Last Update : 06-April-2012, Firday
 

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં મામલો ઉગ્ર બન્યો
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

૨૦૦ ટ્રેક્ટર લઈ આવેલા ખેડૂતોએ મુખ્ય દરવાજો બંધ કરી દેતાં હરાજી પણ અટકાવી દેવામાં આવી

ઇડર, તા. ૫
ઇડર માર્કેટ યાર્ડમાં આજે ૨૦૦ કરતા વધુ ટ્રેક્ટર ભરી ઘઉં વેચવા આવેલા ખેડૂતોએ ઘઉંના પોષણક્ષમ ભાવને મામલે હોબાળો મચાવી દઈ હરાજીની કામગીરી અટકાવી દીધી હતી સાથે જ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજાને પણ બંધ કરી દીધો હતો જેને લઇને યાર્ડમાં સવારના સમયે જ ભારે અફડાતફડી મચી જવા પામી હતી. બાદમાં યાર્ડના ચેરમેનની સમજાવટને પગલે ટેકાના ભાવે ખરીદી શરુ કરાતા સમગ્ર મામલો થાળે પડયો હતો.
ઇડર માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારથી જ ગામેગામના ખેડૂતો ઘઉં વેચવા ઉમટી પડયા હતા. યાર્ડમાં ૨૦૦ કરતા પણ વધુ ટ્રેક્ટરોની કતારો લાગી ગઈ હતી. દરમ્યાન હરાજીની કામગીરી શરુ થતા કોઈ ખેડૂતના ઘઉંનો ભાવ ૨૩૦ રૃપિયા બોલાયો હતો જેને લઈ ખેડૂતો અને ખરીદદારો વચ્ચે ચકમક ઝરી હતી. જે ચકમક ક્ષણવારમાં જ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લેતા વિફરેલા ખેડૂતોએ હરાજીની કામગીરી અટકાવી દીધી હતી.
સાથે ૨૫૭ રૃપિયાના ટેકાના ભાવે ખરીદી કરવા માંગ કરી હતી ઉપરાંત ખેડૂતોએ યાર્ડના મુખ્ય દરવાજાની અંદર અને બહાર બંને બાજુ ટ્રેક્ટર આડા ઉભા રાખી દઈ દરવાજો બંધ કરી દીધો હતો. કેટલાક ખેડૂતો રજૂઆત કરવાના આશયે માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલની ઓફિસમાં ધસી ગયા હતા અને ઘઉંના પોષણક્ષમ ભાવ અપાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
બાદમાં ખેડૂતોની ઉગ્રતા અને રોષ જોઈ ચેરમેને તાબડતોબ યાર્ડના સભાખંડમાં વેપારીઓની મીટીંગ બોલાવી હતી. જેમાં ચેરમેનની સમજાવટ બાદ નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના એટલે કે રૃપિયા ૨૫૭ના ભાવે ખરીદી કરવાની તૈયારી દર્શાવી હતી. ઉપરાંત વેપારીઓએ પણ ખેડૂતોને પોષણક્ષમ માલ મુજબ ભાવ મળી રહે તે રીતે હરાજી કરવાની તૈયારી દર્શાવતા ફરીવાર હરાજીની પ્રક્રિયા શરુ થઈ હતી અને સમગ્ર મામલો થાળે પડી ગયો હતો.

 

ચેરમેન શું કહે છે ?
ઇડર, તા. ૫
માર્કેટ યાર્ડમાં આજે ઘઉંના પોષણક્ષમ ભાવને મામલે ખેડૂતો દ્વારા મચાવાયેલ હંગામા બાબત ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, થોડીવાર માટે ખેડૂતો ઉગ્ર થયા હતા પરંતુ આ બાબત મારા ધ્યાન પર આવતા જ તાબડતોબ વેપારીઓની મીટીંગ બોલાવી મામલો ઉકેલી નાખ્યો હતો. સાથે જ તેઓએ ઇડર માર્કેટ યાર્ડ ખેડૂતોના હિતોનું રક્ષણ કરી ખેડૂતોને ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ અપાવવા કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved