Last Update : 05-April-2012, Thursday
 
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર

- વાળ ઘૂંઘરાળા હોય તો રાઉંડ હેરબ્રશ, પાતળા- લાંબા કે મીડિયમ સાઈઝના હેર હોય તો સીધા હેરબ્રશનો અને સ્ટ્રેટ તથા લાંબા વાળ હોય તો પેડલ હેરબ્રશનો ઉપયોગ કરવો આવશ્યક છે. વાળને કોઈ ખાસ લૂક આપવો હોય તો થર્મલ હેરબ્રશનો ઉપયોગ કરી શકાય.

તમારા ચહેરાની સુંદરતા તો મેકઅપથી વધી જાય છે એ વાત સાચી છે, પરંતુ સાથે તમારા વાળને પણ જો યોગ્ય રીતે સેટ કરવામાં આવે તો તો પણ તમારી સુંદરતા વધારી શકે છે. આ વાતનો આધાર તમે સવારે પહેલી વખત તમારા વાળને કઈ રીતે સેટ કરો છો તેની પર રહેલો છે.
ભીના વાળમાં થોડી જેલ લગાવીને હાથથી વાળને સેટ કરી લેવાય તો આખો દિવસ તે એક સારો લૂક આપી શકે છે. વાળમાં એકસ્ટ્રા શાઈન લાવવા અને તેને હેલ્ધી રાખવા દિવસમાં ૨-૩ વખત હેરબ્રશની મદદથી વાળ ઓળવા આવશ્યક છે.
હેલ્ધી સ્કેલ્પ
પહેલાંના જમાનામાં હાથી દાંતના અને લીમડા કે અખરોટના લાકડાના કાંસકા મળતા. હવે તો તે ક્યાંક અને ક્યારેક જોવા મળે છે. હવે ફાઈબર કે પ્લાસ્ટિકના કાંસકા કે હેરબ્રશ આવી ગયા છે. કાંસકો વાળને સારી રીતે ઓળી શકે છે, જ્યારે હેરબ્રશના ઉપયોગથી તેના તમામ દાંતા એકસાથે વાળમાં ફસાઈ જાય છે અને વાળ ગૂંચાઈ જાય છે. કાંસકાથી વાળની ગૂંચ કાઢી હેરબ્રશની મદદથી સ્કેલ્પની માલિશ કરવી જોઈએ.
બ્રશિંગ કરવાથી વાળની ગંદગી દૂર થાય છે, સાથે વાળના મૂળમાંથી નેચરલ ઓઈલ નીકળે છે, જે તમારા વાળને શાઈનિંગ આપવામાં મદદ કરે છે. જ્યારે જરૃરતથી વારે સમય માટે વાળનમાં કાંસકો ફેરવવામાં આવે છે ત્યારે વાળના છેડા ફાટવા લાગે છે અને વાળ પણ ખરાબ થવા લાગે છે. જ્યારે તમે વાળ ધુઓ છો ત્યારે તેના મૂળ નરમ બને છે અને વાળ તૂટવાની શક્યતા વી જાય છે, માટે ભીના વાળ ન ઓળવા. જો તમારા માટે ભીના વાળ ઓળવા આવશ્યક હોય તો તમારે પહોળા અને મોટા દાંતાવાળા બ્રશની મદદથી એકવખત ઓળી લેવા. તેમ કરવાથી તે ગૂંચાશે નહીં.
તમે જ્યારે હેરબ્રશ ખરીદવાનું વિચારો છો ત્યારે તમારા વાળની લંબાઈ પણ વિચારો. જો તમારા વાળ ઘૂંઘરાળા હોય તો રાઉંડ હેરબ્રશ, પાતળા, લાંબા કે મીડિયમ સાઈઝના હેર હોય તો સીધા હેરબ્રશનો અને સ્ટ્રેટ તથા લાંબા વાળ હોય તો પેડલ હેરબ્રશનો ઉપયોગ કરવો આવશ્યક છે. જો તમારો વાળને કોઈ ખાસ લૂક આપવો હોય તો થર્મલ હેરબ્રશનો ઉપયોગ કરી શકાય છે. થર્મલ હેરબ્રશની ખાસિયત એ છે કે તેમાં હેરડ્રાયરની સાથે તેના તાપમાનને નિયંત્રિત કરતું નોબ પણ બ્રશના સેન્ટરમાં હોય છે. જે વધારે ગરમ થતાં વાળને નુકસાન પહોંચાડે છે. માટે તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો.
જ્યારે તમે બજારમાં હેરબ્રશની ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે તમારે કેટલીક ખાસ વાતોનુંં ધ્યાન રાખવું પડે છે. જેમકે કાંસકા કે હેરબ્રશના દાંતાની લંબાઈ ૬થી ૮ ઈંચની હોવી જોઈએ. તેમાં વપરાયેલું પ્લાસ્ટિક સ્મૂધ અને હાર્ડ પ્રકારનું હોય. વાળને પહેલી વખત ઓળતી સમયે મોટા દાંતા અને પછી ઝીણા દાંતાની મદદથી ઓળવાથી પણ લાભ થાય છે. આ સિવાય આવી કેટલીક નાની વાતોને ધ્યાનમાં રાખવાથી પણ લાભ થાય છે.
- દિવસમાં ત્રણ વખત વાળમાં બ્રશિંગ કરવાથી મૂડ પર સકારાત્મક પ્રભાવ પડે છે.
- બ્રશિંગ કરતી સમયે જોર ન આપવું. હલ્કા હાથે વાળ ઓળવા. વાળને પાછળની તરફ ોળતી સમયે ખાસ ધ્યાન રાખવું, નહીં તો ગંજાપણું આવવાની સાથે માથું પહોળું થવાની શક્યતા રહે છે.

 

 

મહિલાઓમાં વધતાં જતાં હૃદયરોગના પ્રમાણ વિશે વાત કરતાં ડો. અનુપ કહે છે કે હાલમાં ભારત ભરમાં નાની ઉંમરે મહિલાઓમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું જોવા મળે છે. તેનું પ્રમાણ ૨.૨૫ ટકા જેટલું નોંધાયું છે અને તે વધી રહ્યું છે તે એક ચંિતાનો વિષય છે. આજે ૩૦થી ૫૦ વર્ષની મહિલા પણ હૃદયરોગનો ભોગ બને તે અયોગ્ય છે. ખરેખર આ રોગ માટે આ ઉંમર ખૂબ નાની ગણાય છે. મારા મત મુજબ દરેક વ્યકિતએ પોતાની જીવનશૈલીમાં ફેરફાર લાવવો જોઈએ. જ્યારે વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે ત્યારે તેની પ્રત્યેક મિનીટ મહત્વની હોય છે. તેને તાત્કાલિક સારવાર મળે તે આવશ્યક છે. ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ કામકાજી હોવાના કારણે તેઓમાં હૃદયરોગના લક્ષણો જોવા મળતાં નથી. કોઈ પ્રકારનો દુઃખાવો પણ થતો નથી. અમુક રોજંિદા સામાન્ય લક્ષણો જેમકે, અપચો, ઊબકા આવવા, ઊલટી થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ઝડપથી થાક લાગી જવો વગેરે કારણોથી પણ હૃદયરોગની સંભાવના રહેતી હોય તેવું જોવા મળે છે. સાથે જો તમને ગમગીન રહેવાનું પસંદ હોય, સ્મોકંિગની આદત હોય, દારૂ વગેરેનું સેવન કરતા હોવ, કસરતનો અભાવ હોય તો તમે આ રોગનો શિકાર ઝડપથી બની શકો છો. સામાજિક પીઠબળનો અભાવ અને નકારાત્મક જીવનશૈલી એ હૃદયરોગનું જોખમ વધારે છે અને ઉપચારમાં મઘ્યસ્થી કરે છે.

 

આધુનિક મહિલાઓ ઘરે અને નોકરીએ વધારે તાણ ભોગવતી હોય છે અને વધારે પડતું કામ, ઓછો આરામ, વધારે એક્સપેક્ટેશનના કારણે તેમના જીવનની ગુણવત્તા પર અસર થાય છે. મેનોપોઝ પમ આમાં એક અસરકારક પરિબળ તરીકે કામ કરે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે
એવરેજમાં શોન માર્શ અને સ્ટ્રાઈક રેટમાં સેહવાગનું વર્ચસ્વ
મલિંગા અને મિશ્રાએ સૌથી વધુ ૬૧ વિકેટો ઝડપી છે

ઓલિમ્પિક હોકીમાં ટોચના છમાં સ્થાન મેળવવાનું ભારતનું લક્ષ્ય

બીજી ટેસ્ટઃશ્રીલંકાના ૨૭૫ સામે ઈંગ્લેન્ડના એક વિકેટે ૧૫૪ રન

ભારતીય ADRના મુલ્યમાં ૧૨૦ બિલીયન ડોલરનું થયેલું ધોવાણ
વ્યાજ દરોને પગલે સીડીઆર સેલ સમક્ષ ૩૮૯ કંપનીઓએ કરેલી દરખાસ્ત
નાઇટ સ્ક્રેપીંગ બ્રશીંગની ૩૦ કરોડની કામગીરીમાં લોલંલોલ
કોસંબાના PSOએ લોકઅપ ખોલી આપતા હત્યા કેસનો આરોપી ફરાર
સરપંચ, ઉપસરપંચ, અને સભ્ય વતી લાંચ લેનાર ગેરેજ માલિક ઝડપાયો
સોમાલીયા જતું પોરબંદરનું વહાણ ૨૦ દિ' પછી પણ લાપત્તા
મહિલાની લાશનો ભેદ ખૂલ્યો પતિ હત્યા કરીને ભાગી ગયો
શેરોમાં તેજીને બ્રેક ઃ સેન્સેક્ષ ૧૧૧ પોઇન્ટ ઘટીને ૧૭૪૮૬
સોનાના ભાવો રૃ.૪૦૦ તૂટી રૃ.૨૮૦૦૦ની અંદર ઉતરી ગયા
સોનાની આયાતના રિપોર્ટિંગ નિયમોને રિઝર્વ બેંકે કડક બનાવ્યા
 
 

Gujarat Samachar Plus

બોલિવુડના કલાકારોને વિદેશનું વ્યસન લાગ્યું છે
શહેરના બ્લેક એન્ડ વ્હાઇટ સ્મરણો
માઈનસ ૨૦ ડિગ્રીમાં રહેતા પક્ષીઓ ૪૦ ડિગ્રીએ પણ મોજમાં ...
 

Gujarat Samachar Plus

પરીક્ષા સમયે મેમરીને બનાવો શાર્પ
પ્રોપર હેરબ્રશ કરશે પ્રોપર હેરકેર
દિલ્હી IITમાં અમદાવાદી રોબોટ પ્રથમ
હેન્ડ બેગ્સથી મેળવો ડિફરન્ટ અને એટ્રેક્ટિવ લૂક
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

અંબાણીની પાર્ટીમાં તેંડુલકર અને ફિલ્મસ્ટાર્સ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved