪૦૦૦ ડબા અને છૂટક વેપારીઓ ૩૦૦ ડબાનો સંગ્રહ કરી શકશે. તેલના કાળાબજાર સામે પીબીએમ હેઠળ કેસો કરવાની સૂચના પણ પુરવઠાતંત્રને આપવામાં આવી છે.
ગુજરાતમાં સિંગતેલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. સિંગતેલના ડબ્બાના ભાવ ર૦૦૦ને પણ વટાવી જતાં તેની અસર અન્ય તેલના ભાવ ઉપર પણ પડી છે. સિંગતેલના સતત વધતાં જતાં ભાવોને પગલે આખરે સરકારની ઉંઘ ઉડી છે અને તેલ તેમજ તેલીબીયાની સંગ્રહખોરી અટકાવવા અને તેલના જથ્થા ઉપર નિયંત્રણ લાદવા ગુજરાતમાં સ્ટોક લિમીટ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, કપાસની નિકાસબંધીને કારણે કપાસનું જીનીંગ અને પીલાણ ઘટયું છે જેના કારણે ભાવવધારો થઈ રહયો છે.
ખાદ્યતેલના ભાવવધારાને અંકુશમાં રાખવા સ્ટોક લિમીટ દાખલ કરાઈ છે. તે મુજબ હવેથી રાજ્યમાં તેલીબીયાના જથ્થાબંધ વેપારીઓ વધુમાં વધુ ર૦૦૦ ક્વિન્ટલ અને છુટક વેપારીઓ ૧૦૦ ક્વિન્ટલ સુધી તેલીબીયાનો સંગ્રહ કરી શકશે. જ્યારે મિલમાલિકો પોતાની પાસે કાચા માલની વાર્ષિક જરૃરીયાતનો ૧/૬ જેટલો ભાગ એટલે કે બે માસ ચાલી શકે તેટલો જથ્થો અને વાર્ષિક જરૃરીયાતના ૧/૧ર એટલે કે એક માસ ચાલી શકે તેટલો પાકો માલ સંગ્રહ કરી શકશે.
ખાદ્ય તેલના છુટક વેપારીઓ ૪પ ક્વિન્ટલ એટલે કે ૩૦૦ ડબ્બા અને જથ્થાબંધ વેપારીઓ ૬૦૦ ક્વિન્ટલ એટલે કે ૪૦૦૦ ડબ્બાનો સંગ્રહ કરી શકશે. તેલના કાળા બજાર રોકવા માટે પીબીએમ હેઠળ કાર્યવાહી કરવા પણ પુરવઠા તંત્રને સુચના આપવામાં આવી છે આ ઉપરાંત ગરીબો માટે ૧ર હજાર મેટ્રિક ટન પામોલીન તેલના જથ્થા ઉપરાંત વધારાનો ૬ હજાર મેટ્રિક ટન જથ્થો ખરીદવામાં આવનાર છે.

 

ખેડૂતો માટે કોઈ સ્ટોક લિમિટ નહીં
ગાંધીનગર, તા.૫
ખાદ્યતેલના વધતાં ભાવો સામે સરકાર દ્વારા આજે દાખલ કરાયેલી સ્ટોક લિમીટમાં ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે. ખેડૂતો પોતાના સ્થાન ઉપર તેલીબીયાનો ગમે તેટલો જથ્થો રાખી શકશે. તેમના ઉપર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. સંગ્રહાખોરી સામેના આ નિયમો માત્ર વેપારીઓ અને મિલરોને જ લાગુ પડશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved