Last Update : 06-April-2012, Firday
 
ગોંડલના પાંચિયાવદરમાં અંધશ્રધ્ધાના ખેદજનક કિસ્સાથી ગ્રામજનોમાં રોષ
ચાર ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતા પીવાનું પાણી દૂષિત

વાલ્મિકી સમાજના ચાર શખ્સો સામે ગુનો નોંધીને અટકાયત ઃ ગામને પાણી પુરૃં પાડતો કૂવો દૂષિત થતાં નર્મદાનીર આપવા માંગ

ગોંડલ,તા. ૫
ગોંડલ તાલુકાનાં પાંચિયાવદર ગામે વાલ્મિકી સમાજમાં કેટલાક શખ્સો દ્વારા માતાજીનાં માંડવાનું આયોજન કરી અંધશ્રધ્ધાની આડમાં ચાર ઘેંટાઓનાં બલી ચડાવી મૃતદેહોને ગામનાં કુવામાં નાંખી દેવાતા કૂવાનું પાણી દૂષિત થઈ ગયું છે. પીવાનું પાણી આ રીતે દૂષિત કરી નખાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. આ અંગે પોલીસ ફરીયાદ થતા ત્રણ શખ્સોની પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.
પાંચીયાવદરનાં પૂર્વ સરપંચ અને આગેવાન કનકસિંહ જાડેજા એ જણાવ્યું કે, ગામમાં સ્મશાન પાસે વાલ્મીકી સમાજમાં કુળદેવી ખોડીયાર માતાજી તથા મેલડી માતાજીનું મંદિર આવેલ છે, જયાં ગતરાત્રે કેટલાક માણસો દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન અંધશ્રધ્ધાની આડમાં વહેલી સવારનાં ચાર કલાકનાં સુમારે ચાર ઘેટાઓના બલી ચડાવી તેનો મૃતદેહો ગામને પાણી પુરૃં પાડતા વોટર વર્કસ શાખાનાં કુવામાં ફેંકી દેવાતા સંપૂર્ણ કુવાનું પાણી લોહીયાળ થઈ જવા પામ્યું છે. આ ઘટનાની જાણ તાલુકા પોલીસને કરાતા પોલીસ સ્ટાફ પાંચીયાવદર દોડી ગયેલ હતો. તપાસ હાથ ધરી જામનગર રામેશ્વર નગરમાં રહેતા મુકેશ લક્ષ્મણ (ઉ.વ.૩૫) તેનો પુત્ર સાગર (ઉ.વ.૧૫), તથા મનીષ નાથા નારોલા (ઉ.૨૫)ની અટક કરી ઢોર અતિક્રમણની કલમ ૪૨૯/૨૯૫ લગાડી તપાસ હાથધરી હતી.
કુવાનું પાણી ખરાબ થઈ ગયું હોઈ હાલ ગામ લોકો માટેનું પાણી બિનપીવાલાયક બની જતાં પૂર્વ સરપંચે નર્મદાનું પાણી આપવા માંગ કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved