Last Update : 05-April-2012, Thursday
 

ચૂંટણી વચનો પૂરાં કરવા ભારે પડે છે
ઉ.પ્ર.માં ૮૦ વટાવી ચૂકેલાઓ બેરોજગારી ભથ્થાની લાઈનમાં

- ઓગસ્ટથી ૫૦ લાખ લોકોને મહિને રૂ. ૧૦૦૦ લેખે ૫૦૦ કરોડ ચૂકવવા પડશે

 

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે અખિલેશ યાદવે હવાલો તો સંભાળી લીધો છે પરંતુ બે સમસ્યા તેમને પહેલા દિવસથી જ પરેશાન કરી રહી છે. એક તો વકરતી ગુંડાગીરી અને બીજું બેરોજગારી ભથ્થું. સમાજવાદી પક્ષે વિધાનસભાના ચૂંટણી જંગમાં કેટલાંક એવો ચૂંટણી વચનો આપ્યા હતા કે તેને ખોબલે ને ખોબલે મત મળ્યા હતા. જેમાં બેરોજગારી ભથ્થાનો સમાવેશ થાય છે.
આ ચૂંટણી વચનોની યાદીમાં વિદ્યાર્થીઓને લેપટોપ ફ્રી અને રૂ. ૧૦૦૦ બેરોજગારી ભથ્થાનો સમાવેશ થાય છે.
અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના સૌથી નાની ઉંમરના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈને રાજકીય ગરમાટો ઉભો કર્યો હતો. સમાજવાદી પક્ષ તેમના ચૂંટણી વચનો પુરા કરવા પૈસા ક્યાંથી લાવશે તે પ્રશ્ન અખિલેશ યાદવની શપત વખતે સમાચાર માઘ્યમોમાં ખૂબ ચર્ચાયો હતો. સમાજવાદી પક્ષે તેના ચૂંટણી વચનમાં લખ્યું હતું કે અમે સત્તા પર આવીશું તો બેરોજગારોને રૂ. ૧૦૦૦નું ભથ્થું દર મહિને આપીશું અને તે ઓગસ્ટથી શરૂ કરીશું.
હવે સમાજવાદી પક્ષ જીતી ગયો છે. ઓગસ્ટ માસ આડે પાંચ મહિના રહ્યા છે. આ બેરોજગારી ભથ્થા માટે શરત એ હતી કે અરજદાર ૧૦મું ધોરણ પાસ હયો, ૩૫ વર્ષની ઉપરની ઉંમર હોય અને ક્યાંય નોકરી ના કરતો હોય તેમજ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નામ લખાવેલું હોવું જોઈએ.
પરિસ્થિતિ એ થઈ છે કે જ્યારથી સમાજવાદી પક્ષ જીત્યો છે ત્યારથી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની ઓફિસે લાંબી લાઈનો લાગી છે. અહીં ૩૫ વર્ષની ઉપરના તો ઠીક ૮૬ વર્ષના લોકો બેરોજગાર ભથ્થું મેળવવા પોતાનું નામ રોજગાર કચેરીમાં લખાવવા લાઈનમાં ઉભા રહે છે.
અખિલેશ સરકારે જોયું કે ૮૬ વર્ષના લોકો બેરોજગાર કચેરીમાં નામ નોંધાવવા આવે છે ત્યારે નિયમ બદલવા અંગે વિચારવું પડે એમ હતું. ચૂંટણી વચનમાં ૩૫ વર્ષની ઉપરના લખ્યું હતું પરંતુ ટોચની કોઈ મર્યાદા બાંધી નહોતી. આ ભૂલનો લાભ વૃઘ્ધ લોકોએ પણ ઉઠાવ્યો હતો. અખિલેશ સરકારે તરત જ એજ કમિટીને ટોચની મર્યાદા નક્કી કરવા દરખાસ્ત મોકલી આપી હતી. જેમાં ચૂંટણી વચનમાં બદલો કરીને બેરોજગારી ભથ્થા માટેની ઉંમર ૩૫ થી ૬૦ વર્ષ કરવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત એકજ કુટુંબમાંથી એકને જ બેરોજગારી ભથ્થું મળે એવી શરત મુકવા પણ વિચારાઈ રહ્યું છે.
ગુનાખોરીના મુદ્દે ઉત્તર પ્રદેશ આમ પણ નંબર વન હતું પરંતુ અખિલેશે શપથ લીધા બાદ ગુંડાઓએ માથું ઉચક્યું છે. જેલ પ્રધાન તરીકે રાજુભૈયાને રાખીને અખિલેશે ગુનાખોરીની દુનિયાને આડકતરો પવન પુરો પાડ્યો હતો. જ્યારથી સરકાર આવી છે ત્યારથી જ ગુનાનું પ્રમાણ વધતાં સરકાર પણ ચંિતિત હતી. જ્યારે નવા વરાયેલા મુખ્ય પ્રધાન અખિલેશને પૂછાયું ત્યારે તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે નવું નવું છે એટલે આમ ચાલશે પણ થોડા સમયમાં બઘું થાળે પડી જશે!!
ઉત્તર પ્રદેશની રોજગાર કચેરીમાં બેરોજગારોની સંખ્યા ૨૦૧૧ સુધીમાં ૨૫ લાખ પર પહોંચી ગઈ છે. આશ્ચર્યની વાત તો એ છે કે છેલ્લા ચાર દશકામાં માત્ર ૧.૫૦ લાખ લોકોએ બેરોજગાર તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આ આંકડો ૨૫ લાખ પર પહોંચી ગયો હતો.
જ્યારથી સમાજવાદી પક્ષ જીત્યો છે ત્યારથી રોજગાર કચેરી પર નામ નોંધાવવા લોકોના ટોળે-ટોળાં આવી રહ્યા છે. ૧૫ માર્ચ ૨૦૧૨ સુધીમાં બેરોજગારોની સંખ્યા ૧૮ લાખની હતી અને ૩૦ માર્ચ સુધીમાં તે ૫૦ લાખ પર પહોંચી ગઈ છે. માહિતી આપતા સૂત્રોએ આપેલા આ આંકડા સાચા હોય તો સરકારે દરેકને રૂ. ૧૦૦૦ લેખે ૫૦ લાખ લાકોને મહિને રૂ. ૫૦૦ કરોડ ચૂકવવા પડશે!! જો આ સ્કીમ ત્રણ મહના ચાલે તો સરકારે તે બંધ કરવી પડે કેમકે એટલા પૈસા તે લાવે ક્યાંથી?!
ચૂંટણી વચન આપતા તો આપી દીઘું છે પણ હવે જ્યારે તેનો અમલ કરવાની વાત આવી છે ત્યારે સરકાર આંકડો વાંચીને જ ઠંડી પડી ગઈ છે.
જીત મેળવવા માટેના વચનો અતિશયોક્તિ ભરેલા હોય છે. સરકાર જો ઉંમરની મર્યાદા નક્કી કરશે તો ૬૦ વર્ષની ઉપરના મતદારો નારાજ થશે. સરકારને આ નારાજગીની સીધી અસર ૨૦૧૪ના લોકસભાના જંગ પર દેખાશે. ઉત્તર પ્રદેશ પાસ ેસૌથી વઘુ એવી ૮૦ બેઠકો છે. સમાજવાદી પક્ષ આ ૮૦ પૈકી સૌથી વઘુ બેઠકો જીતીને કેન્દ્રમાં મહત્ત્વનું સ્થાન મેળવવા ઇચ્છે છે પરંતુ આ બેરોજગારી ભથ્થાના વિવાદનું સોલ્યુશન નહીં લાવે તો લોકસભાનો જંગ તેને ભારે પડશે.
અખિલેશ સરકાર કદાચ એવો નિયમ લાવે કે ચૂંટણીઓ જાહેર થઈ ત્યાં સુધીના રોજગાર રજીસ્ટરની એન્ટ્રી ગણાશે તો પણ ૨૫ લાખ લોકોને રોજગારી ચૂકવવી પડશે. જે રૂ. ૧૦૦૦ લેખે મહિને ૨૫૦ કરોડ રૂપિયા થશે. ૨૦૧૪ સુધી તેને બેરોજગારી ભથ્થું ચાલું રાખવું પડશે. તો ૩૦ મહિના સુધી સરકારને મહિને ૨૫૦ કરોડ ચૂકવવા પડશે.
બેરોજગારોને રૂ. ૧૦૦૦ બેરોજગારી ભથ્થું મળે તે આવકારયદાયક છે. એટલે જ રોજગાર કચેરી પર મોટો લાઈનો લાગે છે. અહીં રૂ. ૧૫૦ લઈને દલાલો નામ રજીસ્ટર કરી આપે છે.
જેનું નામ રજીસ્ટર થાય છે તેને ઓગસ્ટથી મહિને રૂ. ૧૦૦૦ મળવાના હોઈ તે રૂ. ૧૫૦ આપીને નામ રજીસ્ટર કરાવી લે છે. અખિલેશ સરકાર કદાચ વધતી ગુનાખોરી પર કાબુ મેળવી લેશે પણ બેરોજગારી ભથ્થું ચૂકવવા માટેની જંગી રકમ ક્યાંથી લાવશે તેનો જવાબ ખુદ અખિલેશ પાસે પણ નથી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 

 

 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved