Last Update : 06-April-2012, Firday
 

દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો

અલ નીનોની અસર કદાચ જોવા નહીં મળે

ભારતમાં નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે પણ સામાન્ય રહેવાની ઈન્ડિયા મીટિઅરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)ના અધિકારીઓ માની રહ્યા છે. હવામાનની વર્તમાન સ્થિતિ આ વર્ષે પણ ચોમાસુ સામાન્ય રહેવાના સંકેત આપે છે એમ આઈએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું. દર વર્ષે આઈએમડી એપ્રિલ મહિનાના અંતે ચોમાસાની પ્રાથમિક આગાહી કરે છે અને બાદમાં તેને અપડેટ કરે છે.
દેશનો ૮૦ ટકા વરસાદ નૈઋત્યના ચોમાસામાં પડે છે આ વરસાદ દેશના અર્થતંત્ર માટે ઘણો મહત્વનો બની રહે છે કારણ કે કૃષિ માટે પાણીનો આધાર ચોમાસા પર જ વધુ રહે છે. દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન ૧૭ ટકા જેટલું છે. દેશનું ૬૦ ટકા વર્કફોર્સ કૃષિ પર આધાર રાખે છે. અન્ન અને રોકડિયા પાક પર આધાર રાખતા વેપારીઓ માટે પણ વરસાદ મહત્વનો રહે છે કારણ કે તેમાં કોઈપણ ખાધ કૃષિ પેદાશોના ભાવમાં ચંચળતા ઊભી કરે છે.
ચોમાસુ સારુ રહેશે તો ગ્રામ્ય માગમાં મજબૂતાઈ જળવાઈ રહે છે. છેલ્લા બે વર્ષથી દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાને કારણે કૃષિ ઉત્પાદનમાં વિક્રમી વધારો થયો છે. કૃષિ ઉત્પાદન વધતા ગ્રામ્ય અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. અલ નીનોની અસર કદાચ આ વર્ષે જોવા નહીં મળે અને માટે ચોમાસુ સામાન્ય રહેવાની શકયતા ઘણી વધી ગઈ છે એમ પણ આ અધિકારીએ જણાવ્યું હતું. દેશના આર્થિક વિકાસનો આધાર પણ ચોમાસા અને ખેત પેદાશો પર વધુ રહેલો છે.
દરમિયાન ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટિઅરલોજીના ડાયરેકટર બી. એન. ગોસ્વામીએ પણ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ ૮૯ સેમીથી વધુ રહેવાનો અંદાજ મૂક્યો છે. ગયા વર્ષે ભારતમાં પચાસ વર્ષની ૮૯ સેમીની સરેરાશ વરસાદ મેળવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved