Last Update : 05-April-2012, Thursday
 
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક

- લેધર બેગ્સની પસંદગી કરી રહ્યા હોવ તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તેના હેન્ડલ અને તેના દરેક ભાગ લેધરના બનેલા હોય. હેન્ડલના નીચેના ભાગમાં ઘણીવાર વેપારીઓ સિન્થેટિક મટીરિયલનો ઉપયોગ કરી લેતા હોય છે.

જ્યારે તમે બજારમાં આવેલા ફેશનેબલ બેન્ડ બેગ્સ ખરીદો, ત્યારે તેને ખભા પર લટકાવીને અને હાથમાં પકડીને તેની સાઈઝ ચેક કરી લો. ઘણી વખત એવું બને છે કે જો તમારી હેન્ડબેગ કે પર્સની લંબાઈ જરૃરત કરતાં વધારે હોય તો તે તમારી પર્સનાલિટીને અસર કરી શકે છે.
જ્યારે તમે પર્સ કે હેન્ડબેગ ખરીદો છો ત્યારે તમારે તેના મટિરીયલને ચેક કરી લેવું. પ્રમાણમાં જાડા અને ઝડપથી વળે નહીં તેવા પ્રકારના પર્સ જલ્દી ખરાબ થાય છે. નેચરલ રીતે તૈયાર કરેલા પર્સ સારા હોય છે, કારણકે સિન્ન્થેટિક ડાઈ જલ્દી ઉતરી જવાથી તેનો ચાર્મ ખરાબ થઈ શકે છે. આ ડાઈથી શરીરના કેટલાક ભાગો પર ઈન્ફેક્શન પણ થઈ શકે છે. બેગ પર જે મશીનથી સિલાઈ કરવામાં આવે છે તે એકસરખી હોય અને જરા પણ દોરા ન નીકળતા હોય તે સારા હોય છે.
જો તમે લેધર બેગ્સની પસંદગી કરી રહ્યા હોવ તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે તેના હેન્ડલ અને તેના દરેક ભાગ લેધરના બનેલા હોય. હેન્ડલના નીચેના ભાગમાં ઘણીવાર વેપારીઓ સિન્થેટિક મટીરિયલનો ઉપયોગ કરી લેતા હોય છે.
પર્સ કે હેન્ડબેગ્સની ચેન બ્રાસની હોય તેવો આગ્રહ રાખો, સાથે જ તેની અન્ય શોની આઈટમ્સ સારી ક્વોલિટીની અને ઝડપથી ન નીકળે તેવી હોવી જોઈએ. બેગ્સની અંદર જે કપડું હોય છે તેનો રંગ પર્સના રંગની સાથે મેળ ખાય તેવો હોવો જોઈએ.નહીં તો બેગ ખોલ્યા બાદ તે ખરાબ દેખાય છે. બેગના વજનનું પણ ખાસ મહત્વ હોય છે. તમે જ્યારે બેગ ખરીદો છો ત્યારે તે તમારા વપરાશની ક્ષમતાથી અડધા વજનની હોવી જોઈએ.
જો તમારી બેગ લેધરની ન હોય તો તેને ધોવા માટે તમે થોડા પાણીમાં શેમ્પૂ નાંખીને તેમાં ચોખ્ખું કપડું ડબોડી તે કપડાંની મદદથી તેને નવા જેવી ચમકાવી શકો છો. વપરાશના સમય સિવાય કોઈ જગ્યાએ તમારી બેગ રાખો છો ત્યારે ધ્યાન રાખો કે તેની પર સીધો સૂર્યપ્રકાશ ન આવે. જો એમ થશે તો તેનો કલર ઊડી જવાની શક્યતા રહે છે. બેગના દરેક ખાનામાં ચીજ એવી રીતે ગોઠવો કે જે તમને સરળતાથી હાથવગી રીતે મળી રહે.
બેગ ખરીદતી સમયે હંમેશા તમારી હાઈટનું અને બેગની લંબાઈનું પ્રમાણ જાળવી રાખો. સાથે તેનો રંગ કાળો, ભૂરો, સફેદ કે મરૃન રાખવો. આ રંગ દરેક પ્રકારના અને દરેક કલરના આઉટફીટ સાથે મેચ થઈ જાય છે. તેથી તમારી પર્સનાલિટીને પણ એક ડિફરન્ટ લૂક મળી રહે છે. ઓફિસવેર અને પાર્ટીવેરની સાથે તે અલગ રીતે વાપરી શકાય તેવા અલગ અલગ બેગ્સ રાખો. જો તમે સમયને અનુકૂળ બેગ્સ નહીં વાપરો તો પણ તે તમારી છબીને ખંડિત કરી સકે છે. પાર્ટી કે અન્ય કોઈ સ્સ્થાને ગયા હોવ અને બેગ પર ચા કે જ્યુસ ઢોળાઈ જાય તો તરત જ તેની પર પરફ્યુમ કે ડિઓડ્રન્ટ સ્પ્રે કરીને ટિશ્યુ પેપરની મદદથી લૂસી કાઢો. સ્પ્રે ખૂબ નજીકથી ન કરવું. લિપસ્ટીક, પેન કે ક્રીમના ડાઘા ન પડે તે માટે તે તમામ ચીજોને એક પાઉચમાં મૂકીને પછી બેગમાં રાખો. સાથે જ જો તમારી બેગ પર સ્ક્રેચ પડી ગયા હોય અથવા તે ડલ થઈ ગઈ હોય તો ન્યુટ્રલકલરની શૂ પોલિશથી તેને ચમકાવી શકાય છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved