Last Update : 06-April-2012, Firday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૬-૪-૨૦૧૨ શુક્રવાર
ચૈત્ર સુદ પૂનમ-હનુમાન જયંતી
રાયગઢ (S.K.)યજ્ઞનારાયણ પાટોત્સવ
ખ્રિસ્તી ગુડફ્રાયડે


દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૯ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨. મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૭ મિ. (સૂ) ૭ ક. ૧૭ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ હસ્ત રાત્રે ૧૨ ક. ૪૭ મિ. સુધી પછી ચિત્રા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મીન, મંગળ-સંિહ (વ) બુધ-મીન ૧૪.૫૩થી, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-કન્યા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ વસંતૠતુ. રા.દિ.ચૈ./૧૭
માસ-તિથિ-વાર ઃ ચૈત્ર સુદ પૂનમને શુક્રવાર.
વ્રતની પૂનમ. હનુમાન જયંતી. બહુચરાજીનો મેળો. રાયગઢ (જી.ણ.) યજ્ઞનારાયણ ભગવાનનો પાટોત્સવ. ચૈત્રી પૂનમ. ગુડ ફ્રાયડે વૈશાખ સ્નાનારંભ. વિષ્ટી બપોરના ૨ ક. ૩૪ મિ. સુધી. બુધ મીનમાં ૧૪ ક. ૫૩ મિ.થી.
બોરીવલી-મુંબઈ, મુરલીધરલાલજીનો ઉત્સવ. પોરબંદર, દ્વારકેશલાલજીનો ઉત્સવ. અક્ષર પૂર્ણિમા. સારંગપુર, યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરનો પાટોત્સવ. જૈન સિઘ્ધાચલજીની યાત્રા. ઓળી સમાપ્ત.
હરણ, હાથીઓને પીડા, નાશ! રાજા પ્રજામાં વિરોધ જણાય. રૂ, અળસી, મેથી, કોથમીરના ભાવ વધે!
મુસલમાની હીજરીસન ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૨ રોજ ગોવાદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ હનુમાન જયંતીના ધાર્મિક પર્વમાં સાનુકૂળતા રહે. આપના અંગત કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય.

 

વૃષભ ઃ હનુમાન જયંતીના ધાર્મિક પર્વે યાત્રા પ્રવાસ-મુલાકાતનું આયોજન કહેવાય. પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે.

 

મિથુન ઃ હરો ફરો પરંતુ હૃદય-મનની વ્યગ્રતા-ચંિતા ઘરમાં હોવ કે બહાર હોવ પણ રહ્યા કરે. પરિવારના વડીલવર્ગની ચંિતા રહે.

 

કર્ક ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતથી, ધર્મકાર્યથી આનંદમાં રહો. જૂના સંસ્મરણો તાજા થાય. આજે હનુમાન જયંતીએ શનિની પનોતીની ભક્તિ કરવી.

 

સંિહ ઃ આપના રોજીંદા કામમાં હળવાશ-રાહત રહે. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ધર્મકાર્યથી જુના સંબંધો તાજા થાય.

 

કન્યા ઃ હનુમાન જયંતિએ આજે શનિની પનોતીની પ્રતિકૂળતા માટે હનુમાન ચાલીસાના પાઠ, ભક્તિ પૂજા કરવી . કામ કરો પરંતુ માનસિક પરિતાપ રહે.

 

તુલા ઃ આપના ધાર્મિક-વ્યવહારિક-સામાજીક સબંધો તાજા થા. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થતાં આનંદ અનુભવો.

 

વૃશ્ચિક ઃ શનિની પનોતીની પ્રતિકૂળ અસરોમાં રાહત પ્રાપ્તિ માટે આજે હનુમાન જયંતિએ ભક્તિ-પૂજા-મંત્રજાપ દાન-પુણ્ય કાર્ય કરવું.

 

ધન ઃ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં ઇચ્છા-અનિચ્છાએ ખર્ચ થાય, ચંિતા રહે. નોકરી-ધંધાના કામમાં જોખમી નિર્ણય કરવો નહીં.

 

મકર ઃ હનુમાન જયંતીએ ધર્મકાર્ય થાય. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતથી આનંદ રહે. રોજીંદા કામમાં હળવાશ અનુભવો.

 

કુંભ ઃ આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. નોકરી-ધંધાના નાણાંકીય કામકાજમાં સાવધાની રાખવી પડે.

 

મીન ઃ શનિની પનોતીની પ્રતિકૂળતા છે તેથી આજે હનુમાન જયંતીએ ભક્તિ-પૂજા-મંત્રજાપ દાન-પુણ્યથી આપને હળવાશ રહે.

 

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૬ એપ્રીલ

 

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. જન્મવર્ષના પ્રારંભના પીસ્તાલીસ દિવસ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી પસાર થાય. જેમના જન્મના ગ્રહ નબળા હશે તેમને વઘુ કષ્ટપીડામાંથી પસાર થવું પડે. તે સિવાય-

 

* આ વર્ષમાં આપની સંયુક્ત મીલ્કત, વ્યક્તિગત મીલ્કતનો પ્રશ્ન ચંિતા-રૂકાવટ પછી ઉકેલાતા તમે તમારું ભાવિ આયોજન વિચારી શકો.

 

* નોકરીમાં સ્થળ-સ્થાન-કામની ફેરફારીના સંજોગો ઊભા થાય. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળવાથી હતાશા-નિરાશા દૂર થાય .

 

* ધંધામાં નાણાંકીય જોખમ વધાર્યા વગર જરૂરિયાત પ્રમાણેનો રોકડીયો ધંધો લાભદાયી રહે. સંયુક્ત ધંધામાં ફેરફારી સર્જાય. ભાગીદારી છુટી થાય. તમારો સ્વતંત્ર ધંધો શરૂ થઈ શકે.

 

* સ્ત્રી વર્ગને વર્ષારંભે પતિ-સંતાનની ચંિતા રહે. પતિને નોકરી-ધંધામાં ચંિતા હળવી થવાથી વર્ષના ઉત્તરાર્ધમાં રાહત જણાય.

 

* વિદ્યાર્થી વર્ગને ભણવામાં પ્રગતિની શરૂઆત થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કવિ સંમેલનમાં કવિ છગને કવિતા લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયા સે,
ઐસા કલજુગ આયેગા...
હંસ ચુગેગા દાના ઔર
કૌઆ મોતી ખાયેગા...’
કવિ છગન પછી કવિ મગનનો વારો હતો. એણે પણ તુલસીદાસની ચોપાઈ લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયાસે,
ઐસા કલયુગ આયેગા
અણ્ણા રહેગા ભૂખા પ્યાસા,
કસાબ બિરીયાની ખાયેગા...’

[Top]
 

આજ ની રેસીપી

 

પાઈનેપલ આઈસ્ક્રીમ
સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૪૦૦ ગ્રામ ક્રીમ, ૧/૨ બેગ જીલેટીન, ૧ ચમચી પાયનેપલ, એસેંસ, ૧૩ ચમચા સાકર, ૧ ટિન નાનું પાયનેપલ, સ્લાઈસ, ૧ કપ પાયનેપલ સિરપ, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર.
રીતઃ એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. સાકર નાંખી હલાવવું. ગરમ દૂધમાં કસ્ટર્ડવાળું દૂધ નાંખી, હલાવી, ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. જિલેટીન સિરપમાં ઓગાળી, ગરમ કરી, ઠંડુ પાડી દૂધમાં નાંખવું. ક્રીમ નાંખવું. એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં સેટ કરવા મૂકવું. પાયનેપલના ટુકડા બારીક કરી બાજુ પર ફ્રીજમાં રાખવા. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવું. બઘું મળીને લગભગ ૧૨ કલાક લાગશે.
પાયનેપલના ટુકડા બારીક અને પાતળા સમારવા. વધારે પાયનેપલ પસંદ હોય તો મોટું ટિન વાપરી શકાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved