Last Update : 06-April-2012, Firday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૪ એપ્રિલથી મંગળવાર ૧૦ એપ્રિલ સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા ઇજિપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

મેષ (અ.લ.ઈ.) ઃ The Hangedman

- ધ હેંગ મેનનું કાર્ડ ભૂતકાળમાં કરેલા પુરૃષાર્થનું તથા કોઈ સદ્કાર્યનું અચાનક આ સપ્તાહ દરમ્યાન લાભદાયક પરિણામ પ્રાપ્ત થઈ શકવાનું સૂચવી જાય છે તેમજ તમારા અટવાઈ પડેલા કાર્યોનો ઊકેલ પ્રાપ્ત થશે. યશ મળશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૫, ૬, ૭, ૮. શુભ.

વૃષભ (બ.વ.ઉ.) ઃ The Empress - ધ એમ્પ્રેસનું કાર્ડ તમારી એકાદ મહત્ત્વપૂર્ણ યોજનાના આયોજનનું શુભફળ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારો આશાવાદ વધશે તેમજ આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ટુંકી મુસાફરીનો યોગ બનશે. વિદેશ વસતા સ્નેહીજનો અંગે સમાચાર મળશે. તા. ૭, ૮, ૯, ૧૦. શુભ.

મિથુન (ક.છ.ઘ.) ઃ The World ધ વર્લ્ડનું કાર્ડ તમારા મહત્ત્વનાં કાર્યોમાં ધ્યાન રાખવા સૂચવી જાય છે. અન્યથા કોઈ કોઈ કસોટીમાંથી પસાર થવાનું આવશે. વિદેશ જવા કાર્યવાહી કરી રહ્યા હોય તેઓને સફળતા મળશે. આકસ્મિક ખર્ચાઓના યોગ ઊદ્ભવશે. નવું નાણાંકીય રોકાણ કરવા ઊતાવળા ન બનવું. તા. ૪, ૯, ૧૦. શુભ.

કર્ક (ડ.હ.) ઃ Justice - જસ્ટીસનું કાર્ડ તમારા માટે સંઘર્ષાત્મક પરિસ્થિતિમાં અણધાર્યો લાભદાયક ફેરફાર આવે તો તમારા પૂર્વજન્મનાં કોઈ સારા કર્મ લાભકર્તા નીવડયા હોવાનું માનવા પ્રેરાવ તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. તમારા વ્યવસાય ક્ષેત્રે વધારાની જવાબદારીઓ ઊભી થશે. તા. ૫, ૬. શુભ.

સિંહ (મ.ટ.) ઃ Death - ડેથનું કાર્ડ તમારા વર્તમાન જીવનમાં નવાં ફેરફારો ઊદ્ભવી શકવાનું તેમજ તમારી રહેણીકરણીમાં બદલાવ આવવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો આવશે. સ્થાન પરિવર્તન અંગે નિર્ણય લઈ શકાશે. મિત્રો સહાયક બનશે તા. ૪, ૭, ૮. શુભ.

કન્યા (પ.ઠ.ણ.) ઃ Devil - ડેવિલનું કાર્ડ તમારી પ્રિય વ્યક્તિ સાથેના વિખવાદભર્યા સંબંધો બન્યા હોય તેનો કાયમી ઊકેલ આવવાનું સૂચવી જાય છે. પ્રણય પ્રસંગોમાં વિવાહ-લગ્ન અંગે નોંધપાત્ર નિર્ણય લેવાનો આવશે. સ્વજનોના સહકાર દ્વારા તમારી મુશ્કેલીઓનો ઊકેલ પ્રાપ્ત થઈ શકશે. ટુંકી મુસાફરી થશે. તા. ૫, ૬, ૧૦. શુભ.

તુલા (ર.ત.) ઃ The Moon - ધ મૂનનું કાર્ડ તમારી દ્વિધાભરી પરિસ્થિતિ તેમજ કોઈપણ કાર્યની સફળતા અંગે શંકા વર્તમાન કાર્યોમાં વિલંબ થવાનું સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓ માટે સ્થાન પરિવર્તનનો યોગ આવશે. કુટુંબની વ્યક્તિઓ મદદરૃપ નીવડશે. જીવનસાથીના આરોગ્ય માટે સામાન્ય પ્રતિકૂળતા રહેશે. તા. ૪, ૭, ૮. શુભ.

વૃશ્ચિક (ન.ય.) ઃ The Fool - ધ ફૂલનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. ભાગ્ય પરિવર્તનની દ્રષ્ટિએ લાભદાયક પરિસ્થિતિ સર્જાતી જશે. નવું વાહન કે મકાન ખરીદવા અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બની રહેશે. તા. ૪, ૫, ૬, ૯, ૧૦. શુભ.

ધન (ફ.ધ.ફ.ઢ.) ઃThe Hermit - ધ હેરમીટનું કાર્ડ એકલવાયુ જીવન જીવી રહેલી વ્યક્તિઓના જીવનમાં નવાં લાભદાયક ફેરફારો ઊભા થઈ શકવાનું સૂચવી જાય છે. જૂના મિત્રોની હૂંફ મેળવી શકાશે. કૌટુંબિક સમસ્યાઓનો સુખદ ઊકેલ આવશે. તા. ૫, ૬, ૭, ૮. શુભ.

મકર (ખ.જ.) ઃ Judgement - જજમેન્ટનું કાર્ડ નવાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારો આશાવાદ વધે તેવી ઘટના બનશે. દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા સર્જાયેલી હોય તો તેનો સુખદ ઊકેલ આવશે. આકસ્મિક ધનલાભ મેળવી શકશો. ટુંકી ધાર્મિક યાત્રા થશે. તા. ૭, ૮, ૯, ૧૦. શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) ઃ The Hieroophant - ધ એરોફ્રન્ટનું કાર્ડ કૌટુંબિક સમસ્યાઓમાં કોઈના માટે તમારે મધ્યસ્થી થવાનું આવશે અને તમારી સલાહ સૂચનાઓ તેમના માટે ફાયદાકારક સાબિત થશે. યશ મેળવી શકશો. આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હશો તેમાં રાહત જણાશે. તા. ૪, ૯, ૧૦. શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) ઃ The Lovers -ધ લવર્સનું કાર્ડ પ્રણય પ્રસંગોમાં વિવાહ-લગ્ન અંગે યોગ્ય નિર્ણય લઈ શકવાનું સૂચવી જાય છે. એકાદ પ્રસંગને લઈને નવી વ્યક્તિઓના પરિચયમાં આવવાનું બનશે. સંતાનોની કારકિર્દી માટે નોંધપાત્ર નિર્ણય લઈ શકાશે. આકસ્મિક ખર્ચાઓનો યોગ બનશે. તા. ૪, ૫, ૬. શુભ.


- ઈન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો
શ્રીલંકાના ૨૭૫ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૪૬૦ રનમાં ઓલઆઉટ
નવી પીચને લીધે અમને હોમ ગ્રાઉન્ડનો ફાયદો ન મળ્યો

આમેર ક્રિકેટરોને ફિક્સિંગથી દૂર રહેવા માટે સમજાવશે

અંડર-૧૯માં ન્યુઝીલેન્ડ સામે ભારતનો પરાજય

મિલકતો સસ્તામાં પડાવવા ગુંડાઓનો ઉપયોગ
ઘેંટાની બલી ચઢાવી મૃતદેહો કૂવામાં ફેંકાતાં પાણી દૂષિત
યુરોપના બજારો પાછળ એશીયા- યુ.એસ.માં નરમાઇ
દેશમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના મળેલા પ્રાથમિક સંકેતો
IPO થકી એકત્ર થયેલા ભંડોળમાં નોંધાયેલું ૮૨ ટકાનું ગાબડું
એફસીસીબીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં કંપની વિરુદ્ધ અરજી
સોનામાં ઈલેક્ટ્રોનિક સ્વરૃપના રોકાણમાં મળેલું ઉચું વળતર

ઘઉંના પોષણક્ષમ ભાવ નહીં મળતાં
ઇડર માર્કેટમાં ખેડૂતોનો હંગામો

મેઘરજમાં બનાવેલ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખાલી થતો નથી
બે પત્ની અને પાંચ બાળકોના પિતાએ હિન્દુ કન્યા સાથે નિકાહ
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved