Last Update : 06-April-2012, Firday
 

ચરોતરમાં રિઅલ એસ્ટેટમાં તેજીનું વરવું પરિણામ
મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ

ભાડૂઆતવાળાં મકાન ખાલી કરવા બકરાનું માથું કે તાંત્રિક વિધિનો સામાન ઘર પાસે મૂકવાની ચાલ

આણંદ,તા.૫
રીયલ એસ્ટેટમાં તેજીને કારણે કેટલાક લોકો નીત નવા અખતરાં જમીન પડાવવા માટે કરતા હોય છે. આણંદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં વર્ષો જુના ભાડુઆતના કબજાવાળી મિલ્કતો સસ્તા ભાવે ખરીદી લઈને ભાડુઆતને રીતસરની ધાક-ધમકી અને ત્રાસ ગુજારી દુકાનનો કબજો મેળવી લેવાની પ્રવૃત્તિથી ભાડુઆતોમાં રોષ ફેલાયો છે. સીધી રીતના કામ ન પતતા કેટલાક માથાભારે તત્ત્વો દ્વારા દુકાનદારને માનસિક ત્રાસ આપીને દુકાન પાસે જ બકરાનું કતલ કરાયેલું માથું તથા તાંત્રિક વિધિનો સામાન નીચે મુકી દેતાં લાગણી દુભાઈ છે. આ પહેલા પણ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ કરાઈ હતી. દુકાનદાર દ્વારા મુખ્યમંત્રી સુધી આ બાબતે દાદ મળે તે રીતે અરજી કરાઈ છે. આવી પ્રવૃત્તિ રોકવામાં આવે તે જરૃરી છે.
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી જમીનો પર બિલ્ડીંગો બની રહી છે. આણંદ નગર તથા તેની આસપાસમાં જમીનો ન રહેતા જુના બિલ્ડીંગોને તોડી પાડીને નવા બિલ્ડીંગો બનાવવામા આવી રહ્યા છે. પરંતુ વર્ષો જુના ભાડુઆત જુના બિલ્ડીંગમાં પોતાનો ધંધો-રોજગાર કરતા હોય છે. આવા ભાડુઆતને યેનકેન પ્રકારે કેટલાક લઘુમતીના લોકો દ્વારા આડકતરી રીતે માનસિક ત્રાસ અપાતો હોય છે. વારંવારની આ ગતિવિધિથી ભાડુઆત ત્રાસી જાય અને જગ્યા ખાલી કરે તેવો તેમનો આશય હોય છે. આવા બનાવો બનતા જ રહે છે. પરંતુ માથાભારે તત્વોને કારણે કેટલાક ભાડુઆત ચુપચાપ દુકાન ખાલી કરતા હોય છે. પરંતુ પોતાનો ધંધો-રોજગાર બંધ થઈ જવાની બીકે પોતે આ બાબતે આગળ પણ આવતા હોય છે. આણંદ શહેરમાં રેલ્વે ગોદી સામે સ્ટેશન રોડ ઉપર દિલીપકુમાર મુકુન્દલાલ કંપનીની ફ્રુટ મરચન્ટની દુકાન આવેલી છે. તેઓ છેલ્લા ૬૦ વર્ષથી આ દુકાનમાં ભાડુઆત તરીકે ફ્રુટનો વ્યવસાય કરે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેટલાક માથાભારે મુસ્લીમો દ્વારા તેઓને દુકાન ખાલી કરાવવા માટે માનસિક રીતે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. આ અંગે વેપારી દ્વારા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી. તાજેતરમાં જ તેઓની દુકાન પાસે કોઈ અજાણ્યા શખ્શો દ્વારા એક મરેલા બકરાંનું ધડ, લોહી, ઈંડા, કાળુ કપડું તથા ગુલાબ નાંખેલા હતા. આ રીતે મેલી વિદ્યા કે તાંત્રિક વિધિ કરાઈ હોય તેવુ લાગતું હતું.
વેપારી દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટેશને જઈને પોલીસ અધિકારીને વાકેફ કર્યા હતા. આવી પરિસ્થિતિને કારણે તે વિસ્તારના લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. અગાઉ પણ નવેમ્બર-૨૦૧૧માં જાણવાજોગ ફરિયાદ આપેલ હતી. પંચક્યાસ વખતે દુકાનનો કબજો લેવા લઘુમતી કોમના ૬૦ થી ૭૦ લોકોનું ટોળાનું હુમલો કરવાનું આયોજન હતું. પરંતુ પોલીસની દરમ્યાનગીરીથી મામલો ઠાળે પડયો હતો. કોર્ટમાં કેસ ચાલુ છે ત્યારે આ રીતે ભાડુઆતોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિ વારંવાર ન થાય તે માટે નજીકના દુકાનદારોએ પણ સુરક્ષા માટે પંચક્યાસ કરાવેલ છે. કંઈ પણ હુમલો થાય કે અજુગતુ ન બને તે માટે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી બાળકોની 'કક્કો બારાખડી'
દાગીના ચમકાવતા કારીગરોનો ચૂલો ઠંડો પડયો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved