Last Update : 06-April-2012, Firday
 

યુરો ઝોનમાં ફરી ઋણ કટોકટીના વાદળો ઘેરાયાં ઃ યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ

ચીન શેરો, બોન્ડસ, બેંક થાપણોમાં વિદેશીઓના બમણાં રોકાણની મંજૂરી આપશે ઃ યુ.એસ.ના જોબ આંકડા પર નજર
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, ગુરુવાર
મહાવીર જયંતી નિમિત્તે આજે મુંબઇ શેરબજારો બંધ રહ્યા હતા. જ્યારે વૈશ્વિક શેરબજારોમાં યુરો ઝોનની ઋણ કટોકટીના વાદળો ફરી ઘેરાતાં ગાબડાં પડયા હતાં. જર્મનીની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના ફેબુ્રઆરી મહિનાના આંકડા ધારણાથી નબળા આવતા તેમ જ સ્પેનના બોન્ડસમાં મોટા ઘટાડા સાથે ફ્રાંસ દ્વારા પણ ૨.૯૧ ટકાની તુલનાએ વધીને ૨.૯૮ ટકાના સરેરાશ દરે ૧૧.૦૨ અબજ ડોલરના ૧૦ વર્ષીય બોન્ડસનું વેચાણ કરવાની ફરજ પડતા યુરોપના બજારોમાં સાર્વત્રિક ધોવાણ પાછળ એશીયાના બજારોમાં પણ નરમાઇ જોવાઇ હતી.
સ્પેનનું બોન્ડસ વેચાણ ઘટતા, ફ્રાંસને ઊંચા દરે બોન્ડસ વેચાણની ફરજથી યુરોપના બજારો ગબડયા
યુરોપીયન સેન્ટ્રલ બેંકે (ઇસીપી) સપ્તાહના આરંભમાં ફુગાવાના જોખમે બેન્ચમાર્ક દર એક ટકો યથાવત રાખ્યા બાદ ફરી યુરો ઝોનના દેશોની એકપછી એક ઋણ કટોકટીનું જોખમ ફરી સામે આવવા લાગ્યું છે. સ્પેનને તેના બોન્ડસના લિલામના મહત્તમ લક્ષ્યાંકની તુલનાએ નબળા પ્રતિસાદે ઓછા બોન્ડસનું વેચાણ કરાયું શકાયું હતું. જેની નેગેટીવ અસર સાથે હવે ફ્રાંસને પણ ૧, માર્ચના સિક્યુરિટીઝ- બોન્ડસના કરેલા ૨.૯૧ ટકાના દરે વેચાણની તુલનાએ આજે ઊંચા સરેરાશ ૨.૯૮ ટકા દરે ૧૦ વર્ષીય બોન્ડસનું ૧૧.૦૨ અબજ ડોલરનું વેચાણ કરવાની ફરજ પડતા સ્પેન અને ઇટાલીના બોન્ડસમાં પણ ઘટાડા પાછળ આજે યુરોપના બજારોમાં ધોવાણ આગળ વધ્યું હતું. ગઇકાલે યુરોપના બજારોમાં ૦૬, માર્ચ બાદના સૌથી મોટા ૨.૧ ટકા ગાબડાં બાદ આજે યુરોપ સાથે યુ.એસ.ના બજારોમાં નરમાઇ આગળ વધી હતી.
યુ.કે.માં મેન્યુફેક્ટરીંગ ક્ષેત્રે ફેબુ્રઆરીમાં નબળો દેખાવ ઃ ફુત્સી, ડેક્ષ, કેક, સ્વીઝ ઘટયા
યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે લંડન શેરબજારનો ફુત્સી ૧૮ પોઇન્ટ, જર્મનીનો ડેક્ષ ૫૪ પોઇન્ટ, ફ્રાંસનો કેક-૪૦ ઇન્ડેક્ષ ૧૨ પોઇન્ટ અને સ્વીઝ માર્કેટ ઇન્ડેક્ષ ૧૦ પોઇન્ટનો ઘટાડો બતાવતા હતા. યુ.કે.માં પણ ફેબુ્રઆરીમાં સતત બીજા મહિને મેન્યુફેક્ચરીંગ ઉત્પાદનના આંકડા અનપેક્ષીત ઘટાડાના જાહેર થઇ આર્થિક વૃદ્ધિનું ચિત્ર ધૂંધળું દર્શાવતા યુરોપના બજારો ફરી એકથી વધુ નેગેટીવ પરિબળોથી ઘેરાયા હતાં.
યુરોપ પાછળ યુ.એસ.માં પણ નરમાઇ ઃ ડાઉ ફ્યુચર ૫૦ પોઇન્ટ ઘટયો ઃ બેરોજગારીના આંકડા પર નજર
યુરો ઝોનના દેશોની ઋણ કટોકટી ફરી સપાટી પર આવ્યાની અસરે યુ.એસ.ના બજારોમાં પણ ઝડપી પીછેહઠ જોવાઇ હતી. યુ.એસ.માં ગત અઠવાડિયે બેરોજગારીના દાવાનો આંક ઘટીને આવ્યા બાદ હવે જાહેર થનારા બેરોજગારીના આંકડા પણ ચાર વર્ષના તળીયે પહોંચવાની ધારણા છતાં યુરોપ કટોકટી પાછળ યુ.એસ.ના બજારોમાં ડાઉ ફ્યુચર ૫૦ પોઇન્ટની નરમાઇ અને નાસ્દાક ૭ પોઇન્ટનો ઘટાડો બતાવતા હતા. ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૧૨૨.૩૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડના ૧૦૧.૮૫ ડોલર પ્રવર્તતા હતાં.
ચીન વિદેશીઓને શેરો, બોન્ડસ, બેંક થાપણોમાં બમણાં રોકાણની મંજૂરી આપશે
યુરોપની અસરે અશીયાના બજારોમાં ચીન સિવાય નરમાઇ હતી. ચીનમાં શેરો, બોન્ડસ અને બેંક થાપણોમાં વિદેશીઓ દ્વારા કરી શકાતા રોકાણને સરકાર બમણું કરશે એવું સરકારે જાહેર કરતા સાંઘાઇ શેરબજારમાં તેજીએ સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્ષ ૩૯.૪૫ પોઇન્ટ વધીને ૨૩૦૨.૨૪ રહ્યો હતો.
હેંગસેંગ ૧૯૮, નિક્કી ૫૨ પોઇન્ટ, તાઇવાન ૧૨૧ પોઇન્ટ તૂટયા ઃ સાંઘાઇ ૩૯ પોઇન્ટ વધ્યો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્ષ ૫૨.૩૮ પોઇન્ટ ઘટીને ૯૭૬૭.૬૧, હોંગકોંગ શેરબજારનો હેંગસેંગ ૧૯૭.૯૮ પોઇન્ટ તૂટીને ૨૦૫૯૩, તાઇવાનનો તાઇવાન વેઇટેજ ૧૨૧.૦૩ પોઇન્ટ તૂટીને ૭૬૩૯.૮૨, કોરિયાનો કોસ્પી ૧૦.૧૬ પોઇન્ટ વધીને ૨૦૨૮.૭૭, સિંગાપુરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ૧.૧૬ પોઇન્ટ વધીને ૨૯૮૬.૨૦ રહ્યા હતા. ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ઇન્ડેક્ષ ૩૯.૪૫ પોઇન્ટ વધીને ૨૩૦૨ રહ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved