Last Update : 06-April-2012, Firday
 

૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષ દરમિયાન
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું પ્રચંડ ગાબડું

વર્ષ દરમિયાન ૪૫ કંપનીઓએ IPOની યોજના પડતી મુકી ઃ ૨૦૧૨માં પણ જારી રહેલી

અમદાવાદ, બુધવાર
વિતેલા ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષ દરમિયાન આઈપીઓ એટલે કે ઈનીશીયલ પબ્લિક ઓફરીંગ થકી એકત્ર કરાતા ભંડોળમાં ૮૨ ટકાનું પ્રચંડ ગાબડું નોંધાયું હતું. બીજી તરફ નવા વર્ષમાં એટલે કે ૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ૧૩ જેટલી કંપનીઓ દ્વારા આઈપીઓ થકી ભંડોળ એકત્ર કરવાની યોજના મુલતવી રાખવામાં આવી છે.
ઘર આંગણાની તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ પાછળ વિતેલા ૨૦૧૧-૧૨ના નાણાંકીય વર્ષ દરમિયાન દેશના ઈક્વિટી બજારમાં ભારે અસ્થિરતા અને અનિશ્ચિતતાભર્યો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ પ્રતિકૂળતાની પ્રાઈમરી માર્કેટ પર પણ ગંભીર અસર થવા પામી હતી. પ્રતિકૂળ સ્થિતિના કારણે રોકાણકારો બજારથી દૂર થઈ ગયા હતા. આમ, આ વિષમ પરિસ્થિતિમાં આઈપીઓ થકી એક્ત્ર થતા ભંડોળમાં તેમજ આઈપીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો.
વિતેલા નાણાંકીય વર્ષમાં ૩૩ કંપનીઓએ આઈપીઓ થકી માત્ર રૃ. ૫૮૦૮ કરોડ ઉભા કર્યા હતા. જે અગાઉના નાણાંકીય વર્ષ એટલે કે ૨૦૧૦-૧૧માં ૫૨ કંપનીઓએ આઈપીઓ થકી રૃા. ૩૩૧૮૩ કરોડ ઉભા કર્યા હતા. આમ, આઈપીઓ થકી એકત્ર થતા ભંડોળમાં ૮૨ ટકાનું ગાબડું નોંધાયું હતું.
મુડીબજાર ક્ષેત્રે ઉદ્ભવેલી વિષમ પરિસ્થિતિના કારણે ૪૫ કંપનીઓએ તેમની આઈપીઓ લાવવાની યોજના પડતી મુકી હતી. આ કંપનીઓ રૃા. ૩૩૭૮૭ કરોડ એકત્ર કરનાર હતી. ગેલેક્સી, સ્વરાજ એર અને ગુડવીલ હોસ્પિટલના આઈપીઓ મુડી બજારમાં પ્રવેશ્યા હતા. પરંતુ, રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળતા આ ત્રણ આઈપીઓ પડતા મુકાયા હતા. વર્ષ દરમિયાન એકમાત્ર સરકારી કંપની એનબીસીસીનો આઈપીઓ મુડીબજારમાં આવ્યો હતો.
મુડીબજાર-પ્રાઈમરી માર્કેટ ક્ષેત્રે ઉદ્ભવેલી પ્રતિકૂળતાઓનો નવા ૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં પણ અંત આવ્યો નહતો. રોકાણકારોની નિષ્ક્રિયતાના પગલે ૨૦૧૨ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી ૧૩ કંપનીઓએ તેમના આઈપીઓ મોકૂફ રાખ્યા છે. આ આઈપીઓ થકી રૃા. ૫૬૦૩ કરોડ ઉભા કરવાની યોજના હતી. આમ ઘરઆંગણાની તેમજ વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાના કારણે ગત વર્ષથી ડહોળાયેલું વાતાવરણ નવા કેલેન્ડર વર્ષમાં પણ યથાવત્ રહેવા પામ્યું છે.
દરમિયાન પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈ શેરબજાર (બીએસઈ) દ્વારા ચાલુ વર્ષે મુડીબજારમાં પ્રવેશવાની એટલે કે આઈપીઓ લાવવાની યોજના હાથ ધરી છે. બીએસઈની એપ્રિલના અંત સમયે મળનારી બોર્ડની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા થયા બાદ આખરી નિર્ણય લેવાશે તેમ એક્સચેન્જના સૂત્રોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved