Last Update : 06-April-2012, Firday
 

એક મિનિટ પ્લીઝ....

1. સૈન્યની ટુકડીઓએ દિલ્હી તરફ કૂચ કરી હોવાના અખબારી અહેવાલોને મૂર્ખતાપૂર્ણ ગણાવતા સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહ.
2. રાજસ્થાન વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક અને ભૂતપૂર્વ પ્રધાન રાજેન્દ્ર રાઠોડને નકલી એન્કાઉન્ટર કેસમાં ૧૦મી એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા.
3. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના પરાજયનું કારણ શોધવા કોંગ્રેસી નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરતા રાહુલ ગાંધી.
4. ઓડિશામાં બીજેડીના ધારાસભ્ય ઝિના હિક્કાને છોડવા માટેની સમય મર્યાદા ૭મી એપ્રિલ સુધી લંબાવતા માઓવાદીઓ.
5. ભારતીય નૌકાદળ દશકના અંત સુધીમાં પાંચ પરમાણુ સબમરીનને કામે લગાડશે જેમાં રશિયા પાસેથી ભાડે લીધેલી બે અને ત્રણ સ્વદેશી બનાવટની સબમરીન સામેલ.
6. પીઢ સામાજિક કાર્યકર અણ્ણા હજારેના આંદોલનને આજે એક વર્ષ પુરૃં થયું છે. ત્યારે હવે ટીમ અણ્ણા૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં લોકપાલ બિલ માટે જનસમર્થન એકઠું કરશે. આ વખતે આંદોલનમાં 'લોકપાલ બિલ લાઓ નહીં તો જાઓ'નું સૂત્ર હશે.
7. ભારતીય વાયુદળ પશ્ચિમ બંગાળના પનાગઢમાં વધારાના ૬ સી-૧૩૦ જે સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ વિમાનો તૈનાત કરાશે.
8. સર્વોચ્ચ અદાલતે ટુજી સ્પેક્ટ્રમ કેસમાં પોતાના ચુકાદા અંગે ફેરવિચારણા કરવાની કેન્દ્રની અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી છે જો કે, કોર્ટે સાત ટેલિકોમ કંપનીઓ અને ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાની પુનઃ સમીક્ષા અરજી નકારી કાઢી છે.
9. ગેરકાયદે ખાણકામ માટેના લાઇસન્સ આપવાના કેસમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાને ઝારખંડ વડી અદાલતે જામીન આપ્યા. જો કે અન્ય કેસના સંદર્ભે મધુ કોડાને જેલમાં રહેવું પડશે.
10. કેન્દ્રિય પ્રધાન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ નવા જમીન કૌભાંડમાં ફસાયા પોતાના જ ટ્રસ્ટ માટે રાહતદરે જામીન ફાળવવા બદલ કેગના અહેવાલમાં દેશમુખ સામે તહોમત. બીજી બાજુ ભાજપે તેમની સામે સીબીઆઇ તપાસ અને તેમના રાજીનામાની માગણી કરી.

 

સમાચાર આંતરરાષ્ટ્રીય

1. લશ્કર-એ-તોઇબાનો વડો હાફિઝ સઇદ ક્યાં છે તેની જાણ હોવાનો દાવો કરતાં અમેરિકાએ જણાવ્યું છે કે તેના પરનું ૫૦ કરોડનું ઈનામ માત્ર નક્કર પૂરાવા અને જાણકારી આપવા માટે જ છે.
2. ઓસ્ટ્રેલિયામાં હવાઇ મુસાફરી દરમિયાન કોકપીટમાં અચાનક સાપ નજરે પડતાં પાઇલટે ઈમરજન્સી ઉતરાણ કર્યું. વિમાન ડાર્વિનથી પેપ્પિમેનારતિ તરફ જઇ રહ્યું હતું.
3. ૯/૧૧ના હુમલાના પાકિસ્તાની માસ્ટરમાઇન્ડ ખાલિદ મોહમ્મદ સહિત અલકાયદાના ચાર શકમંદોએ અમેરિકાએ સુનાવણી માટે મોકલ્યા.
4. પીઓંગ્યાંગના લાંબા અંતરના રોકેટ કાર્યક્રમને હાની પહોંચાડવાનો પ્રયાસ થશે તે દુશ્મનોને દરિયામાં દફનાવી દેવાની ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ-ઉનની ચેતવણી
5. મ્યાનમારમાં નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ કીની જીત બાદ ફ્રાંસ મ્યાનમાર સામેના પ્રતિબંધો હળવા કરવા યુરોપીય સંઘને વિનંતી કરશે.
6. દક્ષિણ ચીન સમુદ્રનાં વિવાદના સંદર્ભે આચારસંહિતા ઘડવા માટે ચીન સીધું જ એસિયાન સભ્ય દેશો સાથે વાટાઘાટો કરશે.
7. જાપાનના ફુકુશિમા દાઇચી પરમાણુ મથકમાંથી લીક થયેલા ૧૨ ટન જેટલા રેડિયો એક્ટિવ પાણીમાંથી કેટલુંક પેસિફિક સમુદ્રમાં ભળ્યાનો પરમાણુ મથકનો દાવો.
8. લિબીયાએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અમમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ- ઈસ્લામને આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલતને સોંપવાનું નકારી કાઢ્યું છે. ગદ્દાફીના પુત્ર સામે લિબીયામાં જ ખટલો ચલાવાશે.
9. ફ્રાંસના પ્રમુખપદની ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરતાં નિકોલસ સારકોઝી બેરોજગારી, આતંકવાદ અને આર્થિક સંકડામણ સહિતના પ્રશ્નોથી ફ્રાંસને છૂટકારો અપાવવાનું આપેલું વચન
10. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના સંદર્ભે ઘણું દાવ પર લાગેલું છે અને બન્ને દેશો એકબીજાથી મોઢુ ફેરવી શકે નહીં ઃ અમેરિકી નાયબ વિદેશ પ્રધાન ટોમ નાઈડ્સ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved